Trending News
સ્થાનિક સમાચાર

વ્યક્તિ નહીં પણ સંગઠન મહાન હોય છે

09 July




નખત્રાણા તાલુકા ભારતીય કિસાન સંઘની બેઠકમાં ખેડૂતોને સંગઠીત થવા કરાઈ હાકલ

નખત્રાણા : ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાની વિશેષ કારોબારીની બેઠક નખત્રાણા પાટીદાર સમાજ વાડીમાં તાલુકા પ્રમુખ શિવદાસભાઈ કેસરાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં તાલુકાના સર્વે જવાબદાર કાર્યકર્તાઓ અને  જિલ્લા પ્રમુખ કરમણભાઈ ગાગલ, જિલ્લા મંત્રી વાલજીભાઈ લીંબાણી, જિલ્લા સહ કોષાધ્યક્ષ પ્રેમજીભાઈ લીંબાણી, જિલ્લા ઉપપ્રમુખ ડાયાભાઈ રૂડાણી, રામજીભાઈ છાંગા, જિલ્લાના વાલી મોહનભાઈ લીંબાણી, જિલ્લા જળ આયામના પ્રમુખ ભીમજીભાઇ કેરાસીયા અને દરેક શક્તિ કેન્દ્રના પ્રમુખો અને ગ્રામ સમિતિમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહત્વના એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 
આવતા સમયમાં પ્રશિક્ષણ વર્ગ તારીખ ૨૭ જુલાઈના રોજ નખત્રાણા પાટીદાર ભવન ખાતે કરવામાં આવશે એવું નક્કી થયું હતું અને નખત્રાણા ગ્રામ સમિતિ દ્વારા દર વર્ષે બલરામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે જેને ૨૫ વર્ષ થાય છે તો આ વર્ષે ભવ્યથી અતિ ભવ્ય બલરામ જયંતિ ઉજવવાનુ પણ નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં દરેક ગ્રામ સમિતિમાંથી વધુ સંખ્યામાં ખેડૂતો જોડાય એવી અપીલ કરવામાં આવી. ભીમજીભાઇએ કહ્યું હતું કે, પાણીનો વધારે બગાડ કર્યો, પરંતુ હવેથી વરસાદી પાણી રિચાર્જ માટે વધુમાં વધુ ધ્યાન આપી ગામનું પાણી ગામમાં રહી જાય એ માટે વરસાદી પાણીના રિચાર્જ કરવાના પ્રયત્નો કરવા જણાવ્યું હતું. પ્રેમજીભાઈએ પ્રશિક્ષણ વર્ગ અને સંગઠન ચલાવવા માટે ફંડની માહિતી આપી હતી. રામજીભાઈ છાંગાએ ભારતીય કિસાન સંઘ ખેડૂતો માટે કામ કરતુ બિનરાજકીય સંગઠન છે અને હંમેશા સંગઠનમાં વ્યક્તિ નહીં પણ સંગઠન મહાન હોય છે. ખેડૂતોને સંગઠિત થવાની વાત કરી હતી. વાલજીભાઈ લીંબાણીએ સંગઠન થકી થયેલા કામોની છણાવટ કરી હતી, જેમાં ખાણ ખનીજ હોય કે ખેડૂતોને ખેતીવાડીમાં સ્કાય યોજના, નખત્રાણા એપીએમસી, નર્મદાના વધારાના પાણી અને સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી, મહેસુલ વિભાગના પ્રશ્નો, રાસાયણિક ખાતર વિશે આવા અનેક કામો જે કિસાન સંઘે કર્યા છે તેમની માહિતી આપી હતી. જિલ્લા પ્રમુખ કરમણભાઇએ સંગઠન થકી ખેડૂતોના ઘણા બધા પ્રશ્નોનો સોલ્યુશન થયા છે અને કરતો રહીશ એવું ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું. તાલુકા પ્રમુખ શિવદાસભાઈ કેસરાણી દ્વારા જણાવવામાં આવેલ કે, આપણે સંગઠિત હશું તો દરેક પ્રશ્નનો નિરાકરણ લાવી શકીશું. આભારવિધિ તાલુકા કોષાધ્યક્ષ ઝવેરભાઈ કેસરાણીએ કરી હતી.
---- 

લખપત તાલુકા ભારતીય કિસાન સંઘની બેઠક મળી

દયાપર : ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના દયાપર ગામે લખપત તાલુકાની પટેલ સમાજવાડી ઉમિયા ભવન ખાતે લખપત તાલુકા પ્રમુખ ધનજીભાઈ ભગતના અધ્યક્ષ સ્થાને બેઠક મળી, જેમાં જિલ્લા પ્રમુખ કરમણભાઈ ગાગલ, જિલ્લા મંત્રી વાલજીભાઈ લીંબાણી, જિલ્લા ઉપપ્રમુખ ડાયાભાઈ રૂડાણી, રામજીભાઈ છાંગા, જિલ્લા સહ કોસાધ્યક્ષ પ્રેમજીભાઈ લીંબાણી, જિલ્લાના વાલી મોહનભાઈ લીંબાણી, જિલ્લાના સદસ્ય મણીભાઈ પટેલ અને તાલુકા કારોબારી  અને ગ્રામ સમિતિમાંથી પધારેલ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મુખ્ય એજન્ડા ઉપર ચર્ચા થઈ હતી. આવતા સમયમાં તાલુકા પ્રશિક્ષણ વર્ગ કરવા બાબતે તાલુકાનું ધ્યાન દોર્યું હતું. ડાયાભાઈ રૂડાણીએ પ્રશિક્ષણ વર્ગ અને સંગઠન વિશે માહિતી આપી હતી. વાલજીભાઈ લીંબાણીએ પ્રશિક્ષણ વર્ગ અને સંગઠને કરેલા કામો માટે માહિતી આપી હતી. રામજીભાઈ છાંગાએ તાલુકાના દરેક ગ્રામ સમિતિના કાર્યકર્તાઓ આવતા પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લે એવું કહ્યું હતું. ભીમજીભાઇ કેરાસીયાએ પાતાળના પાણીના તળ ઉંચા આવે એના માટે કુવા અને બોર રિચાર્જ પર ભાર મૂક્યો હતો. જિલ્લા પ્રમુખ કરણભાઈ ગાગલે ખેડૂતોને રાસાયણિક ખાતર પૂરતું મળી રહે અને ખેતીમાં સૂક્ષ્મ પિયત માટે ડ્રીપમાં અગાઉ લખપત તાલુકામાં જીએમડીસી દ્વારા સબસીડી આપવામાં આવતી હતી તે  હાલમાં સબસીડી બંધ છે તો સરકારની અટલ ભુજલ યોજના દ્વારા અથવા તો કોઈ કંપની દ્વારા સબસીડી મળે તો ખેડૂતોને વધારે લાભ મળે અને ખેડૂતો ડ્રીપ તરફ પહેરાય આવી વાત કરી હતી. તાલુકા પ્રમુખ ધનજીભાઈએ સંગઠ મજબૂત બને અને પછી શિક્ષણ વર્ગ તાલુકાની બેઠક લઈ અને આવતા સમયમાં પ્રશિક્ષણ વર્ગ કયારે કરવું  એવું નક્કી કરીને જિલ્લાને કહીશું. આભારવિધિ તાલુકા મંત્રી પરેશભાઈ માકાણીએ કરી હતી.
---------

Comments

COMMENT / REPLY FROM