રાજસ્થાનના ચુરૂમાં વાયુસેનાનું વિમાન ક્રેશ
૨ પાયલટના મોત રતનગઢ પાસેની ઘટના
જયપુર : દેશમાં આકાશી આફતભરી ઘટનાઓ વણથંભી ચાલી જરહી છે. હજુ તો અમદાવાદ વિમાની દુૃર્ઘટનાની સ્યાહી સુકાઈ પણ નથી ત્યા હવે રાજસ્થાનમાં વાયુસેનાનું વિમાન ક્રેશ થયુ હોવાની ઘટના સામે આવી રહી છે. રાજસ્થાના ચુરૂમાં વાયુસેનાનું વિમાન ક્રેસ થવા પામ્યુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ફાઈટર પ્લેન કયા કારણોસર ક્રેશ થયુ છે તેને લગતી માહીતીઓ હજુ સુધી સામેઆવવા પામી નથી.

Comments