Trending News
સ્થાનિક સમાચાર

હરીપર પોલીસ લાઈન પાસે બે કિલો ગાંજા સાથે બે પકડાયા 

09 July


અન્ય બે શખ્સોના નામ ખુલ્યા : વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો 

ભુજ : શહેરમાં બી-ડિવિઝન પોલીસે હરીપર પોલીસ લાઈન પાસે બે કિલો ગાંજા સાથે બે વ્યક્તિને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય બેના નામ ખુલ્યા છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ રિલાયન્સ સર્કલથી હરીપર જતા રસ્તા પર હરીપર પોલીસ લાઈનની સામે પુલિયા પાસે બી-ડિવિઝન પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં ભુજના જાસ્મિનદે ઉર્ફે અકરમ ઉર્ફે કટુદે અયુબ નારેજા અને જુમા હાસમ મોખાને ઝડપી લેવામાં આવ્યા હતા. તેઓ પાસે રહેલી એક્સેસ નં.જીજે૧ર - એચસી - ૪૩૮પ ડીકીમાં બે કિલો ગાંજો મળી આવ્યો હતો. પુછપરછમાં સામે આવ્યું કે, આરોપી મામદ ઉર્ફે દદુ જુસબ ખારાએ આરોપી જાસ્મીનદે અને જુમાને રૂપિયા આપી થરાવડાના બાવા તરીકે જાણીતા શખ્સ પાસેથી ગાંજો મંગાવ્યો હતો. ગાંજો લઈને બન્ને જણા આવતા હતા ત્યારે પકડાઈ ગયા હતા. પોલીસે પ૦ હજારની એક્સેસ, ર૦ હજારનો ગાંજો, રોકડા અને મોબાઈલ મળી ૮૪,૧૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મહત્ત્વનો છે કે, જિલ્લામાં ડ્રગ્સની હેરફેરના બનાવો વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. 

 

Comments

COMMENT / REPLY FROM