માતાનામઢમાં ગંદકી - પાણી ભરાવાથી યાત્રિકો રોષે ભરાયા
દેશ - પરદેશનું આસ્થાનું કેન્દ્ર બિંદુ
પાલર પાણીનો નિકાલ ન થતાં ચોકમાં ભરાયા : સરપંચે પ્રાંત - પ્રવાસનને લેખિત - મૌખિક રજૂઆત કરી છતાં પાણીનો નિકાલ થતો નથી : કલેકટર સહિત મંત્રીઓ માતાનામઢ આવે છે છતાં આ ગંદકી - પાણીનો નિકાલ કરવામાં અનદેખી
દયાપર : તિર્થધામ માતાનામઢ - આશાપુરા ધામે યાત્રાધામ વિભાગે ૩૩ કરોડના ખર્ચે નવાવાઘા પહેરાવવા પર વડાપ્રધાને ઓપનીંગ પણ તિર્થધામની બસ સ્ટેન્ડ નજીક પાલર પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે.
નવનિયુક્ત સરપંચ કાસમભાઈ કુંભારે ‘કચ્છઉદય’ સાથે વાતચીત કરતાં કહ્યું કે, યાત્રાધામ વિભાગે કામો કર્યા પણ બસ સ્ટેન્ડ અનજીક દર ચોમાસે પાણી ભરાય છે અને યાત્રીકોને પગ રાખવાની જગ્યા મળતી નથી અને મોઢા પર રૂમાલ રાખીને ગંદકીવાળા પાણીમાંથી પસાર થવું પડે છે. આ બાબતે પ્રાંત અધિકારી સૂરજભાઈ સુથાર તથા પ્રવાસન વિભાગના મિલન રામીને લેખિત - મૌખિક અનેક રજૂઆત કરવામાં છતાં પાણીનો નિકાલની સમસ્યા યથાવત રહી છે.
વધુમાં કહ્યું કે, જુના રોડ પર ગૌચર નથી. રોડનું ટેન્ડર છે કે, નહીં ? કે પછી ધકેલ પચા દોઢ સોની જેમ કામ થયા છે, તે તપાસ માંગી લે છે. મંદિરની મેઈન ગેટમાં કોઈ વ્યવસ્થા પાણીના નિકાલની યાત્રાધામ બોર્ડે રાખી નથી. ગામની ભૌગોકિ ચિત્ર એવું છે કે, આસપાસના ઉપરવાસમાં તમામ પાલર પાણી આ બસ સ્ટેન્ડમાં જમા થાય છે. અને અહીં મિનિ સરોવર ભરાય છે. અગાઉ આશાપુરા હોટલથી દિવાદાંડી તરફ જતા રસ્તા પાણીનો નિકાલ થતો હતો, હવે રોડ પ્રક્રિયા અધુરી મુકીને અને રસ્તાનું લેવલ પણ ઉપર થતાં પાણીનો નિકાલ થતો નથી તેવું તલાટી મનહરદાસ ગઢવીએ કહ્યું હતું.
બીજીતરફ રવિવારે કચ્છ કલેકટર આનંદ પટેલ માતાનામઢ દર્શનાર્થે આવેલ હતા છતાં આ સમસ્યા અંગે કોઈએ ધ્યાને દોર્યુ હોય તેવું દેખાતું નથી. આ તિર્થધામ પર રાજય કક્ષાના મંત્રીઓની તથા રાજ્યના સનદી અધિકારીઓની સતત અવર જવર રહેતી હોય છે, ત્યારે આ બસ સ્ટેન્ડ પાસે ભરાતા પાવર પાણીનો કાયમી હલ કાઢવો જોઈએ. આ તિર્થધામ યાત્રાએ દેશ - વિદેશમાંથી અને સમગ્ર ગુજરાતમાંથી દરરોજ અસંખ્ય યાત્રાળુ - શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે, ત્યારે આ બસ સ્ટેન્ડ પાસે ભરાતા પાલર પાણીની ખોટી છાપ અને વિકાસમાં સોનાની લેખમાં લોઢાની બેખ સમુ ચિત્ર જોઈને નવાઈ પામે છે. ત્યારે કચ્છ કલેકટર અને પ્રવાસન યાત્રાધામ વિભાગ તાકીદે આ પાણી સમસ્યા દુર કરવાની દિશામાં તાકીદના પગલાં ભરે તેવી માંગ કાસમ કુંભાર અને તલાટી ગઢવીએ
કરી છે.

Comments