Trending News
સ્થાનિક સમાચાર

“સંસ્મૃતિ’” સંસ્થાના સને ર૦ર૪ના ગુજરાતી - કચ્છી સાહિત્યકારોના એવોર્ડ જાહેર થયા

08 July




ભુજ : ડો. જયંત ખત્રી સ્મારક સાહિત્ય સભા “સંસ્મૃતિ’’ની કારોબારીની બેઠક તાજેતરમાં રમીલાબેન મહેતાના પ્રમુખપદે મળી હતી. દર વર્ષે ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રદાન આપવા માટે ગુજરાતના સાહિત્યકારને ડો. જયંત ખત્રી - બકુલેશ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.  સને ર૦ર૪ માટે ગુજરાતના વિખ્યાત સાહિત્યકાર કિરીટ દૂધાત (અમદાવાદ)ને એવોર્ડ સર્વાનુમતે આપવાનું નકકી કરવામાં આવેલ છે. કચ્છી સાહિત્યમાં વિશેષ પ્રદાન આપવા માટે ડો. મનુભાઇ પાંધી એવોર્ડ પણ દર વર્ષે આપવામાં આવે છે. સને ર૦ર૪નો ડો. મનુભાઇ પાંધી એવોર્ડ કચ્છી સાહિત્યકાર વાછીયા ચંદે કવિ ‘મોજ’ (ડુમરા)ના નામને સંસ્મૃતિની કારાબારીએ મહોર મારી છે. કિરીટ દૂધાત અને વાછીયા ચંદે કવિને નજીકના ભવિષ્યમાં ભુજ ખાતે જાહેર સન્માન સમારંભમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
હમેંશાની પ્રણાલિકા પ્રમાણે આ સાહિત્યકારોને રોકડ રકમ, મોમેન્ટો અને સાલ આપીને સન્માનીત કરવામાં આવે છે. એવોર્ડ પરામર્શ સમિતિના અગ્રણીઓની દરખાસ્ત પ્રમાણે આ પસંદગી કરવામાં આવી છે તેવું મંત્રી ઝવેરીલાલ સોનેજીની યાદીમાં જણાવાયું છે. 
----

Comments

COMMENT / REPLY FROM