Trending News
સ્થાનિક સમાચાર

તેરાપંથ ભવન ભુજ ખાતે આચાર્ય ભિક્ષુનો ત્રીશતાબ્દી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો

08 July



ભુજ : તેરાપંથ ધર્મસંઘના આધ્યપ્રવર્તક આચાયર્શ્રી ભિક્ષુ સ્વામીની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે ભુજ શહેરના તેરાપંથ ભવન ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ખાસ પ્રસંગે સાધ્વીશ્રી હેમલતાશ્રીજી આદિ ઠા -૫ ના પાવન સાનિધ્યમાં અનેક શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મંગલ પાઠ અને પાવન મંગલાચરણથી થઈ હતી. ત્યારબાદ મહાનુભાવો તથા સ્થાનિક કાર્યકર્તાઓએ આચાયર્શ્રી ભિક્ષુજીના જીવનદર્શન ઉપર પ્રકાશ પાડ્યો હતો. સાધ્વીશ્રી હેમલતાશ્રીજીએ કહ્યું હતું કે, ‘‘આચાયર્શ્રી ભિક્ષુ એ માત્ર એક મહાન સંત જ નહોતા, પણ તેઓએ સાચા અર્થમાં જીવનને નૈતિકતા, સત્ય અને શિસ્તથી જીવવાની પ્રેરણા આપી હતી. આજે પણ તેઓના આદર્શો આપણને સાચા માર્ગે દોરી રહ્યાં છે.’’
આ અવસરે મહાસભાના હસમુખભાઈ,સભાના ધનસુખભાઈ,યુવક પરિષદના આદર્શ સંઘવી મહિલા મંડળના અદિતિ મહેતા તથા અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ તથા કેન્દ્રીય કાર્યકારીણી સદસ્યશ્રી મહેશ પ્રભુલાલ મહેતા,દિક્ષાર્થી જીગર મહેતા,્‌ઁહ્લ ના સ્નેહલ મહેતા તેમજ સાધ્વીજી ભગવંતો દ્વારા આચાયર્શ્રી ભીક્ષુના જીવનપ્રસંગો ઉપર આધારિત પ્રેરણાત્મક ભાવ રજૂ કરીને સૌને ભાવવિભોર કર્યા હતા.સંચાલન આશિષ બાબરીયાએ કર્યુ હતુ. 
 કાર્યક્રમને વિશેષ ગૌરવ ત્યારે પ્રાપ્ત થયું જ્યારે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ૩૦૦મી જન્મજયંતિ મહોત્સવને પોતાના વિડિઓ સંદેશ મારફતે શુભેચ્છા પાઠવી હતી.વડાપ્રધાનશ્રીએ પોતાના સંદેશમાં કહ્યું હતું કે :‘‘આચાર્ય ભિક્ષુજી એ આપણને જે જ્ઞાન આપ્યું છે તે સત્ય, અહિંસા અને સંયમના માર્ગ પર ચાલવાનું છે. આ અધ્યાત્મિક વારસો આપણને સમાજમાં નૈતિક પાયા મજબૂત રાખવામાં મદદ કરે છે. આ ત્રીશતાબ્દી અવસરે હું સમગ્ર તેરાપંથ સંઘને અભિનંદન પાઠવું છું અને આશા રાખું છું કે આ સંઘ સતત શ્રમણ સંસ્કૃતિને જીવંત રાખશે.’’ સાધ્વીશ્રી હેમલતાશ્રીજીએ જણાવ્યું હતું કે, ‘‘આ અધ્યાત્મિક આશીર્વાદ આપણને આગળ વધવા માટે નવી શક્તિ પ્રદાન કરશે.’’
 આ કાર્યક્રમનું સફળ આયોજન ભુજના તેરાપંથ સંઘ, યુવક પરિષદ,મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિ,તેરાપંથ પ્રોફેશનલ ફોરમ તથા શ્રાવક-શ્રાવિકાઓના સહયોગથી જ સંભવ બની રહ્યું હતુ. તમામે ત્યાગ,તપસ્યા,સંયમ સાથે આગળ વધવા માટે સંકલ્પ કર્યો હતો. આચાયર્શ્રી ભિક્ષુની ૩૦૦મી જન્મજયંતિની આ ઉજવણી માત્ર સ્મૃતિનો તહેવાર નથી, પણ માનવમાં માનવતાનું ઉજળું પ્રકાશ ફેલાવવાનો અનોખો સંકલ્પ છે, જે ભાવિ પેઢીઓને આધ્યાત્મિક અને નૈતિક માર્ગે સતત પ્રેરણા આપે છે.એક યાદીમાં સમિતિના નવ નિર્વાચિત અધ્યક્ષ તથા રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય શ્રી મહેશભાઈ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
------

Comments

COMMENT / REPLY FROM