Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ ઇતિહાસ પરિષદની સામાન્ય સભા યોજાઈ

08 July



ભુજ : કચ્છ ઇતિહાસ પરિષદના સભ્યોની સામાન્ય સભા સંસ્થાના કાર્યાલય દરબારગઢ ભૂજ ખાતે મળી હતી, જેમાં ૨૨ સભ્યો હાજર રહ્યા હતા. આ મિટીંગનું અધયક્ષ સ્થાન જયવીરસિંહ સોઢા પ્રમુખ ક.ઈ.પ.એ સંભાળ્યું હતું. મિટિંગની શરૂઆતમાં સંસ્થાના મહામંત્રી પ્રમોદભાઈ જેઠીએ ગત મિનિટનું વાંચન કરેલ હતું. બાદમાં ખજાનચી સહદેવસિંહ જાડેજાએ વર્ષ ૨૦૨૪-૨૫ના વાર્ષિક હિસાબો ઓડિટ થઈ આવેલ જે વાંચી સંભળાવ્યા હતા, જેને હાજર રહેલા સર્વે સભ્યોએ સર્વાનુમતે બહાલી આપી હતી.
 સંસ્થાના મંત્રી શંભુભાઈ જોષીએ જણાવ્યું હતું કે, કચ્છ ઇતિહાસ પરિષદના વર્ષ ૨૦૨૪-૨૫ના વાર્ષિક હિસાબો ઈશ્વરભાઈ દેસાઈએ વિનામૂલ્યે ઓડિટ કરી આપેલ છે. જે બદલ તેમનો આભાર માન્યો હતો. અને વર્ષ ૨૦૨૫-૨૬ના વાર્ષિક હિસાબો ઓડિટ કરાવવાની ભલામણ કરી હતી. ઈશ્વરભાઈ દેસાઈનો આભાર માનતો પત્ર લખી મોકલવા સૂચન પણ કરેલ હતું. આ ઉપરાંત નવા આઇડી કાર્ડ બનાવવા માટે દિલીપભાઈ આચાર્ય તથા નરેન્દ્રભાઈ વ્યાસની સમિતિ બનાવવામાં આવી હતી. બાદમાં સંસ્થાના આજીવન સભ્ય સ્વ. કિશનભાઇ રૂપારેલ તથા નરેન્દ્ર ગોરના માતૃશ્રી સ્વ શાંતાબેન ગોરના અવસાન બદલ સર્વે સભ્ય ઊભા થઈ બે મિનિટ મૌન ધરી શ્રદ્ધાંજલિ આપી હતી.
 ત્યારબાદ સ્વ. સાવજસિંહજી જાડેજા સ્મૃતિ અંક છપાઈને આવી ગયેલ છે. તે માટે મહેનત કરનાર દિલીપભાઈ આચાર્યનો આભાર માનવામાં આવ્યો હતો. આ અંક ના વિમોચન માટે શું તૈયારી કરવી તે વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં હાજર રહેલ સભ્યો માં લીલમબેન ગાંધી, પ્રદીપ જોશી, જગદીશ ગોર, રાજેશ અંતાણી, વિનોદ સલાટ, અશોકભાઈ માંડલિયાએ ઉપયોગી સૂચનો કરેલ હતા. પ્રમુખ જયવીરસિંહ સોઢાએ સર્વેનો આભાર માની સ્મૃતિ અંક સુંદર બનાવવા માટે ધન્યવાદ આપ્યા હતા. જાડેજાના પરિવારના સભ્ય સાથે એક મિટીંગ રાખી અંકનું વિમોચનનું સ્થળ તથા તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે એવું જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા મદન ભટ્ટ, કિરીટસિંહ જાડેજા, વીણાબેન માંડલિયા, દિપકટાએ જહેમત ઉઠાવી હતી. પ્રદીપ ગોરજી તથા દમયંતીબેન ઠક્કર હાજર રહ્યા હતા. આભારવિધિ કનૈયાલાલ અબોટીએ કરી હતી. 
----

Comments

COMMENT / REPLY FROM