Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં યોજાયો સુપર સ્પેશિયાલીટી નિઃશુલ્ક મેડિકલ કેમ્પ 

08 July


નિષ્ણાંત તબીબોની સેવાનો ઘરઆંગણે દર્દીઓએ લીધો બહોળો લાભ

મારવાડી યુવા મંચ દ્વારા ભુજની કે.કે. પટેલ હોસ્પિટલ અને મેરીંગો સીમ્સ હોસ્પિટલના ઉપક્રમે આયોજીત કેમ્પમાં વિવિધ પ્રકારના દર્દની કરાઈ સારવાર




ગાંધીધામ : શહેરના મારવાડી ભવન ખાતે મારવાડી યુવા મંચ દ્વારા અમદાવાદની મેરિંગો સિમ્સ હોસ્પિટલ અને કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં સવારથી દર્દીઓ હાજર રહ્યા અને નિષ્ણાત ડોકટરોની હાજરીમાં બિમારીનું નિદાન સાથે સારવાર કરાવી હતી. મોટી સંખ્યામાં દર્દીઓ હાજર રહ્યા અને કેમ્પનો લાભ લીધો હતો. આ મેડિકલ કેમ્પનો પ્રારંભ ઉપસ્થિત અગ્રણીઓ અને ડોક્ટરો દ્વારા કરાયો હતો. કેમ્પમાં હૃદય, કિડની, કૅન્સર, ઓર્થોપેડિક, લિવર, યુરોલોજી, નેફ્રોલોજી, થોરાસિક સર્જરી વગેરે ક્ષેત્રોના ખ્યાતનામ તબીબોએ પોતાની સેવા હતી જેમાં ડો. ધીરેન શાહ અને ડો. અમિત ચંદન (હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ), ડો. ભાવેશ પારેખ (ઓન્કોલોજી), ડો. જયદત્ત ટેકાણી અને ડો. મીત ઠક્કર (કાર્ડિયોલોજી), ડો. કૌમિલ પટેલ (હેમેટોલોજી), ડો. ઉર્વિશ શાહ અને ડો. રોનક જૈન (સર્જિકલ ઓન્કોલોજી), ડો. અજયસિંહ દેવડા (જોઈન્ટ રિપ્લેસમેન્ટ) તેમજ ડો. હિતેશ દેસાઈ, ડો. કૌશિક દરજી, ડો. અભિલાષ ચોક્સી, ડો. નીલેશ પટેલ વગેરે તબીબો સેવા આપી હતી. તદુપરાંત કેમ્પમાં વિવિધ આધુનિક નિદાન સેવાઓ જેવી કે ઇસીજી, બ્લડ પ્રેશર ચેક, રેન્ડમ બ્લડ શુગર ટેસ્ટ અને બોડી માસ ઈન્ડેક્સની પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. આરોગ્ય સેવા ક્ષેત્ર કાર્યકત અમદાવાદની મેરીંગો સિસ્સ હોસ્પિટલ દ્વારા ગાંધીધામ, કંડલા સંકૂલના દર્દીઓને નિષ્ણાત તબીબોની સેવાઓનો લાભ મળી રહે તે માટે આ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. અહીં તમામ પ્રકારના રોગનું નિદાન સારવાર કરવામાં આવતા દર્દીઓએ પણ મારવાડી સેવા મંચની આ કામગીરીને બિરદાવી હતી. મારવાડી યુવા મંચના આ કેમ્પને સફળ બનાવવા માટે મુકેશ સિંઘવી પ્રમુખ, અનિલ સાલેચા સેક્રેટરી, પ્રવીણ ચૌધરી ખજાનચી,નંદલાલ ગોયલ સંસ્થાપક પ્રમુખ,મુકેશ 
પારેખ પૂર્વ પ્રમુખ,શૈલેન્દ્ર જૈન પૂર્વ પ્રમુખ,પ્રિતેશ પારેખ 
પૂર્વ પ્રમુખ,સંદીપ બાગરેચા 
પૂર્વ પ્રમુખ,બ્રિજમોહન ચૌધરી જોઈન્ટ સેક્રેટરી- પ્રોજેક્ટ કન્વીનર,પવન ગોયલ જોઈન્ટ સેક્રેટરી- પ્રોજેક્ટ કન્વીનર, તથા મુકેશ ચૌધરી, પારસ જોયા, સુમિત ગોયલ, દિલીપ જાંગીડ, જીતેન્દ્ર જાંગીડ, મહાવીર 
પારેખ, ઓમપ્રકાશ સરીયાલા, કેવડારામ પટેલ, સુધીર ગોયલ, શાંતિલાલ જાંગીડ સહિતનાઓએ હાજર રહી અને જહેમત 
ઉઠાવી હતી.


-----
હું નહી કરૂ તો કોણ? કચ્છી નહી કરે તો કોણ કરશે : કચ્છીમાડુંની કચ્છીયતના દર્શન
જીવન શૈલી સુધારો, સ્ટ્રેસ ઘટાડો, 
લાંબુ જીવન જીવો : ડો. ધીરેન શાહ



ગુજરાતના પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર, સીમ્સ મરીંગો હોસ્પીટલ અમદાવાદના બ્રાન્ડ, ૧૭ હજારથી વધુ બાયપાસ સર્જરી કરનાર કાર્ડીયાક થોરોસીક-વાસ્કયુલર સર્જન ડો. ધીરેન શાહે કચ્છઉદય સાથે કર્યો આત્મીયભાવભર્યો સંવાદ : 
સીમ્સ મરીંગોની આધુનીક સેવાઓનો લાભ લેવા કચ્છીજનોને કરી હાકલ


કચ્છીમાડુની ખમીરી-ખુમારી અલયાદી છે. તેઓના જીન્સમાં જ સાહસીકતા રહેલી છે. અને ખરેખર મે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ ચાલુ કર્યો તેમાં મુળ કચ્છી હોવાનો સાહસીક સ્વભાવ જ મારા માટે પણ પ્રેરણારૂપ બન્યો છે : કચ્છીમાડુ ડો. ધીરેન શાહની હદયાભિવ્યકિત



ગાંધીધામ : કચ્છ-ગુજરાત માત્ર જ નહી પરંતુ ભારતભરના તબીબ જગતમાં કાર્ડીયાક ક્ષેત્રમાં જે ગણ્યાગાઠયા તબીબોને શ્રેષ્ઠતાના શીખરે યાદ કરવામા આવતા હશે તે પૈકીના એક એવા ડો. ધીરેન શાહ તાજેતરમાં જ ગાંધીધામ-કચ્છની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ કચ્છઉદયના સંવાદદાતા આનંદ ભટ્ટની સાથે સંવાદ દરમ્યાન હદયને લગતી બીમારીઓ કેમ વધી રહી છે, કેવી રીતે તેનાથી બચવુ, અને જો જરૂર પડે તો અમદાવાદની મરીંગો સીમ્સ હોસ્પિટલમાં હદયને લગતી નાનામાં નાની બીમારીથી લઈ અને જટીલમા જટીલ શસ્ત્રક્રીયાઓ માટેની કેવી કેવી સવલતો ઉપલબ્ધ છે તેની મનછુટી વાતચીત કરી હતી. મુળ ગાંધીધામના જ વતની, શાળાકીય અભ્યાસ ગાધીધામમાં કર્યા બાદ દિલ્હીમાં મેડકીલ ક્ષેત્રે ડીગ્રી મેળવી ત્વિરત અમદાવાદ પરત આવી અને ગુજરાતના તબીબી ક્ષેત્રમાં સેવારત થયેલા ડો. ધીરેન શાહે સૌ પ્રથમ કચ્છની પ્રજાને અનુરોધ કર્યો હતો કે, આજે નાની ઉંમરમાં હાર્ટ એટેકના પ્રમાણ વધે છે તેની પાછળ જીવન શૈલી કારણભુત છે. ભારત હવે વિકસીત દેશ તરફ આગળ વધી રહ્યો છે એટલે જીવન ધોરણ લોકોના બદલાયા છે. બદલાતી જીવન શૈલીથી તણાવ પણ વધી રહ્યો છે. એટલે આ ઘટનાઓ બની રહી છે. તેઓએ કહ્યુ કે, જીવનશૈલી લોકો સુધારે, નિયમિત કસરત કરે, યોગ્ય ડાયેટ પર ધ્યાન આપે, અને જીવનમાં તણાવ ઘટો તો લાંબુ જીવન જીવી શકાય તેમ છે. અત્યાર સુધીમાં પ૭ જેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર, ૭ ફેફસા પ્રત્યારોપણ, ૧૭ હજાર જેટલી સફળ બાયપાસ સર્જરી પાર પાડનાર તબીકે સંવાદમાં ઠેર ઠેર કચ્છીયતની લાગણીના દર્શન કરાવ્યા હતા. 
તેઓએ કહ્યુ કે, કચ્છની પ્રજામાં એક અનોખુ ખમીર-સાહસ છુપાયેલ છે. જે વાત મનેપણ લાગુ પડે છે. જે બાબતે વિચાવાથી સૌ ડરતા હતા તેને સાક્ષાત કરવાનુ મે બીડુ ઝડપયુ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના આરંભમાં મને મારો સાહસીક કચ્છી સ્વભાવ જ પ્રેરણારૂપ નીવડયો છે. તેઓએ લોકોને બાયપાસ સજરીથી ગભરાવવાની જરૂર નથી, હવે ખુબજ આધુનીક સારવાર તેની ઉપલબ્ધ હોવાનુ કહી અને જે રીતે હર્નીયા કે એપેન્ડીકસની સર્જરીમાં જોખમ હોય છે માત્ર તેટલું જ જોખમ હવે બાયપાસ સર્જરીમાં થતુ હોય છે,
 આ સર્જરી કરાવ્યા બાદ દર્દી મોટાભાગે ત્રીજા દીવસે હાલતો ચાલતો થઈ જતો હોય છે. બાયપાસ સર્જરીનુ નામ  મોટુ છે, પણ હવે તેનાથી ગભરાવાવની જરૂર નથી. ડો. શાહે વધુમાં કહ્યુ કે, મરીંગો સિમ્સ અમદાવાદમાં હાર્ટને લગતી, બાયપાસ સર્જરીને સલગ્ન તથા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, ન્યુરો, લીવરઅને કીડની, પાર્કીન્સન(કંપાવા) સલગ્ન સર્વશ્રેષ્ઠ તકનીક સાથે શ્રેષ્ઠ તાલીમબદ્ધ ટીમો ઉપલબ્ધ છે. તેઓએ ક્હયુ કે મરીગો સીમ્સ અમદાવાદમાં આવનારને સૌ પ્રથમ આત્મીયતાના ભાવની અનુભુતી થશે. હવે હદયની જેમ મગજમાં પણ પેશમેકર બેસાડવાની શસ્ત્રપ્રક્રીયાઓ સિમ્સમરીંગો મધ્યે સુલભ થવા પામી છે. કાર્ડીયાક સર્જન તરીકેની કપરી કારર્કીદીની પસંદગી બાબતે ડો. શાહે જણાવ્યુ કે, તેઓ આઠ વર્ષના હતા અન ગાંધીધામમાં રહેતા હતા તે વખતે જ તેમના પરીવારમાં મળેલા માહોલથી તેઓએ હદયને લગતા ડોકટર બનવાનુ નિર્ધારીત કરી લીધુ હતુ. તેઓ કહેછે કે, આ કારકીર્દીમાં કામ-પારીવારીક જીવન સમતોલ રાખવુ કપરુ બને છે પરંતુ મારી ધર્મપત્ની હેતલ અને મારી દીકરીઓના સંપૂર્ણ સાથ સહકારથી હું આ ક્ષેત્રમાં સંપૂર્ણ સમર્પિત થઈને સેવા કરી શકું છે. 
એમબીબીએસમાં પ્રવેશ મેળવ્યા પહેલા જ કાર્ડીયાક સર્જન બનવાનુ નિર્ધારીત કરનાર ડો. ધીરેન શાહ કહે છે કે, તબીબી જગતમાં કાર્ડીયાક સર્જન ક્ષેત્ર અપનાવવુ એટલે ખુબજ કપરૂ કામ છે. તે પરીવારના સાથ સહકાર વિના શકય નથી. કારણ કે રોજની છથી આઠ બાયપાર્સ સર્જરી આજના સમયમાં કરવી એટલે ૧પથી ૧૮ કલાકનું કામ દીવસ દરમ્યાન સેવા સમર્પણ સાથે આપવાનુ રહે છે. વર્ક અને પરીવારીક લાઈફ બેલેન્સ કરવી ખુબજ અઘરૂ બની જતુ હોય છે. ડોકટર બન્યા એટલે દર્દીઓ જ સમર્પિત તબીબનો પરીવાર બની જતો હોય તેવી સ્થિતી નિર્માણ પામી જતી હોય છે. તેઓએ કહ્યુ કે, અમેઘરમાં પણ વાત કરતા હોઈએ છીએ કે, હું નહી કરૂ તો કોણ કરશે, કચ્છી નહી કરીએ તો કોણ કરશે? કચ્છીમાડુની ખમીરી-ખુમારી અલયાદી છે. તેઓના જીન્સમાં જ સાહસીકતા રહેલી છે. અને ખરેખર મે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ ચાલુ કર્યો તેમાં મુળ કચ્છી હોવાનો સાહસીક સ્વભાવ પ્રેરણારૂપ બન્યો હોવાનુ શ્રી શાહે કહ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, મને પણ રૂટીન બાયપાસ સર્જરી, વાલ્વ સર્જરી કે પછી અન્ય કોઈ રૂટીન સારવાર કરવાના બદલે પડકારજનક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની તાકાત મને આનુસંગાીક રીતે મળેલ કચ્છી સાહસીક સ્વભાવ જ મુળમાં છે. શ્રી શાહે વાતચીત દરમ્યાન કહ્યુ હતુ કે, આજ રોજ હું મારવાડી યુવામંચ દ્વારા આયોજીત મલ્ટી સ્પેશ્યાલીટી કેમ્પમાં ભાગ લેવા આવ્યો હતો. આ કેમ્પ મારા માટે એટલા માટે ખાસ છે કે, આ કેમ્પ મારી જન્મભુમી ગાંધીધામમાં છે. મારીકર્મભુમિ ભલે અમદાવાદ છે પરંતુ હું મારા માદરે વતનથી સદાય જોડાયેલ છુ અને વતનની સેવા કરવાનો આનંદ અનેરો જ હોય છે.  તેઓએ કહ્યુ કે, કચ્છ સામાજિક-આર્થક રીતે સમૃદ્ધ થઈ રહ્યો છે, પણ ચિંતાજનક જે દેખાય છે તેમાં બીમારીઓ પણ એટલી જ વધી રહી છે. નાની નાની ઉમરે જે બાયપાસ સર્જરીની જરૂર પડી રહી છે, આવા દર્દીઓ મારી પાસેઘણા આવી રહ્યા છે. તેઓએ સલાહ આપતા કહ્યુ હતુ કે, પૈસો વધે છે પણ શરીર-હદયની સંભાળ રાખવી એટલી જ જરૂરી છે. આપણે જીવનશેલીને સુધારીએ, કસરત કરીએ, નિયમિત બોડીનું હેલ્થ ચેકઅપ કરાવીઅ, અને તણાવ ઓછો કરીએ તો સ્વસ્થ જીંદગી જીવી શકાશે. અને જે પૈસા કમાવી રહ્યા છીએ તેને પણ આપણે માણી શકીશુ. જો આપણે કરોડો રૂપીયા કમાતા હશુ પણ શરીર સ્વસ્થ નહી હોય તો એ બધુ જ નોધારૂ બની જશે. આપણે સૌ શરીર-મન અને હદયને સ્વસ્થ રાખીએ તેવી સલાહ ડો. શ્રી શાહે આપી હતી.તેઓએ કચ્છીજનોને કહ્યુ હતુ કે, હદયરોગની બીમરીને ટાળવા જીવનશૈલી બદલાવીએ, કસરતને જીવનનો ભાગ બનાવીએ, અને સૌથી વધુ મહત્વનુ કે સ્ટ્રેસ ન કરીને સ્વસ્થ લાંબુ જીવન જીવીએ.
----

ડો. ધીરેન શાહની નિપુણતાનો સંક્ષિપ્ત આંકડાકીય એકસ-રે
• મુળ કચ્છી માડુ, ગાંધીધામ-કચ્છના વતની - કાર્ડીયોથોરસીક-વાસ્કયુલર સર્જન-કાર્ડીયાક સર્જન
• ગુજરાતના પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર તબીબ
• અત્યાર સુધીમાં પ૬ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, ૧૭ હજાર બાયપાસ સર્જર - ૭ હદય પ્રત્યારોપણ સફળતાથી કરનાર તબીબ
• રોજની ૬થી ૮ બાયપાસ સર્જરી કરનાર તબીબ એટલે ડો. ધીરેન શાહ
• જુદી-જુદી સાત પદ્વતીઓથી બાયપાસ સર્જરી પાર પાડવાનો વિક્રમ જેમના નામે છે, અમદાવાદની મરેન્ગો સીમસ હોટેલના બ્રાન્ડ અને કદાચ ગુજરાતમાં અંગદાનના સાયલન્ટ પ્રણેતા કહીએ તો વધુ પડતુ નહી કહેવાય તેવા તબીબ એટલે ડો. ધીરેન શાહ..!
-----

૧૭૦૦૦ જેટલી બાયપાસ સર્જરીનો વિક્રમ સર્જનાર ડો. શાહ કહે છે કે, ૭ પ્રકારની બાયપાસ તકનીક સૌથી સલામત છે
• હદયને અસ્થાયી રૂપે બંધ કરી થતી સર્જરી
• ધબકતા હદયની સર્જરી
• પગની નસોના બદલે ડાબી-જમણી આંતરીક સ્તન ધમનીઓના ઉપયોગ દ્વારા થતી સર્જરી
• પાંસળીઓ વચ્ચેનાના ચીરા દ્વારા કરાતી સર્જરી, જેમાં છાતીના પીંજરાને વચ્ચેથી 
    ખોલવામા આવતી નથી
• રોબોટીક હાર્ટ સર્જરી  • હાઈબ્રીડ કોરોનરી બાયપાસ સર્જરી

Comments

COMMENT / REPLY FROM