Trending News
સ્થાનિક સમાચાર

ગડાપુઠા ડેમના ઓગનનું કામ નબળુ હોતા સરપંચે વિરોધ નોંધાવ્યો

08 July

તાલુકાના કાયલા નાની સિંચાઈના ૧૬ ડેમોના કામોમાં ભ્રષ્ટાચાર




નખત્રાણાનું સિંચાઈ ખાતું ભ્રષ્ટાચારથી ખદબદે છેઃ ધારાસભ્ય પી.એમ. જાડેજાએ સંકલનમાં પણ કામ બાબતે ઉધડો લીધો છેઃ જિ.વિ.અ. સિંચાઈના ડેમોની ઝીણવટ ભરી તપાસ કરાવે તો અનેક અધિકારીઓના તપેલા ચડે : ના.કા.ઈ સ્થાનિક કચેરીએ હાજર રહેતા જ નથી : પ્રાંત અધિકારીએ તપાસ કરાવવી જોઈએ 


નખત્રાણા : ભારે વરસાદથી નખત્રાણા તાલુકાના નાની સિંચાઈના ડેમોના તકલાદી કામોનું પોલ પાધરી થઈ છેે, ત્યારે તાલુકાના નાની અરલ ગ્રામ પંચાયતના સેજામાં આવેલા કાયલા નાની જળ સિંચાઈના ગડાપુઠા ડેમના ઓગન, પાળપેચિંગ તથા જંગલ ઝાડી સફાઈના એક મહિના અગાઉ થયેલા નબળા કામને કારણે ઓગન વિસ્તારમાં આવતાં નાની - મોટી અરલ ગામ તથા વાડી, ખેતરોના જાનમાલની સુરક્ષા માટે જોખમી બન્યા છે. 
નાની અરલ ગ્રામ પંચાયતના સરપંચ દિલાવરસિંહ જાડેજાએ વહિવટીતંત્ર અને ધારાસભ્ય પી.એમ. જાડેજાને લેખિત જાણ કરી છે. ધારાસભ્ય જાડેજાએ આ ગંભીર પ્રશ્ન અંગે સંકલનની બેઠકમાં સિંચાઈ ખાતાના અધિકારીનો ઉધડો લીધો હતો. સરપંચે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગડાપુઠા ડેમનું પેચિંગ અને જંગલ સફાઈ કામ તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવ્યું પણ મંજૂર કામ ૧ર મહિનાના સમય પછી વરસાદની સીઝન નજીક હોય ત્યારે એક મહિના અગાઉ એજન્સી દ્વારા કરવામાં આવેલ છે. અને કામ ગુણવતા વગરનું નબળુ હોય છે. આ નબળા કામની વિભાગની પણ જાણ કરાઈ છે, છતાં કોઈ ઉકેલ નથી. ડેમનું સારી હાલતનું પેચીંગ કામ હતું, પણ રાતોરાત એજન્સી દ્વારા કામ તોડી અધુરૂ મુકી દેવાયું છે, ત્યારે ભારે વરસાદથી ડેમ ઓગનતા લોકો, જાનમાલ માટે નુકશાન થઈ રહ્યો છે. ત્યારે વહિવટીતંત્ર તાકીદે પગલાં ભરે. બીજીતરફ તાલુકાના ૧૬ ડેમોના કામોમાં પણ ભ્રષ્ટાચાર મોટા પાયે થયો છે, તેની તપાસ પણ કરવામાં આવે તો મસમોટૂં કૌભાંડ બહાર આવે તેમ છે.

..........

Comments

COMMENT / REPLY FROM