ગુજરાત આઈપીએસ એસો.ના ઉપપ્રમુખ પદે જી એસ મલિકની વરણી
મનોજ અગ્રવાલ બન્યા પ્રમુખ : અન્ય હોદ્દેદારો પણ વરાયા : ગુજરાત આઈપીએસ એસો.ના હોદ્દેદારો વરાયા
ગાંધીધામ : ગુજરાત આઈપીએસ એસોસિએશનની બેઠક પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે અધિકારીઓની પસંદગી કરવા માટે બોલાવવામાં આવી હતી. એસોસિએશને સહમતિપૂર્વક હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં પ્રેસિડેન્ટ મનોજ અગ્રવાલ, વાઇસ પ્રેસિડેન્ટ જી.એસ. મલિક, સચિવ નિપુણા તોરવણે, ખજાનચી તરીકે એન.એન. ચૌધરી જયારે એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોમાં પિયુષ પટેલ, ગગનદીપ ગંભીર, વિરેન્દ્ર યાદવ, વિશાલ વાઘેલા, સુનિલ જોશી, કરણરાજ વાઘેલા, પાર્થરાજ ગોહિલ, રાજેશ ગઢિયા, રાજદીપ ઝાલા, ઓમપ્રકાશ જાટ, વિશાખા ડાબરાલની વરણી કરવામાં આવી હતી. બેઠકનો સમાપન નવી ચૂંટાઈ આવેલી એસોસિએશન ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
---------

Comments