Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં જ્વેલર્સ પેઢીના ભાગીદારને ભાગના એક કરોડ ન આપી ઠગાઈ કરાઈ 

08 July



લાયસન્સ ન હોવા છતાં પેઢીને ૬૦ લાખ વ્યાજે આપી ગુનો આચર્યાની ફરિયાદ નોંધાઈ 


ભુજ : શહેરમાં હોસ્પિટલ રોડ પર આવેલ જ્વેલર્સ પેઢીના ભાગીદારને એક કરોડ રૂપિયા ન આપી ઠગાઈ કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ઘનશ્યામનગરમાં રહેતા જયેશભાઈ પ્રેમજીભાઈ સોલંકીના જણાવ્યા પ્રમાણે ર૦૧૬થી ર૦રપ દરમિયાન આ બનાવ બન્યો હતો. ફરિયાદી તથા આરોપી મોટા ભાઈ કિશોરભાઈ પ્રેમજીભાઈ સોલંકી અગાઉ સોની પ્રેમજી ગોવિંદજી કે.જે.જ્વેલર્સ સોના-ચાંદીની સંયુક્ત પેઢી ચલાવતા હતા ત્યારે બે કરોડ રૂપિયા આરોપી શ્રીજીનગરમાં રહેતા ભરત નાનાલાલ બુદ્ધભટ્ટીને આપવામાં આવ્યા હતા. જે પૈકી ફરિયાદીએ ભરત પાસે પોતાના ભાગના એક કરોડ રૂપિયા માંગ્યા હતા. જે રૂપિયા ફરિયાદીને આપવામાં આવતા ન હતા. આરોપી ભરતને જે-તે સમયે કે.જે.જ્વેલર્સ પેઢીના દ્વારા વિશ્વાસ રાખીને બે કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જે પૈકી ફરિયાદીના ભાગના એક કરોડ રૂપિયા પરત આપવામાં આવ્યા નહીં અને ભરત અને કિશોરભાઈએ ભેગા મળી રૂપિયા પચાવી પડવાનું કાવતરૂં કર્યું હતું. કિશોરભાઈના કહેવાથી ભરતે આ કૃત્ય કર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ભરત નાનાલાલ બુદ્ધભટ્ટી (સોની) સામે પાસે નાણા ધીરનારનું કોઈ લાયસન્સ ન હોવા છતાં સોની પ્રેમજી ગોવિંદજી કે.જે.જ્વેલર્સ પેઢીને ૬૦ લાખ રૂપિયા વ્યાજે આપી વ્યાજ મેળવી ગુનાહિત કૃત્ય કર્યું હતું. બી-ડિવિઝન પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી પીઆઈ જે.કે.મોરીએ આગળની તપાસ 
હાથ ધરી છે. 


.........

Comments

COMMENT / REPLY FROM