જીગર તો જુઓ આ મુંબઈગરા ચીટ્ટરોની કે, જેમણે ગાંધીધામ સંકુલના જાગતા વેપારી સુખરાજ પરીવારને અંધારામાં રાખી જમીન હડપ કરી.!
કચ્છ બહાર વસતા જમીન માલિકો સાવચેત રહેજો : આવા કિસ્સા વધ્યા છે.!
જે જમીન વિવાદાસ્પદ છે, જે જમીનના સાચા હકકદાર બોગસ ખેડુત ખાતેદાર બનેલા હોય, તો સરકારીનીતીઓ અનુસાર તે જમીન વેંચી શકાતી જ નથી, ઉપરાંત પણ ભચાઉ પટ્ટામાં આવેલી આ કરોડોની કિમંતી જમીન અમુક જમીન માફીયાઓએ વેંચી મારતા ગાંધીધામ સંકુલમાં જામી છે ચર્ચા.ઃ જે પાર્ટી મજબુત અને વર્ચસ્વ ધરાવતી હોય, જે જમીનને લઈને ખુબજ સજાગ રહેતી હોય, અને તે જમીન પાછી બોગસ ખેડુત ખાતેદારના નામે બોલતી હોય, તેમ છતા પણ વેંચસાટ કરી કરોડોનો સોદો પાડનારા ચીટ્ટરોને તો ખરેખર અભિનંદન જ
આપવા જોઈએ..! : જાગૃત જમીન માલીકને પણ આ ચીટ્ટરો ઉલ્ટા ચશ્મા પહેરાવી ગયા, તેમની જમીનનો પણ બારોબાર સોદો પાડી દીધો તો, જેઓ
નીંશ્ચિત બનીને બેઠા છે, તેમની જમીનોમાંં તો આ મુંબઈ ઘરી ચીટ્ટર ટોળકી શું -શું ખેલ નહી કરતી હોય..?
ગાંધીધામ : વાગડમાં મુંબઈગરાઓની જમીન બારોબાર વેચસાટનો કિસ્સો તાજેતરમાં જ લાકડીયા પટ્ટાનો સામે આવવા પામી ચૂકયો છે. જાણકારો કહી રહ્યા છે કે, આવા પંદરથી વીસ કિસ્સાઓતાજેતરમાંજ ભચાઉ સહિતના આસપાસના પટ્ટામાં બનવા પામી ગયા છે. સાચા માલિકની જાણ બહાર ડમી આધારો ઉભા કરી લેવામાં આવી રહયા છે અને જમીનોના સોદા માલીકની જાણ બહાર જ પડી રહ્યા હોવાની આ ઘટનાઓ ચિંતાજનક છે.
એકતરફ લાકડીયાની જમીનનો કીસ્સો સપાટી પર આવવા પામ્યો છે તો બીજીતરફ ભચાઉના જ એક ગામનો આવો જ ચોંકાવનારો કિસ્સો જે ગાંધીધામ સંકુલથી લઈ અને મુંબઈ સુધી જોડાતો ચર્ચામાં આવવા પામ્યો છે. વાત સહેજ વિગતે માંડીએ તો કચ્છના સતત વધતા ઔદ્યોગીક કરણ તથા મોદી સરકાર અને ગુજરાત સરકારની વિકાસશીલ નીતીઓના લીધે અહી આવી રહેલા નવા નવા પ્રકલ્પો થકી અહીની જમીનોના ભાવો આંસમાનને આંબી રહ્યા છે ત્યારે ભુ માફીયાઓ અને કેટલાક ભજેાબાજ તત્વો પણ નીતનવા કૌભાંડો આચરી અને જમીનોની સોદાબાજીઓ કરી રહ્યા હોવાની ચર્ચાઓ સામે આવવા પામતી રહેતી હોય છે. દરમ્યાન જ તાજેતરમાં જ ગાંધીધામની એક જાગૃત પાર્ટી વેપારી સુખરાજ પરીવારની ભચાઉના ગામડામાં આવેલી જમીન પર મુંબઈ અને કચ્છના બની બેઠલા ભેજાભાજ ભુમાફીયાઓએ બારોબાર વેંચી મારવાની પેરવી કરી હોવાની ચર્ચા સામે આવી છે.હવે અહી સવાલો એ થવા પામી રહ્યા છેકે એકતરફ જે જમીન વિવાદીત છે, જેમાં માલીક બોગસ ખેડુત ખાતેદાર બન્યા છે તો સરકાર દ્વારા ઘડાયેલા કાયદાઓ અને નીતીઓઅનુસાર તેનું વેંચાણ તે માલીક કરી શકતો નથી, પરંતુ મુંબઈઘરા આ અમુક ભેજાબાજ ચિટ્ટરો ભેજાની એવી કમાલ કરી છે કે આ બોગસ ખેડુતખાતેદાર રહેલા માલીકની જમીન બારોબાર સોરાષટ્રની કોઈ પાર્ટીને વહેચી મારી છે. સંકુલના જાણકારોને નવાઈ તો એ વાતની જ લાગી રહી છે કે, જે જમીન માલીક સાચા છે તેઓ ખુબજ જાગૃત અને સદાય જાગતા રહેનાર જમીલ માલિક છે, ખુબ જ મોટુ વર્ચસ્વ ધરાવનાર પાર્ટી છે, અને એ બધાયથી ઉપર જમીન બોગસ ખેડુત ખાતેદારની માલીકીની પણ હોવાનુ ચર્ચાય છે છતા પણ મુંબઈગરીઠગ ટોળકી આ જમીનનો વેચસાટ કરી ગઈ તે વાત સૌને વધારે અંચબિત કરનારી છે. અને આટઆટલી જાગૃત અને પ્રભુત્વ વાળી તાકાતવાર પાર્ટી હોવા છતા તેને ભનક પણ ન આવી અને જે ઠગટોળકીએ મુંબઈમાી બોગસ અને ડમીઆધારો ઉભા કરી અને આ જમીન સૌરાષટ્રમાં કોઈનેજો ખરેખર વેંચી મારવાની કીમીયો સફળતાથી પાર પાડયો હોય તો આ ઠગ ટોળકીને શાબાશી જ આપવી પડે, અભિનંદન જ આપવા પડે. કારણ કે આ ઠગટોળકીએ કોઈ નવા નીશાળીયાને મુર્ખ નથી બનાવ્યા બલ્કે ગાંધીધામ સંકુલની જમીન માર્કેટમાં સદાયસક્રીય, જાગૃત, વગદાર પાર્ટી તરીકેની મોટી છબીધરાવનારને છેતર્યા છે.
આ અંગે જાણકારો કહી રહ્યા છે કે, એક બાજુ સરકાર વિવાદી જમીનો, બોગસ ખેડુત ખાતેદારની જમીનો વેચાણ થઈ શકે તેમ ન હોવાનો કાયદો અમલી બનાવી નીતીઓ ઘડી ચુકી છે તો પછી બીજીતરફ આ જમીન વેંચાણ થઈ કેવી રીતે?ભચાઉ પટ્ટામાં જમીનની માલીકી ધરાવતી ગાંધીધામની આ વેપારી પાર્ટી જમીનના વિષયની ખુદ ખાં મનાય છે, તેવી પાર્ટીનો માલજો ચીટ્ટરો ભેગા થઈ અને સગેવગે કરી દેતા હોય તો એ ચિટ્ટરો કેટલા સાતીર્ગ દીમાગ
વાળા હશે! જાણકારો એટલે જ કહી રહ્યા છે કે મુંબઈગરી આ ઠગટોળકીને અભિનંદન આપવા જોઈએ કે એક જાગૃત વેપારી-જમીન માલીકની જમીન તેની જાણ બહાર, તેને અંધારામાં રાખી અને સોદો પાર પાડી દીધો.
..................
તપાસ કરો, કે આવી જમીનોની માહીતી ચીટ્ટરો સુધી
કયા સરકારી વિભાગમાથી જ પહોચી રહી છે..?
ગાંધીધામ : ઘર કા ભેદી લંકા ઢાયેની ઉકિત હાલમાં કચ્છમાં ખાસ કરીને ભચાઉ આસપાસના પટ્ટામાં જમીનોના મોટા પ્રકરણો સામે આવવા પામી રહ્યા છે જેમાં ચીટીંગ કરી અને જમીનો હડપ થવા પામી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, આ બાબતે હકીકતમાં તપાસ કરવી હોય તો એ તરફ જ કરવી જોઈએ કે મુંબઈના ઠગ ટોળકીને કચ્છના છેવાડાના ગ્રામીણ વિસ્તારોમાં આવી જમીનોની રજેરજેની મહેસુલી માહીતીઓ પહોચાડે છે કોણ? રજીસ્ટ્રાર કચેરીમાંથી આ માહીતી પહોચે છે, મામલતદારમાથી કે પછી ડે.કલેકટરની કચેરીથી કેટલાક બની બેઠેલા ભ્રષ્ટ તત્વો આવી ઠગટોળકી સાથે સેટીંગ કરી અને આવી જમીનોની માહીતીઓ પહોચાડી રહ્યા છે?
..........
લાકડીયાનો કિસ્સો છે તાજો..!
ભચાઉ-સામખીયાળી પટ્ટામાં આવા
૧પ- ર૦ કીસ્સાઓ થઈ ચૂકયા છે..!
તલાટી-સરપંચો જાગતા રહે : કચ્છ કે ગુજરા બહાર વસતા મુળ જમીન માલીકોને ચેતવે : કારણ કે સૌથી વધારે વિશ્વાસ આવા કિસ્સાઓમાં તલાટીઓ-સરપંચો પર જ રહી શકે, તેઓ જ આવી જમીનોની જીણામાં જીણી માહીતીઓથી હોય છે અવગત
ગાંધીધામ : મુંબઈમા રહેતા વાગડવાસીઓના ખોટા આધારો ઉભા કરી તેમની માલીકીની જમીન મુળ માલીકનીઅજાણતાથી વેચસાટ અન્યોને કરવામાં આવતા હોવાના કિસ્સો તાજેતરમં જ લાકડીયા વિસ્તારનો બનેલો છે. અને પોલીસે મુંબઈમાંથી એક શખ્સનેપકડયો છે. ત્યારેજાણકારો કહી રહ્યા છે કે, મુંબઈમાં રહેતા અને લોકોની જમીનોપોતાના વતન વાગડ પંથકમાં જે આવેલી છે તેમાઅમુકમાં વાવેતર માટે ખેડુતો રખાયા છે તો અમુકમાં નથી. આવીકોઈ ગતવીધી ન થતી હોય તેવી જમીનો એક ટોળકી શોધતીરહે અને બાદમાં મુંબઈરહેતા એક શખ્સનેતેની જાણ કરી જમીનની વિગતોએકઠી કરી સાચા જમીન માલીકના આધારકાર્ડ સહીતના દસ્તાવેજો ઉભા કરીતમાં અન્ય કોઈના ફોટા લગાડી દેવામા આવતા હોય છે અને બાદમાં ગ્રાહક શોધીને આ જમીન બારોબાર સાચા માલિકનીઅજાણતાથી ખરીદનારાઓને વેચી મારવામાં આવી રહ્યા છે. લાકડીયાનો જે કિસ્સો સામે આવ્યો છે તે તો પાસેરામાંપુણી સમાન છે. ભચાઉ-સામખીયાળી-છાડવારા ઉપરાંતના અલગ અલગ પટ્ટાઓમાં આવી ઘટનાઓના વિવિધ કીસ્સાઓ બનવા પામ્યા હોવાનુ મનાય છે. તલાટી અને સરપંચો તથા પ્રજાજનોનેજાગૃત રહેવાની છે. ખાસકરીને તલાટી અને સરપંચો આ બાબતે વધારે સચેત રહે. અને બહાર વસતા જમીન માલીકોને જાગૃત કરે કે આવા કિસ્સાઓ બની રહ્યા છે. કારણ કે બહાર વસતા જમીન માલીકોને સૌથી વધારે વિશ્વાસ જો કોઈપણ કેળવીશકાયતો એ તલાટી અને સરપંચો પર હોય છે. તેઓ સ્થાનિક જમીનનીરજેરજની માહીતીથી અવગત રહેતા હોય છે.
.............

Comments