ભુજ એરપોર્ટ પર આપતકાલિન મોકડ્રીલ યોજાઈ
ભુજ : ભારત સરકારના સિવિલ એવિએશન મંત્રાલયના નિર્દેશ અનુસાર વિમાન દુર્ઘટના કે, પ્લેન ક્રેસ જેવી પરિસ્થિતિમાં ત્વરીત પ્રતિક્રિયાની કાર્યવાહી હેતુ ફુલ સ્કેલ ઈમરજન્સી મોકડ્રીલનું આયોજન કરાયું હતું. ભુજ ભારતીય વિમાની પતન પ્રાધિકરણ અને ભારતીય વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રીલમાં કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ, જિલ્લા વહિવટીતંત્ર, જિલ્લા પોલીસ પ્રશાસન, ભુજ ફાયર વિભાગ અને જિલ્લા આરોગ્ય વિભાગે ભાગ લીધો હતો. ભુજ એરપોર્ટથી ૭ કિલોમીટર દૂર આપતકાલિન (ઈમરજન્સી)ની સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઈમરજન્સી રિસ્પોન્સ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. મોકડ્રીલમાં ભાગ લેનાર તમામ એજન્સીઓ નિર્ધારીત સમયમર્યાદામાં દુર્ઘટના સ્થળે પહોંચી હતી. અને અગ્નિશમન સહિતની મેડિકલ ઈમરજન્સી કાર્યવાહીનો અભ્યાસ કર્યો હતો. મોકડ્રીલ બાદ એરપોર્ટ નિર્દેશક નવીનકુમાર સાગર દ્વારા વકતવ્ય અપાયું હતું. જિલ્લા વહીવટીતંત્ર અને ઈન્ડિયન એરફોર્સ દ્વારા સ્થાનિક સૂચનો રજૂ થયા હતા.
-----

Comments