લાકડિયાની કિંમતી જમીન બારોબાર વેચી દેવાના કેસમાં મુંબઈથી આરોપી પકડાયો
ગાંધીધામ : વાગડ પંથકમાં મુંબઇગરાઓના ખોટા આધારો ઊભા કરી તે આધારે તેમની કિંમતી જમીનો બારોબાર વેચી દેવાનાં કૌભાંડમાં મુંબઈથી આરોપી પકડાયો છે. એલ.સી.બી.એ મુંબઇથી પકડી
પાડયો હતો. મુંબઇમાં રહેતા જે લોકોની વાગડ પંથકમાં જમીન આવેલી છે તે પૈકી જે જમીનમાં કોઇ ગતિવિધિ ન થતી હોય તેવી જમીનો એક ટોળકી શોધતી હતી અને બાદમાં મુંબઇ રહેતા એક શખ્સને તેની જાણ કરી જમીનની વિગતો એકઠી કરી બાદમાં તેના સાચા માલિકના ખોટા આધારકાર્ડ વગેરે દસ્તાવેજ ઊભા કરી તેમાં અન્ય કોઇના ફોટા ચોંટાડવામાં આવતા હતા ગ્રાહક શોધીને આ જમીન બારોબાર સાચા માલિકની જાણ બહાર વેચી નાખવામાં આવતી હતી અને જો સાચા માલિકને જાણ થાય તો સમાધાનકારી વલણ અપનાવી તેમની પાસેથી તગડી રકમ પડાવાતી હતી. દરમ્યાન લાકડિયા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં છેલ્લાં એકાદ વર્ષથી ફરાર મૂળ સામખિયાળીના અને હાલે દહીંસરમાં રહેતા પરેશ દામજીભાઈ ગડાને મુંબઈથી પૂર્વ કચ્છ એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સામે બે ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

Comments