મનપાના મોટાપેટવાળા અધિકારીના પ્રતાપે સતત બેટમાં ફેરવાતુ ગાંધીધામ સંકુલ..!
વરસાદમાં શહેર-સંકુલના વિવીધ વિસ્તાર પાણીમાં ગરકાવ : જળબંબાકારની સ્થિતી, શહેરીજનો-રાહદારીઓએ ભોગવી પારાવા મુશ્કેલી : વરસાદના લીધે એકતરફ પાણીનો નિકાલ ન હોતા જળ ભરાઈ રહે છે તો બીજીતરફ વરસાદ બંધ થયા બાદ ચોતરફ કાદવ-કીચડ અને ગંદકીનું ફેલાયેલ છે સામ્રાજય : સફાઈના કામ સમ ખાવા પુરતા પણ નથી થતા, મહાકાય રોગચાળો ફાટી નીકળશે તો કોની જવાબદારી?
ગાધીધામમાં ગત રાત્રીના ૧.૮૯ મીમી પાણી પડયુ તો આજે સવારે આઠથી ૧૧ વાગ્યા સુધીમાં બે ઈંચ વરસાદ વરસ્યો
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામને નગરપાલિકામાથી મહાનગરપાલિકાનો દરજજો તો મળ્યો પરંતુ જાણે કે તે મુસીબતોનો સુડલો પણ પોતાની સાથે તાણી લાવ્યો હોય તેવો તાલ થવા પામી ગયો છે. મનપાતંત્રના મોટાપેટવાળા અધિકારીઓ માત્ર અને માત્ર એસી ચેમ્બરમાં બેસી અને વહીવટ ચલાવવામાં જ માનતા હોય તેમ વરસાદી સ્થિતીમાં શહેરમાં ઠેર ઠેર જળભરાવની ગંભીર અવસ્થામા સર્જાવવા પામી રહી છે. વરસાદી નાળા સફાઈમાં ચલકચલાણાઓ જ ચલાવ્યા હોવાથી વરસાદમાં પાણી શહેરમાં બેક થઈ રહ્યુ છે. નિકાલના અભાવે શહેરના અનેકવીધ વિસ્તારમાં કેડસમા પાણી ભરાઈ રહ્યા છે. ગાંધીધામ સંકુલ સતત વરસાદમાં બેટમાં ફેરવાઈ રહ્યુ છે. નામદાર કોર્ટ સંકુલની આસપાસાં પણ પાણીનો ભરાવો થઈ ગયો છે, સુંદરપુરી ચાર રસ્તા પાસે પણ તળાવ જેવી સ્થિતી સર્જાઈ ગઈ છે તો ગાયત્રી મંદીર રોડ પાસે પણ પાણી ભરાઈ જવાથી વાહનચાલકો, રાહદારીઓને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી ગયો છે. લોકોને આશા હતી કે નગરપાલિકામાથી મહાનગરપાલિકા થશે તો સુવિધાઓ મળશે પરંતુ હાલનુ તંત્ર તો નગરપાલિકાને પણ સારૂ ગણાવી જાય તેવી સ્થિતી સર્જાયેલી જોવાઈ રહી છે. સરકાર દ્વારા વરસાદમાં પ્રજા પીડીત ન થાય તે માટે લાખોની રકમ પ્રીમોનસુન પ્લાન માટે આપવામા આવતીહોય છે પરંતુ તે રકમ જાણે કે પાણીમાં જ ગરકાવ થઈ ગઈ હોય તેમ સંકુલના અનેકવીધ વિસ્તારો પાણી પાણીથવા પામી રહ્યા છે. વરસાદી પાણી જયા કયા નામ પુરતા ઓસરી રહ્યા છે ત્યાં ગંદકી, કાદવ કીચડનુ સામ્રાજય સૃજાઈ જવા પામ્યુ છે અને તેનાથી મોટા રોગચાળાની વકી પણ સેવાઈ રહી છે.
..............
કલેકટર રોડ પર ગેરકાયદેસર કેબીનો દુર નહી કરો
ત્યા સુધી વરસાદી જળબંબાકારનો છુટકારો નહી મળે
વરસાદી પાણીના વહેણને રોકતા અમુક કેબીનોની વચ્ચે તો દીવાલો ચણી દેવાઈ છે, તે કેમ દુર નથી કરવામા આવતી? મનપાતંત્ર કેમ નથી બનતું ગંભીર?
ગાંધીધામ : ગાંધીધામ સંકુલમાં વરસાદી જળબંબાકારની સતત સ્થિતી સર્જાઈરહી છે. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, જયા સુધી કલેક્ટર રોડ ગેરકાયદેસર પર અમુક કેબિન ધારકો વરસાદી પાણીનું નિકાલ બંદ કરી દેતા ડ્ઢમ્ઢ જઙ્ઘટ ંષ્ઠટ હ્વહ્વડ નોર્થ વિસ્તાર અને મુખ્ય માર્કેટ માં વરસાદી પાણી રેલવેકોલોની ગેટ થી નિકળી ને ઘરો અને દુકાનો મા ઘૂસી રહ્યું છે. અહી સવાલ થાય છે કે, શા માટે મહા
નગરપાલિકા કલેક્ટર રોડનું નાળા બેન્ડ કરાયેલું વરસાદી પાણી નું રસ્તો ખુલી નથી કરતી , શું કામ વરસાદી નાળા પાણી જવાની સામે રેતી ન ટોપરા , સિમેન્ટ ના ઓટલા , અને ઇંટો ની દિવાલ બનાવી છે ટેક્સ ભરતી
પ્રજા ગેરકાયદેસર કેન્બિન ધારકો ના લીધે ભોગવી રહી છે તકલીફ તેની કોઈ નેાધ કેમ નથી લવાતી?

Comments