- તો કચ્છમાં પણ સુરત જેવો જ ઓનલાઈન ગેમીંગ શેરબજારના નામે કરોડોના ડબ્બાટ્રેડીંગનો થાય ખુલાસો
સ્ટેટ મોનીટરીંગ સેલની જાબાંજ ટુકડી ત્રાટકે
સુરતમાં તાજેતરમાં જ ડેવલપર્સ-બાંધકામના વ્યવાસની ઓફીસની આડમાં શેર બજારની મોટી ટીપ સહિત વગેરે લલચામણા ઓનલાઈન ગેમીંગના નેટવર્કનો કરાયો છે પર્દાફાશ : ૯૦૦ કરોડથી વધુના ટ્રાન્જેકશન લાગ્યા છે હાથ, જો કચ્છમાં પણ બહારની એજન્સી ત્રાટકશે તો ભુજ-ગાંધીધામ-અંજાર-ભચાઉ સહિતના વિસ્તારોમાં શેર બજારના નામે ડબ્બા ટ્રેડીંગ તથા ઓનલાઈન ગેમીંગના નામે જુગારના હાટડાઓ પકડાઈ શકે તેમ છે : આ પ્રકારના બેનામી વ્યહવારો-કાળા નાણાંની હેરફેરમાં અમુક આંગડીયા પેઢીઓની પણ ભુંડી ભુમિકા આવી શકે છે સામે
ભુજમાં ન્યુ સ્ટેશન રોડ વિસ્તાર, આરટીઓ સર્કસ આસપાસ ઉપરાંતના વિસ્તારોમાં આવા ડબ્બાટ્રેડીંગના હાટડાઓ ધમધમતા હોવાની છે ચર્ચા : અંજારમાં પણ ડબ્બા ટ્રેડીગના મોટાપાયે ધમધમે છે અડ્ડા
ગાંધીધામ : રાતો રાત રૂપીયા કમાવી લેવાના શોર્ટકર્ટ આધુનીક સમયકાળમાં ઘણા જ વધતા જાય છે તે પૈકીનો એક શેરબજારના નામે ડબ્બા ડ્રેટીગ તથા ઓનલાઈન ગેમીંગના પાછળ ગેમ્પબલીંગ-જુગારના હાટડાઓની ઠેર-ઠેર બોલબાલા રહેલી હોવાનુ સાબીત થતુ કારનામુ તાજેતરમાં જ પોલીસે સુરતમાંથી પકડી લીધી છે. સુરત પોલીસની આ સમગ્ર ટીમને ખરેખર અભિનંદન આપવા જોઈએ જેઓએ ૯૪પ કરોડના વ્યહવારવાળા આ મોટા કૌભાંડનો પર્દાફાશ કરી દીધો છે. જાણકારો કહી રહ્યા છે કે, જો સ્ટેટ મોનીટરીંગ કે વિજિલન્સની કડક અધિકારીઓની ટુકડી આ જ રીતે કચ્છમાં પણ તવાઈ બોલાવે તો અહીથી પણ શેરમાર્કેટના નામે ડબ્બાટ્રેડીગના મોટા માયાજાળનો ખુલાસો થવા પામી શકે તેમ હોવાનુ
મનાય છે.આ પહેલા વાત સહેજ ટુંકમાં સુરતમાં બનેલી ઘટનાની કરીએ તો તાજેતરમં જ રાજકોટ, તા.૦૧ઃ સનરાઈઝ ડેવલપર્સ સહિત વિવિધ કંપનીઓની આડમાં ડબ્બા ટ્રેડિંગ વિવિધ રમતોના નામે કરોડોનો જુગારના ઓનલાઇન ગેમ્પિંગનો પર્દાફાશ સુરત
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડીસીપી
રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઇ અતુલ સોનારા ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ન માત્ર સુરત બલ્કે ગુજરાતના સીમાડા વટાવી મુંબઈની જુગારી આલમમાં સન્નાટી મચી ગયો છે.તપાસનીશ પ્રાથમિક તબક્કે જક હી રહ્યા છે કે, ઝડપાયેલ ગેંગના આરોપીઓના સૌરાષ્ટ્ર સહિત રાજયના અલગ અલગ જિલ્લાઓમાં કનેક્શન મોટા પ્રમાણમાં ખુલવા પામેલ છે. ત્યારે કચ્છમાં પણ જો આ કેસની તપાસનીશ એજન્સીની એક ટુકડી ત્રાટકે અથવા તો એસએમસી તપાસ કરે તો ઓનલાઈન ગેમીગ ક્રીકેટ-ફુટબોલ સહિતનાઓના સટ્ટાખોરો, ડબ્બાટ્રેડર્સના મોટા નેટવર્કનો ખુલાસો થઈ શકે તેમ છે. ભુજ-અંજાર-ગાંધીધામ-આદિપુર-ભચાઉ-મુંદરા સહિતના પટ્ટામાં આવા જ સટ્ટોડીયાઓ મોટા પ્રમાણમા ફુલ્યા ફાલ્યા હોવાનુ ચર્ચાય છે. અહી જાણકાર તો એમ પણ કહી રહ્યા છે કે આ ક્રીકેટ ઓનલાઈન
ગેમીંગ સટ્ટા-ડબ્બા ટ્રેડીંગવાળા ખાખીના અમુક બની બેઠેલા વહીવટદારોની સાથે તગડા મોટી રકમના સેકસન ગોઠવીને જ આ હાટડાઓ ચલાવતા હોય છે એટલે જો આ તપાસનીશ ટુકડી કે પછી એસએમસીએ અહી તવાઈ બોલાવી તો ખાખીના કેટલાક પલળેલા તત્વોના ચહેરાઓ પણ બેનકાબ થવા પામી શકે છે તેવી વકી સેવાઈ રહી છે.
..............
આ રહી મોડસ ઓપરેન્ડી.!
ગાંધીધામ : હાઈપ્રોફાઈલ જીવન શૈલી જીવવા માટે આ કામોના પંકાયેલા અમુક તત્વો એક બીજા સાથે મળી એકબીજાના મેળાપીપણામાં સમાન હેતુ
પાર પાડવાના ઈરાદે ગુનાહિત પુર્વ આયોજીત કાવતરૂ રચી સોફ્ટવેર
ડેવલોપર્સ થકી ઝ્રટ્ઠજૈંઙ્મી ૯ તથા જીર્ંષ્ઠા ખ્તર્િુ વિગેરે શેરમાર્કેટ ટ્રેડીંગ લગત વેબ સોફટવેર ગેરકાયદેસર ડેવલોપ કરાવી અલગ અલગ સોશીયલ મિડીયા પ્લેટ ફોર્મ થકી શેરમાર્કેટમાં ટ્રેડીંગ અંગેની જાહેરાતો આપી અપાવડાવી અલગ અલગ ગ્રાહકોને વિશ્વાસમાં લઈ ગ્રાહકો ઉભા કરી ગ્રાહકોને યુઝર આઈ.ડી અને પાસવર્ડ આપી ગેરકાયદેસર રીતે ડેવલોપ કરેલ વેબ સોફટવેર થકી ગ્રાહકોને લોભામણી સ્કીમ આપી રોકડમાં તેમજ ઓનલાઈન મારફતે રોકાણ કરાવી શેરમાર્કેટ ટ્રેડીંગ થકી છેતરપીડી કરી તેમજ પ્રતિબંધિત મ્ઈ્ હ્લછૈંઇ.ર્ઝ્રંસ્, દ્ગઈર્ઠંદ્ગ ઈઠઝ્રૐ. ર્ઝ્રંસ્. ઁછફછદ્ગઈઠઝ્રૐ, ઈદ્ગય્ન્ૈંજીૐ ૯૯૯ વિગેરે વેબ સોફટરવેર થકી યુઝર આઈ.ડી અને પાસવર્ડ આપી ક્રિકેટ, ટેનીશ, ફુટબોલ વિગેરે સ્પોર્ટ લગત તેમજ કસીનો ગેમીંગ રમાડી મસમોટી રકમો
પડાવી/મેળવી ભોગબનારના જાણબહાર બેંક અકાઉન્ટ ખોલી અને તેમાં ઉપરોકત ગેરકાયદેસરની પ્રવૃતિઓના પૈસા જમા કરી કરાવડાવી ઉપાડી આ મેળવેલ રકમ અલગ અલગ જગ્યાઓ ઉપર ઈન્વેસ્ટ કરી ગંભીર ગુનાને અંજામ આપતા હોય છે.
.........................
ડબ્બાટ્રેડીંગથી સરકારને સિકયુરીટી ટ્રાન્ઝેકશન ટેક્ષનો
અધ..ધ કરોડોનો આ ટોળકીઓ ચોપડે છે ચુનો..!
મોટાપાયે ટેક્સચોરી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડયું હતુ : ક્રીકેટ સટ્ટામાં આ જ રીતે ગેમીંગના બહાને ભાડુઆતી બેંક એકાઉન્ટ મારફતે કરોડોના વ્યહવારો
આદિપુરના રાજના પોલીસ ફરીયાદમાં નામો સામે આવવા પામી જ ચૂકયા છે : જો એ કેસની તપાસ ઘનિષ્ઠ થાય તો પણ ગેમીગ-સટ્ટામાં કઈકના પગ તળે રેલો આવવા પામી શકે તેમ છે
ગાંધીધામ : આવા કાંડના સુત્રધારાો દ્વારા શેરમાર્કેટ ટ્રેડિંગ લગતા વેબ સોફ્ટવેર થકી તેમજ પ્રતિબંધિત એપ થકી ડબ્બા ટ્રેડિંગ અને ક્રિકેટ, કસિનો, ફૂટબોલ, ટેનિસ જેવી ગેમ્સ પર બેનામીધંધા કરતા હતા.પોલીસ તપાસમાં રૂ. ૯૪૩ કરોડના વેબ સોફ્ટવેર મારફતે અને ૪.૬૨ કરોડના બેંક એકાઉન્ટ્સ મારફતે એમ કુલ ૯૪૮ કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. કૌભાંડીઓએ સિક્યોરિટી ટ્રાન્જેક્શન ટેક્સ તથા અન્ય જરૂરી ટેક્સ નહિ ભરી મોટાપાયે ટેક્સચોરી કરી સરકારી તિજોરીનો મોથો આર્થિક ચુનો પણ ચોપડયો છે. અને જો આ રીતની તપાસ કચ્છમાં કરવામ આવશે તો અહીથી પણ આવા બારોબાર ડબ્બાટ્રેડીંગના ખેલીઓના પગ તળે પણ રેલો આવવા પામશે.

Comments