- તો કંડલા-મુંદરા બંદરો પર કસ્ટમના ભ્રષ્ટ તત્વોના કઈક કાળાધોળાના નેટવર્કનો થાય પર્દાફાશ
ઝડપાયેલા હવાલદારતો પાસેરામાં પુણીસમાન છે, ઉંડી તપાસ કરો
કંડલા બંદર પર આયાત-નિકાસ થતા માલ-સામાન માટે આવતી ટ્રકો પેટે ગેટ પર ઉભા રહેતાકસ્ટમના હેડ હવાલદારે એક પેઢી પાસેથી ૧૦ હજારની લાંચ માંગી તો અન્ય કેટલા પાસેથી તે કેટકેટલી લાંચ નહી લેતો હોય? આ રકમ કયા પહેચતી હશે? જો હવાલદાર કક્ષાનો અધિકારી આવી કનડગતો કરી જતો હોય તો અપ્રેઈઝર, પીઓ, એસપી, અને તેથી ઉપરી અધિકારીઓની સેકસન-વહીવટની રકમ તો ધ્રુજારો અપાવવા સમાન જ બની રહેતી હશે..!
ઝડપાયેલ હવાલદાર જિજ્ઞેશમાં આટલી બધી હિમતો આવે કયાંથી કે તે ૧૯૭ જેટલી ટ્રકો-વાહનોમા હપ્તાઓ બાંધી લે? ચોકકસથી ઉપરી લાપરવાહ ભ્રષ્ટ અધિકારીઓના ૪ હાથ રહેલા જ હોય..! ગેટ પર થતી હપ્તાવસુલીમાં જીજ્ઞેશની સાથે કોણ કોણ છે સંડોવાયેલા? મુળીયા ઉલેચવા બની રહ્યા છે ખુબ જરૂરી
ખાટલે મોટી ખોટ : લાંચ રૂશ્વત બંદરો પર જેટલા મોટા પ્રમાણમાં સ્વીકારાય છે, તેટલી જ કાયદાઓની અમલવારીમાં છટકબારીઓ રખાય છે તે તો નકકી જ છે, તો પછી આ કરોડોની લાંચને સરકારી રેવેન્યુનો લોસ કેમ ન ગણાય?
ગાધીધામ : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિદેશી હુંડીયામણ દેશમાં તાણી લાવી અને જીડીપીને ઉંચો લઈ જવા માટે કંઈ કેટલાય પ્રયાસો કરી જ રહી છે, અને તે પૈકીના જ એક એવા દરીયાઈ વેપાર વાણીજયમાં વેપારીઓને તકલીફો ઓછી થાય, ટ્રેડ સ્મુથ ચાલે, સમય શકિત બચે, ભ્રષ્ટાચાર અટકે તે માટે ફેશલેશ સિસ્ટમ અમલી બનાવી છે. પરંતુ કહેવાય છે ને કે કાયદો તો બને જ તોડવા માટે છે. આ જ તાલે કચ્છમાં કાર્યરત બંદરો પર પાછલા અમુક સમયથી સતત ચર્ચાનુ કારણ બનતા રહે છે. અહી મિસડીકલેરેશન સહિતના કૌભાંડો ખુબજ ગંભીર પ્રકારના પકડાતા રહે છે ત્યારે કસ્ટમવિભાગના ભ્રષ્ટાચારીઓનો ત્રાસ પણ સતત ટ્રેડમાં ચર્ચાનુ આવરણ બનતો રહે છે અને હવે જયારે પૂર્વ કચ્છમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આ ચર્ચાઓને સાચી જ ઠેરવતી જ લાલઆંખ ભરી કાર્યવાહી કંડલા બંદર પર ગેટ પર સેવારત રહેલ કસ્ટમના હેડ હવાલદારને લાંચ લેતા રંગે હાથ પકડી પાડયો છે ત્યારે તો જાણકારો કહી રહ્યા છે કે, બંદરો પર ભ્રષ્ટાચારનો સડડો હજુ પણ એટલો જ વકરેલો છે તેમા કોઈ શંકાને સ્થાન નથી.
આ મામલે સંકુલનો પ્રબુદ્વવર્ગ વધુમાં કહી રહ્યો છે કે, કંડલા બંદરે જે કસ્ટમનો હેડ હવાલદાર ઝડપાયો છે તે તો માત્ર અને માત્ર પાસેરામાં પુણી સમાન જ છે, જો ખરેખર તપાસ કરવામા આવશે તો કંડલા અને મુંદરા
બંદર પર કસ્ટમના ટોપ ટુ બોટમ સુધીના ભ્રષ્ટાચારીઓનો એક મોટો અને વ્યાપક માયાજાળ જ સર્જાયેલો હોવાનુ સામે આવવા પામી શકે તેમ છે. અહી સવાલ એવો પણ થાય છે કે, જો કંડલામાં ગેટ પર કાર્યરત એક હવાલદાર ગાડીઓ પાસેથી આટલી લાંચ સ્વીકારતો હોય અથવા તો માંગતો હોય, તો અહી આવતી રોજ બરોજની ગાડીઓની સંખ્યા કયા જાય છે? આ ભ્રષ્ટચાર અને લાંચની રકમનો આંક કેટલે પહોંચતો હશે? હેડહવાલદાર આટલી હીમંત કરતો હોય તો તેની ઉપર પી.ઓ., અપ્રેઈઝર, એસપી, આસી. અને ડે.કમિશ્નરો સહિતનાઓ કઈકની જવાબદારીઓ બનતી હોય છે કે,આવા કોઈ ભ્રષ્ટ કારનામાઓ ન થાય તેની તકેદારી રખાય? પરંતુ આ હવાલદાર અહી પકડાયો છે ત્યારે જો અન્યો પર પણ એસીબી વક્રદ્રષ્ટી કરે તો કઈક મોટા ભ્રષ્ટચારના માયાજાળનો ખુલાસો થઈ શકે છે તેમ મનાય છે.
..............
ટ્રાન્સપોર્ટરની હિંમત સરાહનીય : કસ્ટમના અન્ય
ભ્રષ્ટ તત્વો સામે ફરીયાદ માટે આવો આગળ...!
ગાંધીધામ : મુંદરા અને કંડલા બંદરનો વિકસીત ધમધમાટ દેશ-દુનીયામાં નોધ લેવાતો રહે છે. અહી આયાત નિકાસ થતી ચીજવસ્તુઓમાં કસ્ટમના ભ્રષ્ટ તત્વો કનડગતો ઉભી કરતા રહેતા હોય છે. અને તે બાબતે કંડલામાં એક જાગૃત ફરીયાદી આગળ આવ્યા છે અને તેઓ પાસે કસ્ટમના હેડ હવાલદારે માંગેલી રકમ તેઓએ આપવાના બદલે એસીબીમાં ફરીયાદ કરી છે ત્યારે ખરેખર આ જાગૃત ફરીયાદી અથવા તો ભેાગગ્રસ્ત જો ટ્રાન્સપોર્ટર હોય તો તેમની હિમંત સરાહનીય જ કહેવાય. ખરેખર આવા ભ્રષ્ટતત્વોથી ડરવાના બદલે જે કોઈને પરેશાની કરવામાં આવતી હોય તેઓએ આગળ આવવુ જોઈએ અને ફરીયાદ કરવી જ ઘટે. આ તો હવાલદાર પકડાયો છે પરંતુ આવા એકાદ -બે કેસમાં ઉચ્ચ અધીકારીઓને પણફીટ કરવામા આવશે તો આપોઆપ અહી ભ્રષ્ટચાર પર રોક આવશે અને વેપારીઓ-ટ્રાન્સપોર્ટર સહિતનાઓને રાહત થવા પામશે.
..........
કસ્ટમના આવા ભ્રષ્ટ તત્વોના લીધે
સલામતી માટે ઉભુ થઈ જશે જોખમ?
લાંચ માટે કસ્ટમના ટોચના ભ્રષ્ટ તત્વો છુટ જ આપી દેશે,તો કન્ટેઈનરોમાં આરડીએકસ-વિસ્ફોટકો પણ આવી જશે? ડ્રગ્સના જથ્થા, પ્રતિબંધિત સિગારેટ, સોપારીની દાણચોરી તો બેફામ થતી જ રહે છે? બાકી શું રહ્યુ છે?
ગાંધીધામ : મુંદરા-કંડલા બંદર દેશના વ્યાપાર વાણીજયને લઈને દરીયાઈ ક્ષેત્રે અનેકવિધ મહત્વતા ધરાવી જ રહ્યા છે પરંતુ દેશની સલામતી માટે પણ આ બંદરોની અગત્યતા ઓર વધી જાય છે તે ન ભુલવુ જોઈએ. આ બંદરો અહીના કસ્ટમવીભાગના ભ્રષ્ટ તત્વોના લીધે સતત ચર્ચામાં જ રહે છે. ત્યારે જાણકાોર કહી રહ્ય છે કે, અહીથી અનેકવિધ વસ્તુ દાણચોરીયુકત પકડાતી જ રહે છે ત્યારે હવે કંડલામાથી એક ભ્રષ્ટ હવાલદારને પણ લાંચ લેતા દબોચી લેવામા આવ્યો છે તે વખતે તો વિચારવાની જરૂર છે કે, અકસ્ટમના ભ્રષ્ટાચારીઓ રૂપીયાની માટે કંઈ પણ કરી જાય તેમ છે. સોપારી, પ્રતિબંધિત વિદેશી સિગારેટ તથા ડ્રગ્સના પણ તગડા જથ્થાઓ અહીથી પકડાઈ જ ચુકયા છે તો હવે પૈસા માટે કરીને કસ્મટવાળાઓ અહીથી દેશની સલામતી સામે જોખમ સર્જતા હથિયારો પણ ઠાલવવા નહી દે તેની શું ખાત્રી?
..........
ગુજરાતના ચીફ કસ્ટમ કમિશ્નર મુંદરા-કંડલામાં
કેમ ન કરે સામુહીક સાફસફાઈ
ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના મુંદરા અને કંડલા બંદર પર કસ્ટમ વિભાગને લગતી મોટી અને ગંભીર ફરીયાદો આવતી જ રહેતી હોય છે. કયારેક ઈમેઈલ મારફતે વાતો ફરતી થાય છે તો કયારેક એકાદ છુટ્ટો છવાયો કેસ પણ સામે આવવા પામી રહી છે. પરતુ પાછલા અમુક સમયથી જે રીતે આ બંદરો પર કસ્ટમવિભાગની લાલીયાવાડીઓ સામે આવી રહી છે ે જોતા ખરેખર કસ્ટમના રાજયના ચીફ કમિશ્નરશ્રીએ ગંભીરતાથી વાત સમજવી ઘટે અને અહી સામુહીક સાફસફાઈ કરવી જરૂરી બની રહી છે. જુના અને પેંઘી ગયેલા અમુક અધિકારીઓ ભ્રષ્ટ નેટવર્ક ઉભા કરી દીધા છે અને મોટાપાયે અહી ભ્રષ્ટચારને મોકળુ મેદાન જ મળી જવા પામ્યુ હોવાની સ્થિતી સર્જાયેલી છે.
............

Comments