Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના સિવિલ ડિફેન્સ ડેપ્યુટી કન્ટ્રોલર  ધવલ પંડ્યા આઈએએસ બન્યા

05 July



સુરત અને વડોદરા કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે અનુભવ ધરાવતા અધિકારીનો લાભ ગાંધીધામ કોર્પોરેશનને મળે તો મહાનગરના વિકાસને મળે નવી પાંખ 

ગાંધીધામ : કચ્છમાં સિવિલ ડિફેન્સના ડેપ્યુટી કન્ટ્રોલર ડી.કે. પંડ્યાનો ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ (આઈએસ)ની ગુજરાત કેડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર અને રાજપીપડામાં એસડીએમ તરીકેનો અનુભવ ધરાવતા અધિકારી આઈએએસ બન્યા છે. આ સાથે તેમના માટે રાજ્ય અને કેન્દ્રિય વિભાગોમાં સંભવીત પોસ્ટિંગ સહિત વ્યાપક વહીવટી જવાબદારીઓ સંભાળનો માર્ગ મોકળો થયો છે ત્યારે સરકાર તેમને ગાંધીધામ મહાનગરપાલિકામાં મોટી જવાબદારી સોંપે તો તેમના અનુભવનો લાભ કચ્છને પણ મળી શકે છે. 
ગાંધીધામ મિનિસિપલ કોર્પોરેશનના કમિશનર મિતેષ પંડ્યાની બદલી તથા તે સ્થાન પર રાજ્યની બે કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકેની નોંધપાત્ર જવાબદારી સંભાળનાર ધવલ પંડ્યાને જવાબદારી સોંપવામાં આવે તો મહાનગરના વિકાસને વેગ મળશે. 
૧૪ માર્ચ ૧૯૭૭ ના જન્મેલા ધવલ પંડ્યાએ બીટેક સુધીનો અભ્યાસ કર્યા બાદ વર્ષ ર૦૦પથી રાજ્ય સેવામાં જોડાયા હતા. ર૦૦૮ મા તેમને રાજકોટ ગ્રામ્ય મામલતદાર તરીકે જવાબદારી સોંપાઈ હતી ત્યારબાદ રાજપીપડામાં એસડીએમ અને સુરત તેમજ વડોદરામાં ડેપ્યુટી કમિશનર તરીકે ત્રણ-ત્રણ સેવાઓ આપી હતી. હાલ તેઓ કચ્છમાં સિવિલ ડિફેન્સમાં ડેપ્યુટી કન્ટ્રોલર તરીકે ફરજ બજાવી રહ્યા છે. કચ્છમાં ઓપરેશન સિંદૂર તેમણે સિવિલ ડિફેન્સની તાલીમને ઝુંબેશ સ્વરૂપે હાથ ધરી હજારો કચ્છવાસીઓને સિવિલ ડિફેન્સની પ્રાથમિક તાલિમ ઉપલબ્ધ કરાવી હતી. તેમની કામગીરી રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીમાં અવ્વલ રહી હતી. વર્ષ ર૦રપ તેમણે ૧૦ હજારથી વધુ લોકોને તાલીમ ઉપલબ્ધ કરાવી હતી. 

 

Comments

COMMENT / REPLY FROM