Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉના રામવાડીના તસ્કરોના પરોણા : લાખોની મત્તા ચોરાઈ 

05 July


ભચાઉ : વાગડના મુખ્ય મથક એવા ભચાઉ વિસ્તારમાં તસ્કરોએ પરોણા કર્યા હોય તેમ રામવાડીમાં એક સાથે ચારથી પાંચ મકાનોને નિશાને બનાવવામાં આવ્યા છે. જેમાં લાખોની મત્તા ચોરાઈ છે. 
આ બાબતે સ્થાનિકેથી મળતી માહિતી પ્રમાણે રામવાડીમાં શિક્ષક સહિત ચારથી પાંચ મકાનોમાં તાળા તૂટ્યાં હતાં. જેમાં લાખોની મતા ગઈ છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ભચાઉ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. હાલ ભોગ બનનાર દ્વારા ચોરીમાં કેટલો મુદ્દામાલ ગયો તેની ગણતરી કરવામાં આવી રહી છે. પોલીસે અલગ અલગ વિસ્તારોના કેમેરા ચકાસવા સહિતની ગતિવિધી હાથ ધરી છે. ચોરીના કારણે લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ગત રોજ નગરપાલિકા પાસે આવેલ જૈન દેરાસરમાં ચોરી થઈ હતી. તસ્કરો અહીંથી પરચુરણ સામાન ચોરી ગયા હતા. જોકે, આ કિસ્સામાં ફરિયાદ નોંધાવાઈ ન હતી. તેવામાં મોટી ચોરી થતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અગાઉ પણ ઘંટીચોક, ફુલવાડી, રામવાડી, દેરાસર સહિતના વિસ્તારમાં ચોરી થઈ ચૂકી છે. ઉપરાઉપરી લાખોની માલમતા તફડાવી જતા ભચાઉ વિસ્તારમાં ગેંગ ઉતરી હોય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભચાઉ પોલીસે આજે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી શકમંદોને ઉઠાવી પુછપરછનો દોર હાથ ધર્યો છે.

Comments

COMMENT / REPLY FROM