કચ્છમાં ઠેરઠેર ઉભા થયેલા ક્રિકેટ બોકસની સ્ટ્રકચર સ્ટેબિલીટીની તપાસ કયારે ?
જો જો કયાંક કચ્છમાં ન થાય સુરતવાળી...
સુરતના કતાર ગામમાં ભારે વરસાદ અને પવનના કારણે ક્રિકેટ બોકસનું માળખું ધરાશાયી : હાલે ક્રિકેટ બોકસ બનાવવા અંગે કોઈ નિયમ ન હોવાથી સંચાલકો પોતાની સુઝબુઝથી બનાવે છે માળખું
કચ્છના જાગૃત ખેલ પ્રેમીઓએ વ્યકત કર્યો મત : રાજકોટમાં ગેમ જોનમાં લાગેલી આગ સહિત અનેક ઘટનાઓ બાદ તંત્ર દોડતું થયુ હતું પછી જેશે થેની પરિસ્થિતિ...
ચોમાસાની સીઝનમાં કોઈ દુર્ઘટના સર્જાય તે પૂર્વે ક્રિકેટ બોકસની સક્ષમતા અને ખેલાડીઓની સુરક્ષાની ચકાસણી જરૂરી
ભુજ : દેશના મહાનગરોની જેમ હવે કચ્છમાં પણ બોકસ ક્રિકેટની ઘેલછા યુવાવર્ગમાં વધી છે. જિલ્લા મથક ભુજથી કચ્છભરના શહેરી અને મુખ્ય વિસ્તારોમાં બોકસ ક્રિકેટના સ્ટ્રકચરો વધ્યા છે. યુવાનો રૂા. પ૦૦ થી માંડી રૂા. બે હજાર સુધીના ભાડા ચુકવી બોકસ ક્રિકેટની રમત રમતા થયા છે. ભુજ, માધાપર અને આસપાસના વિસ્તારોમાં અનેક સ્થળો પર ખુલ્લા પ્લોટમાં લોખંડની જાળીના કોર્ડન ઉભા કરી બોકસ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી દેવાયા છે. તાજેતરમાં સુરતના કતાર ગામમાં ભારે પવન ફુંકાતા બોકસ ક્રિકેટનું માળખું ધરાશાયી થઈ જવાની ઘટટના બની હતી. સુરતમાં બનેલી આ ઘટનાથી કચ્છમાં આડેધડ ઉભા થઈ રહેલા બોકસ ક્રિકેટના માળખાઓની સક્ષમતા અને ખેલાડીઓની સલામતી અંગે સવાલો ઉઠયા છે.
હાલે કચ્છમાં બોકસ ક્રિકેટની રમતનો ક્રેઝ ખુબ વધ્યો છે. યુવાનો નાણા ખર્ચી આ રમતનો આનંંદ માણી રહ્યા છે. કચ્છમાં અનેક સ્થળો પર ખુલ્લા પ્લોટમાં બોકસ ક્રિકેટના માળખાઓ ઉભા થયા છે. હાલે ક્રિકેટ બોકસ બનાવવામાં કોઈ નિયમ નથી. ક્રિકેટ બોકસના સ્ટ્રકચર સ્ટેબિલીટીને લઈ કોઈ ધારાધોરણો ન હોવાથી સંચાલકો પોતાની સુઝબુઝથી માળખું ઉભું કરાવતા હોય છે. સામાન્ય રીતે ક્રિકેટ બોકસ ખુબ ઉંચા બનાવવામાં આવતા હોય છે. જો કે ખાનગી પ્લોટમાં ટેમ્પરરી સ્ટ્રકચર જેમ ઉભા કરવામાં આવેલા લોખંડની જાળીના મહાકાય ક્રિકેટ બોકસ ખેલાડીઓ માટે ચોમાસામાં ભારે પવન અને વરસાદ વચ્ચે જોખમી બની શકે છે. સુરતના કતાર ગામમાં મહાકાય ક્રિકેટ બોકસ ભારે વરસાદ અને પવનના કારણે ઉડી ગયું હતું. ત્યારબાદ સફાળા જાગેલા મ્યુનિસીપલ કોર્પોરેશને શહેરમાં સાત જેટલા ગેરકાયદેસર ક્રિકેટ બોકસ સીલ કરી દીધા હતા.
સુરતના કતાર ગામમાં બનેલી આ ઘટના લાલબતીરૂપ છે. કચ્છમાં અનેક સ્થળો પર ખાનગી પ્લોટમાં ક્રિકેટ બોકસ માળખા ઉભા કરાયા છે. ત્યારે તેની સ્ટ્રકચર સ્ટેબીલીટી સહિતની તપાસ કરવામાં આવે તે ઈચ્છનીય છે તેવું જાગૃત ખેલપ્રેમીઓ જણાવી
રહ્યા છે.

Comments