Trending News
સ્થાનિક સમાચાર

લખપતમાં સીએમ ગૌમાતા પોષણ યોજનામાં ગેરરીતીની ગંધ : લાખોની સબસીડી ચાંઉ..?

05 July

જિલ્લા પશુપાલન અધિકારીનો કેમ ન લેવાય ઉધડો ? : રાજય પશુપાલન વિભાગ કેમ ન કરે લાલઆંખ?


જે મહત્વકાંક્ષી યોજનાના લાભો આપવાના ધારાધોરણો નકકી કરવામાં સમીતીમાં સભ્ય પદે જિલ્લા કલેકટર-ડીડીઓ-તાલુકા વિકાસ અધિકારી-મામલતદાર- જિલ્લા પશુપાલન અધિકારી સહિતનાઓ સભ્ય છે, તે સમીતી પણ કેવી રીતે રહી ગઈ અજાણ : નકારાત્મક અહેવાલ અગાઉનો હતો જ તો જિ.પશુપાલન અધિકારીએ આ સકારાત્મક અહેવાલની ખરાઈ કરી અને ટીડીઓને ફેરવિચારણા-તપાસ માટે શા માટે ન મોકલાવ્યો?


વાડાઓને સબસીડી આપવા પાત્ર નથી, માળખાગત સુવિધાઓનો અભાવ છે તેવો નકારાત્મક અહેવાલ જિલ્લાસ્તરની સમીતીએ સ્થળ ચકાસણી બાદ જાન્યુ.ફેબ્રુઆરીમાંજ સુપરત કરી દીધો હતો, તેને જ ફરીથી હકારાત્મક અહેવાલ સાથે આ રકમો ચાંઉ કરવાની પરવાનગીમા કોણે કરી મદદગારી? તપાસ થવી જોઈએ અને તે સરકારી લાપરવાહ બાબુઓની પાસેથી જ રકમની કરવી જોઈએ રીકવીરી


પશુદીઠ ૩૦ રૂપીયાની સબસીડીનો ગેરલાભ લેવાયાની ઉઠી ફરીયાદ : પ્રાઈવેટ ખાનગી માલીકીની ભેંસોને વાડામાં દેખાડીને 
પ્રતિ માસ ૩ લાખની સબસીડી ઉસેડી લેવાઈ : 
સ્થાનિક પ્રશાસનની આંખે પાટ્ટા કે ભ્રષ્ટ અંધાપો?


• આવી ફરીયાદથી હું અવગત નથી, છતા પશુપાલન અધિકારી પાસેથી આ અંગેની તટસ્થ તપાસ કરાવીશુ, અને જો ખોટું થતુ હશે તો કાયદેસરની કાર્યવાહી થતી હશે તે કરીશુ : શ્રી ગૌતમ ઉત્સવ (જિલ્લા વિકાસ અધિકારીશ્રી કચ્છ)
• આ બાબતે અમારા તાલુકા સ્તરેથી ફરીયાદ આવી હતી, ચુકવણા થઈ ગયા બાદ વાતો ધ્યને આવી છે, હવેના હપ્તાના ચુકવણુ ખરાઈ વિના નહી થાય, અગાઉનું ચુકવણું થઈ ગયુ છે તે સબબનુ માર્ગદર્શન ઉચ્ચ અધિકારીનું મેળવીને પગલા લઈશુ, અગાઉ નકારાત્મક અહેવાલ હતો એ મારા ધ્યાને વાત થોડી મોડેથી આવેલી છે, : શ્રી ડો. નાથાણી(જિલ્લા પશુપાલન અધિકારી)


ગાંધીધામ : એકતરફ કચ્છના અબોલ પશુધનના પોષણ અને સરંક્ષણને માટે રાજય સરકાર તથા મુખ્યપ્રધાન ભુપેન્દર્ભાઈ  અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ સહીતનાઓ વિવિધ ભથીરથ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે બીજીતરફ કયાંક ને કયાંક એ જ સરકારના અમુક બની બેઠેલા માટીપગા લાપરવાહોની બેદરકારીના લીધે આવા ઉમદા પ્રયાસો અને યોજનાઓના કચ્ચરઘાણ નીકળવા પામી રહ્યા હોવાની સ્થિતી બની રહી છે. કચ્છમાં પણ આવો જ એક ઘટનાક્રમ પાછલા અમુક સમયથી ભારે આંતરીક ઉહાપોહ સર્જી રહ્ય હોવાનુ સા સામે અવી રહ્યું છે. 
આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત કરાવાઈ છે અને તેમાં નીયમો અને ધારાધોરણો અનુસારની પાંજરાપોળ અને વાડાઓને પશુઓના નિભાવ માટે એક પશુદીઠ ૩૦ રૂપીયાની સબસીડી આપવામાં આવી રહી છે. પણ લખપત પટ્ટામાં અમુક વાડાઓમાં આ યોજના તેમની કમાણીનું સાધન બની ગઈહોય તે રીતે પ્રજાના ટેક્ષના પૈસાથી મળતી આ સબસીડી મેળવી ચૂકયા હોવાની ફરીયાદ ઉઠી રહી છે. અહી પ્રાઈવેટ માલીકીના અબોલ જીવોને રાખવામાં આવી રહ્યા છે જે વાડામાં હોતા જનથી, જો સરપ્રાઇઝ ચેકીગ કરવામાં આવશે તો આ ભોપાળુ મોટુ બહાર આવી શકે તેવી ફરીયાદો ઉપજવા પામી રહી છે. 
આ બાબતે જો સહેજ વિગતે વાત કરીએ તો ગુજરાતના મૃદુ અને મકકમ મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અબોલજીવો પ્રત્યે કરૂણા દર્શાવતી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અમલી બનાવી હતી અને તેઓએ આવા પશુઓના નિભાવ-સરંક્ષણ  અને પોષણ માટે ગૌવાડાઓ જે ખોલે અને અબોલ પશુઓના માટે એક પશુ દીઠ નિભાવના ૩૦ રૂપીયાની સબસીડી આપવામાં આવી રહી છે. કચ્છમાં પણ વરસાવરસ આ સબસીડી અપાતી હોય છે અને કયાંક ને કયાંક તેમાં ગેરવહીવટ અથવા તો ક્ષતીઓને લઈને પણ ચર્ચાઓ સામે આવતી રહેતી હોય છે. 
દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર લખપત વિસ્તારમાં પણ તાજેતરમાં જ અમુક વાડાવાળાઓએ આ સબસીડીની રકમનો નિયમ વિરૂદ્ધ લાભ લીધો હોવાની ફરીયાદો સપાટી પર આવવા પામી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, પશુઓની  સંખ્યા જે દર્શાવી છે તે અનુસાર ૩૦ રૂપીયાની સબસીડીનો લાભ લેવો હોય તો સરકાર 
દ્વારા તેના ધારાધોરણો નકકી કરવામ આવ્યા છે, જે ધારાધોરણો પૂર્તતા કરવામાં લખપતના આ બે થી ત્રણ વાડાવાળાઓ મામલે જિલ્લા કક્ષાની સમીતીએ ગત જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં જ નકારાત્મક અહેવાલ આપેલો હતો અને તે બાદ તેમને સબસીડી ન હોતી અપાઈ પરંતુ એપ્રીલ માસમાં આ વાડાઓને નીચલા સ્તરેથી સરકારી તંત્ર દ્વારા સકારાત્મક અહેવાલ અપાતા સબસીડી આપવામં આવી રહી હોવાનું સામે આવી રહ્યુ છે અને તેને લઈને જ સવાલ થઈ રહ્યા છે કે, જે સરકારી ધારાધોરણો, માળખાગત સુવિધાઓ, ઈન્ફ્રાસ્ટ્‌કચર અહી પુરતુ ન હતુ તે એકાદ માસમાં જ ઉભુ કરી લેવાયુ છે ખરૂ? અથવા તો મામલતદારશ્રી સહિતનાઓની કક્ષાએથી જે અહેવાલ સકારાત્મક આપવામં આવ્યો છે તો આ જ વાડાવાળાઓ મામલે નેગેટીવ અહેવાલ હોવાનુ તો જિલ્લા પશુપાલન અધિકારીના જ રેકર્ડ પર હાથમાં જ પડયુ છે, તેઓએ કેમ આ બાબતે જાત તપાસ અથવા તો ક્રોસ વેરીફીકેશન કે પછી તાલુકા વિકાસ અધિકારી અથવા તો મામલતદારે આપેલા અહેવાલની ફેરચકાસણીઓ કરવાની સુચના ન આપી? એવો કયો વણઆલખેલાયેલો સરકારી નિયમ હતો કે, નીચલી કક્ષાએથી સકારાત્મક અહેવાલ આવે તો સબસીડી ચુકવી જ દેવાની થાય છે? આવા ગંભીર સવાલો ઉભા થવા પામી રહ્યા છે.



.......................


- તો નવ લાખ રૂપીયા સબસીડીની લ્હાણી થઈ ગઈ કહેવાય.!


ગાંધીધામ : જો અબોલજીવ ગાય અથવા તો ભેંસનો વાડામાં નિભાવ જ ન થતો હોય, ખાનગી માલીકીની હોય તો સરકારે સબસીડી ચુકવી જ શેની? સ્થાનિકે કોણે કોણે આ બાબતેની ચકાસણીઓ કરીને ચુકવણાઓ કર્યા છે? પશુઓની સંખ્યા જો ૩૦૦ બતાવી હોય અને દીવસની એક પશુદીઠ ૩૦ રૂપીયા સબસીડી અપાઈ હોય તો એક દિવસની આ સંચાલકને નવ હજાર અને પ્રતિમા ર લાખ ૭૦ હજાર જો આવુ ત્રણ અથવા ચાર માસથી ચાલ્યુ આવ્યુ હોય તો અત્યાર સુધીમાં નવ લાખ જેટલી સબસીડી આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે મેળાપીપણા કરીને ચુકવાઈ ગઈ હોય તેમ માનવુ કદાચ વધુ પડતું નહી કહેવાય.



....................


કઈ કઈ હોવી જોઈએ માળખાગત સુવિધા?

• પશુઓના નિભાવની સબસીડી લેનાર વાડા સંચાલકે પશુઓની સંખ્યા અનુસાર પાણીના અવાડા બનાવવા પડે, પ૦૦ પશુઓનો શેડ, ઓફીસ, ગેટ, ઘાસ ગોડાઉન હોવા જોઈએ,
• જો ૩૦૦ પશુઓ હોય તો રપ૦ પશુઓ માટે ઘાસનો સ્ટોક રહે તેવા ગોડાઉન ફરજીયાત જોઈએ(વરસાદમાં ઘાસચારો રાખવો કયા?).
• જે વાડો મંજુર થયો હોય અબોલ જીવો તેમાં જ રહેવા જોઈએ, ચરવા ગઈ છે કે ખાનગી પાર્ટીની રાખી શકાતી નથી.

...................

સરકાર સાથે છેતરપીંડી કરનાર સંચાલક અને તેના
મદદગાર સરકારી બાબુઓ સામે ફોજદારી જ કરો.!


ગાંધીધામ : આ બાબતે જાણકારો કહી રહ્યા છે કે, આ રીતે તદન બેદરકારીપૂર્વક જાણતા કે અજાણતા ચુકવાઈ રહેલી સબસીડીની ફરીયાદ સરકાર તબક્કે પણ પહોચી છે અને પશુપાલન વિભાગ આ વિષયને ગંભીરતાથી લઈ રહ્યુ છે તો વળી બીજીતરફ જાણકારો આ તબક્કે એવી પણ માંગ કરી રહ્યા છે કે, આ કિસ્સામાં કડક અને ઘનિષ્ઠ તપાસ કરીે ચુકવાયેલી રકમની રીકવરી કરી અને સરકારની સાથે છેતરપીંડી કરનાર વાડાસંચાલક અને તેની સાથે મદદગારીમાં રહેનાર સરકારી બેદરકારોની સામે ફોજદારી રાહે કામગીરી થાય તેવા ધાક બેસાડતા પગલા ભરવા જોઈએ. 

Comments

COMMENT / REPLY FROM