ભુજના જૈન સંત ઉપાધ્યાયજી ચાર દાયકા બાદ ભુજ અચલગચ્છ સંઘમાં ચાતુમાર્સ માટે પધારશે
ભુજ : ૧૯૭પમાં કચ્છના પાટનગર ભુજ શહેરને આંગણે એક એવી વિરલ અને અજોડ ઘટના બનેલી. એક જ પરિવારના સમસ્ત કુટુંબે તા.ર૩ ફેબ્રુઆરી રવિવારના ભુજના સમસ્ત સાતે સાત જૈન સંઘોના આવકાર અને અને અભિનંદન સાથે જૈન દીક્ષા ગ્રહણ કરી હતી, જેમાં માતા, પિતા, ભાઈ અને બહેનનો સમાવેશ થતો હતો, જે ઘટનાને આ લખાઈ રહ્યું છે ત્યારે પાંચ વર્ષ વિતી ચૂક્યા છે. દરમ્યાનમાં પિતા મુનિ મહાભદ્રસાગરજી સો વર્ષ પૂર્વે અને માતા સાધ્વી અમિતાગુણાશ્રીજી બે વર્ષ પૂર્વે માંડવી નજીક આવેલા શિવમસ્તુ જૈન તીર્થ ખાતે સ્વર્ગવાસી બન્યા હતા. જ્યારે ચાલુ વર્ષે જૈન ધર્મના નિયમ અનુસાર વર્ષાઋતુમાં જે ચાર માસ એક જ સ્થળે વડીલ આચાર્ય ગુરૂની આજ્ઞા મુજબ રહેવાનું હોતા ભાઈ મહારાજ ઉપાધ્યાયજી પૂર્ણભદ્રસાગરજી જેઓ જૈન સમાજમધાં વર્ષોથી તેજસ્વી પ્રવક્તા પ્રવચનકાર તરીકે વિખ્યાત અને દીક્ષા જીવનના પ૦ વર્ષમાં જેઓએ મુંબઈ - મહારાષ્ટ્ર, એમપી, યુપી, બિહાર (ઝારખંડ) તેમજ કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રદેશોમાં અંદાજીત પ૦ હજાર કિલોમીટરના સુદીર્ઘ પ્રવાસ કરી ધર્મજાગૃતિ અને ભારતીય સંસ્કૃતિ સાથે સદ્દાચારની લહેર પ્રસરાવી છે. તેઓની સાથે એમના બહેન સાધ્વી મહાસતીજી મહાપદ્મગુણાશ્રીજી - મૈત્રીગુણાશ્રી પણ ચાતુર્માસ અર્થે ઘણા વર્ષો બાદ પધારી રહ્યા છે.
આ ચાતુર્માસ સત્રના આયોજક અચલગચ્છ જૈન સંઘના અધ્યક્ષ પ્રમુખ મહેન્દ્રભાઈ દામજી ઘીવાળાએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહારાજ સાહેબ તા.૬-૭ને રવિવારના કલાકે ભુજ પધારવાના હોઈ તેમના નગર પ્રવેશની બહુ મોટી તૈયારી કરાઈ રહી છે. આ અંગે ભુજના સમસ્ત સંઘો અને વિશિષ્ટ અગ્રણી મહાનુભાવો સહિત કચ્છના જૈન સંઘો અને મુંબઈના પૂજ્ય ગુરૂદેવના ભક્ત પરિવારો સાથે અગ્રેસર મુરબ્બીઓને ખાસ આમંત્રિત કરાયા છે. ચાર મહિના દરરોજ પ્રવચનો અને ધર્મ આરાધના ભક્તિનો રંગ જામશે, જેનો લાભ લેવા સાથે સૌને સહભાગી બનવા અનુરોધ કરાયો છે. ૧૯૮પમાં ભુજમાં ચાતુર્માસ કર્યું હતું. ત્યારબાદ ફરી ૪૦ વર્ષે ચાતુર્માસ માટે ભુજના જ પનોતા પુત્ર ભુજ પધારી રહ્યા છે, જેથી સમસ્ત ભુજ જૈન સંઘ હર્ષના હિલોળે ચડ્યું છે એવો માહોલ સર્જાયો છે.
---

Comments