Trending News
સ્થાનિક સમાચાર

એકોર્ડ હોસ્પિટલમાં ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન દ્વારા ‘વુમન્સ વેન્સડે’ કાર્યક્રમ ઉજવાયો

04 July


ભુજ : શહેર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેના માર્ગદર્શન હેઠળ એકોર્ડ હોસ્પિટલમાં “વુમન્સ વેન્ડસડે” ની ઉજવણી કરવામાં આવી હતી. 
આ કાર્યક્રમમાં મિશન કો-ઓર્ડીનેટર ફોરમબેન વ્યાસે સ્વથી સ્વપ્ન સુધીની ઉડાન ભરવા માટે સશક્ત બનીને અવાજ ઉઠાવવા જણાવ્યું હતું તેમજ વિભાગીય યોજનાની માહિતી આપવામાં આવી હતી. એકોર્ડ હોસ્પિટલના રીતુબેન જોષી દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી માહિતી પહોચાડવામાં આવે તેમ જણાવવામાં આવ્યું  હતું. કાર્યક્રમના અંતમાં પ્રશ્નોતરી દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગની કાર્યરત યોજનાના પેમ્ફ્લેટનું વિતરણ કરાયું હતું.  આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડીએચઈડબલ્યુના જેન્ડર સ્પેશ્યાલિસ્ટ પૂજાબેન પરમાર અને સ્પેશિયલ ફાઈનાન્સ લીટ્રસીના ક્રિષ્નાબેન ભુડિયાએ હેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં એકોર્ડ હોસ્પિટલના રીધ્ધીબેન દવે તથા હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
--------

Comments

COMMENT / REPLY FROM