Trending News
સ્થાનિક સમાચાર

મનફરામાં રેતીચોરીના ષડયંત્રનો પર્દાફાશ 

04 July



ભુજ : પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં રેતીચોરી અને ખનિજચોરીનું દુષણ વ્યાપક બન્યું છે. આ વિસ્તારમાં ખનિજચોરીનું ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે, ત્યારે ભચાઉ તાલુકાના મનફરામાં પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગની ટીમે રેતીચોરીના કારસાનો પર્દાફાશ કરી અંદાજીત ૧ કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો. 
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ કચ્છ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીની ટીમ દ્વારા શુક્રવારે તા. ૪-૭ના વહેલી સવારે ભચાઉ તાલુકાના મનફરા ગામના સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી, જેમાં સાદી રેતીના ગેરકાયદેસર ખનન અને વહન સબબ એક હ્યુન્ડાઈ કંપનીનું એસ્કેવેટર મશીન તથા એક ડમ્પર વાહનને સીઝ કર્યા હતા. આ તપાસ દરમ્યાન અંદાજીત રૂા. ૧ કરોડનો મુદામાલ જપ્ત કરી રેતીચોરી સબંધે કસુરવારો સામે ગુજરાત મિનરલ (પ્રીવેન્સ ઓફ ઈલીગલ માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) અધિનિયમ - ર૦૧૭ના નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ખનિજ વિભાગના સપાટાથી વાગડ પંથકમાં રેતીચોરી કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. 
----

 

Comments

COMMENT / REPLY FROM