Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિવર્સિટી અને ટ્રાન્સવર્લ્ડ ફર્ટીકેમ લિમિટેડ કંડલા વચ્ચે સંશોધન કરાર

04 July



ભુજ : ખેડૂતોને સસ્તા ભાવે ખાતરો મળે તે માટે સબસીડી પર સરકારનું નોંધપાત્ર નાણાં ખર્ચાય છે. ૨૦૨૫-૨૬ના બજેટમાં યુરિયા સબસીટી રૂા. ૧.૧૯ ટ્રિલિયનની ફાળવણી કરવામાં આવી છે, જે કુલ ખાતર સબ્સિડીઓનો મહત્વપૂર્ણ ભાગ છે, જેનું મૂલ્ય રૂા. ૧.૬૮ લાખ કરોડ થાય છે. યુરિયાના ભાવને સ્થિર રાખવામાં મદદ કરે છે, ભલે જ વૈશ્ચિક ભાવોમાં પરિવર્તન થાય. સરકારે ૪૫ કિલોગ્રામના યુરિયા બેગનો મહત્તમ રિટેલ ભાવ રૂા. ૨૪૨ નિર્ધારિત કર્યો છે, જે ઉત્પાદન ખર્ચની ચિંતા કર્યા વિના છે. યુરિયા સિવાય, અન્ય ખાતરો માટે પણ પોષક આધારિત સબસીડીઓ ઉપલબ્ધ છે, જે માટે ૨૦૨૫-૨૬માં રૂા. ૦.૪૯ ટ્રિલિયન સેટ કરવામાં આવ્યું છે. સબસીડીઓની યોજના ખેડૂતોને વૈશ્વિક બજારમાં ભાવમાં અસમાનતાનો ભાર ન વહન કરવાની મંજૂરી આપે છે. તેમ છતાં, સ્થાનિક ઉત્પાદન વધારવા માટેની પ્રયાસો છતાં, ભારત હજુ પણ યુરિયા અને ખાતર ઉત્પાદન માટેના કાચા માલમાં આયાત પર આધારિત છે.
કચ્છ યુનિવર્સિટી ભુજ અને ટ્રાન્સવર્લ્ડ ફર્ટીકેમ લિમિટેડ, કંડલા વચ્ચે ખાતર ઉપર કોટિંગ અંગે સંશોધન કરવા માટે એક મહત્વપૂર્ણ કરાર થયો છે. સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય ખાતરના હેન્ડલિંગ અને ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન થતી ધૂળના કારણે થતા નુકસાનને ઘટાડવું અને જમીનમાં ખાતરના થતા વ્યયને અટકાવવો તે છે. જે કૃષિ સંશોધન માટેનો એક મહત્વપૂર્ણ મુદ્દો છે. આ ડસ્ટીંગના કારણે માણસોને હેલ્થ ઉપર પણ ખુબ ખરાબ અસર પડે છે. ખાતર ઉપર કોટિંગ મટિરિયલના સંશોધનથી ન માત્ર ખાતરના હેન્ડલિંગ ખર્ચમાં ઘટાડો થશે પરંતુ માટીમાં નાઇટ્રેટ અને ફોસ્ફેટના પ્રમાણને નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે, જેના પરિણામે ખેડતોને મોટા પ્રમાણમાં ખાતરનો ઉપયોગ કરવાની જરૂર નહિ પડે. આ રીતે ખેડૂતો દ્વારા ખાતરના ઉપયોગમાં ઘટાડાથી સરકાર દ્વારા ખાતર માટે આપવી પડતી સબસીડીમાં નોંધપાત્ર બચત થશે, જે દેશના કુષિ બજેટ પર સકારાત્મક અસર કરશે. સંશોધન પ્રોજેક્ટથી ખેડતોને વધુ અસરકારક અને આર્થિક રીતે સસ્તી ખેતી કરવાની તક મળશે, જેનાથી તેઓ વધુ પ્રોડક્ટિવ અને નફાકારક બની શકશે. 
ડો. વિજયકુમાર આર. રામ, એસોસિએટ પ્રોકેસર, રસાયણશાસ્ત્ર વિભાગ, કચ્છ યુનિવર્સિટી સંશોધન માટે જરૂરી કેમિકલ્સ, ગ્લાસવેર, પૃથ્કરણ, પેટન્ટ ફાઇલિંગ વગેરે માટેનો ખર્ચ ટ્રાન્સવર્લ્ડ ફર્ટીકેમ લિમિટેડ, કંડલા દ્વારા આપવામાં આવશે. સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રેન્ચુલ સિંગલ સુપર ફોસ્કેટ માટે એક કોટિંગ સામગ્રી વિકસાવવા છે, જે હેન્ડલિંગ દરમિયાન ધૂળના નુકસાનને ઘટાડે. કરારની સાથે કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નવી તક અને ઉધોગ સાથેનો સહકાર પ્રાત થશે, જે કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ લાવશે. કરાર કરવા દરમ્યાન કચ્છ યુનિવર્સિટીના આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટમાંથી ડો. ગૌરવ ચૌહાણ, ટ્રાન્સવર્લ્ડના ફર્ટીકેમ લિમિટેડ કંડલાવતી પિયુષભાઇ ચંદે અને હિરેનભાઈ વોરા હાજર રહ્યા હતા. કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. અનિલ ગોર અને કુલપતિ ડો. મોહનભાઈ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કુલપતિ દ્વારા કચ્છ વિસ્તારમાંથી રો એટલે કે કાચો માલ બહાર દેશ અને વિદેશમાં જાય છે તેને બદલે કચ્છમાં જ પ્રોસેસ થઇ અને ફાઇનલ પ્રોડક્ટ બને અને માર્કેટમાં જાય તેવા સંશોધન કરવા જણાવેલ છે.
-----

Comments

COMMENT / REPLY FROM