Trending News
સ્થાનિક સમાચાર

હાજલદાદા અખાડા ભારાપરના મહંત  પુ.દેવજીરાજા હિંગલાજ શરણ પામ્યા

04 July



અખિલ કચ્છ કાપડી સમાજ-વૈષ્ણવ સાધુ સમાજ, સહીત આહીર સમાજ શોકમગ્ન  :  સમાધીયાત્રામાં ભાવિકો, ધર્મગુરૂઓ, સેવકો મોટી સંખ્યામાં જોડાયા :સમસ્ત આહીર સમાજનું અપાર શ્રદ્ધાનું સ્થાન હાજલદાદા ભારાપર જાગીરના મહંત દેવલોક થયાના સમાચાર અત્યંત દુખઃદ : વાસણભાઈ આહીર(પૂર્વ કચ્છી રાજયમંત્રી)


ગાંધીધામ : અખિલ કચ્છ કાપડી અને વૈષ્ણવ સાધુ સમાજના રાહબર તેમજ સમાજના પ્રમુખ હાજલદાદા અખાડા ભારાપરના મહંતશ્રી પ.પુ. દેવજીરાજા ગુરૂશ્રી મુળજીરાજા શ્રી આજ રોજ હિંગલાજશરણ પામ્યા છે. આ દુખદ સમાચારથી આહીર સમાજ સહિત પુ. દાદાના અનુયાયી વર્ગમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. આહીર સમાજના ગુરૂદ્વાર ભારાપર જાગીરના પુજય મહંત શ્રી દેવજીદાદા ગુરૂશ્રી મુળજી દાદા આરાજ રોજ તા. ૪/૭/ર૦રપના રોજ દેવલોક થયા છે. દાદાનો જીવ શિવમાં ભળી ગયો છે. આહિર સમાજના ગુરૂદ્વારા ભારાપર જાગીરના મહંત દેવજીદાદા ગુરૂશ્રી મુરજીદાદા આજે દેવલોક પામતા પંથકમાં શોકનું મોજુ છવાયું છે.અખિલ કચ્છ કાપડી વૈષ્ણવ સાધુ સમાજના ૩પ વર્ષથી પ્રમુખ રહેલા દેવજીદાદા ૭૮ વર્ષની વયે અનંતની વાટ પકડી હતી તેઓ સમૂહલગ્ન અને દબડા ખાતે સમાજની સમાજવાડી બનાવવામાં અહમ ભૂમિકા રહી હતી. ભારાપર હાજલદાદા સમાધિ મંદિરના મહંતની બપોરે નિકળેલી અંતિમયાત્રામાં સંતો - મહંતો, રાજકીય, સામાજિક અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં ભાવિક વર્ગ જોડાયો હતો. પ.પૂ. મોરારીબાપુ, મુળજી દાદા, દિલીપરાજા કાપડી, વેલજી રાજા - જંગી, જીતગીરી બાપુ - અંતરજાળ, ગોપાલદાદા, કાનજી દાદા, જગુડાડા, કલ્યાણદાસજી, જગદીશબાપુ, શાન્તિદાસજી, હરીસંગદાદા, રાહુલનાથજી, શ્લોકનાથદાદા, સોમનાથદાદા, મહેશનાથ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા વગેરેએ તેમને અંજલી આપી હતી. તેઓશ્રીનો જુનાગઢ ખાતે જીનામ આશ્રમ છે, ત્યાં ભૂખ્યાને ભોજન, આરામ સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે. ત્યાં લઘુ મહંત ભરતદાદા આશ્રમ સંભાળે છે. તેમના નિધન બદલ જુનાગઢના મહંત ઈન્દ્રભારથી બાપુએ દુઃખ વ્યક્ત કર્યું હતું.કચ્છી પૂર્વ રાજયમંત્રી વાસણભાઈ આહીરે, જીવા શેઠે જણાવ્યુ હતુ કે, સમસ્ત આહીર સમાજનું અપાર શ્રદ્ધાનું સ્થાન તપોમુભી હાજલદાદ ભારાપર જાગીરના મહંત જાગતી જયોતિ સ્વરૂપ દયાનો સાગર એવા પ.પુ. દેવજી રાજા ગુરૂશ્રી મુળજી રાજાના બ્રહ્મલીન થયાના સમાચાર અત્યંત દુઃખદ છે.  પ્રભુ તેમની આત્માને શાંતી આપે અને અનુયાયીઓ પર આવી પડેલી વિપદા સહન કરવાની શકિત પ્રદાન કરે તેવી પ્રાર્થના વ્યકત કરવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM