ફેબ્રીકના દાણચોરોનો નવો કીમીયો : મુંદરાથી કાસેઝમાં બર્થ ડે આઈટમના નામે પ્રતિબંધીત ફટાકડાની સ્મગલીંગ?
મુંબઈ ડીઆરઆઈના તટસ્થ એડીજીની ટીમ ત્રાટકીઃ મોટા કડાકા ભડાકા થશે
ફેબ્રીકમાં વરસોથી ગાલમેલ કરનાર કાસેઝની પેઢીના ૧૦૦થી વધુ કન્ટેઈનર તો પાછલા ચારેક માસથી છે તપાસની રડારમા : બેથી છ કન્ટેઈનરોમાથી તો એજન્સીએ સેમ્પલીગ કર્યા હતા, બાકીનાઓમાં ચાલી રહી છે તપાસ તે વચ્ચે જ હવે પ્રતિબંધત ફટાકડાઓનો જથ્થો મળી આવવો બનશે ફટકારૂપ
ચીનથી બર્થ ડે સેલીબ્રેશનની ચીજવસ્તુઓ આયાત દેખાડી અને તેની આડમાં પ્રતિબંધિત ફટાકડા મંગાવાયા હોવાનુ પ્રાથમીક તારણ : કાસેઝમાં અગાઉ ફેબ્રીકના પ્રકરણોમાં ભારે ચકચારી રહેલ પેઢી ફરી આવી વિવાદમાં : તપાસ પૂર્ણ થયા બાદ વધુ ઘટસ્ફોટની સંભાવના : દાણચોર લોબીમાં ફેલાયો ફફડાટ
ખાટલે મોટી ખોટ : મુંબઈમાં ડીઆરઆઈને ઈનપુટસ મળે છે, તે એજન્સી સબંધિત પેઢીના ઠામ પર ત્રાટકે છે, તો પછી મુંદરામાં આયાત કરી અને કાસેઝમાં પ્રતિબંધિત ફટાકડાનો જથ્થો આવીને સંગ્રહ થઈ જાય છે, તેનો અંદાજ કાસેજ કસ્ટમ વિભાગને કેમ નથી આવતો? કાસેઝના કસ્ટમના અધિકાીઓ શું અગરબત્તી કરવા રાખ્યા છે? તેઓની પ્રાથમિક ફરજ બને છે કે, આવી જોખમી અને મિસડીકલેર કરેલી વસ્તુઓ ઝોનમાં ન આવે? કદાચ માર્ગમાં ખાલીથયાનુ ખુલે તો સમજી શકાય કે કાસેઝ કસ્ટમ અજાણ હશે, પણ આ તો ઝોનની અંદર વેરહાઉસમાં જ તપાસ ચાલી રહીહોવાની છે ચકચાર
જો ખરેખર ફટાકડાં મંગાવ્યાનુ ખુલે તો વિના વિલંબે આવી પાર્ટીઓના ન માત્ર એલઓએ(લાયસન્સ)ત્વરિત રદ કરવા જોઈએ બલ્કે તેમને ઝોન માટે બ્લેકલીસ્ટેડ જ જાહેર કરી દેવા ઘટે : આવા નફાખોરો કયારેક રાષ્ટ્રીય સુરક્ષાની સામે પણ મોટુ જાખેમ ઉભુ કરતા વાર નહી કરે?
ભલુ થજો આ વેપારીનું કે ફટાકડા મંગાવ્યા, જો આરડીએકસ મંગાવ્યુ હોત તો પણ વાંધો ન આવત, ઝોનમાં પૈસાના જોરે બધુ માફ છે
ગાંધીધામ : દેશના મહાંદબરો પૈકીના કચ્છમાં કાર્યરત કંડલા-મુંદરા બંદર હાલમાં ફરીથી ચર્ચામાં છે. હજુ તો કંડલામાં એમએચઓના કન્ટેઈનરો અટકાવાયા અને તેની તપાસ ચાલી રહી છે ત્યાં તો મુંદરાથી અતિ ગંભીર કહીશકાય તેવા પ્રતિબંધિત ફટાકડાઓન જથ્થો સ્મગલીંગ કરીને આયાત કરવામાં આવ્યો હોવાની બામતી મુંબઈ ડીઆરઆઈ સુધી પહોચી જતા ગત રોજ સાંજથી કાસેઝમાં સબંધિત યુનિટમાં આ સબબની ઉંડાણપૂર્વકની છાનબીન હાથ ધરવામા આવતા દાણચોર લોબીમાં ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો છે.
આ બાબતે મળતી વીગતો અનુસાર મુંબઈ ડીઆરઆઈ દ્વારા ગત રોજથી કાસેઝમા તપાસ હાથ ધરવામા આવી છે. જેમાં મીસ ડીકલેરેશન કરવામાં આવ્યુ હોવાની સામગ્રીઓ હાથ લાગી હોવાનુ મનાય છે. કરોડોની રકમનો આ જથ્થો સાઈડમાં મુકી તેની વધુ તપાસ હાથ ધરાઈ હોવાનુ પણ ચર્ચાય છે. સુત્રોમાથી મળતી વિગતો અનુસાર કાસેજમાં ચીનથી આવેલી પ્રતિબંધીત એવા ફટકાડાઓના કન્સાઈનમેન્ટની ઉડાણપૂર્વક છાનબીન હાથ ધરવામા આવી છે. જાણકારોનું માનવુ છે કે, બર્થ ડે આઈટમ સેલીબ્રેશન માટેના સ્ટીકર્સ સહિતની વસ્તુઓ ડીકલેર કરી અને તેની આડમાં પ્રતિબંધિત એવા ફટાકડાઓ આયાત કરવામાં આવ્યા હોવાનું સામે આવવા પામી રહ્યું છે. નોધનીય છે કે, ફટાકડા આયાત થવા પામી શકતા નથી. જો હકીકતમાં આ રીતે ફટાકડા આયાત થયા હોવાનુ ફલિત થાય તો ખુબજ મોટુ અને અતિ ગંભીર આ પ્રકરણ કહી શકાય તેમ છે. તપાસ હજુ પણ ચાલી રહી હોવાથી એજન્સીઓએ મગનું નામ મરી પાડયુ નથી. મુંબઈડીઆરઆઈના અધિકારીઓની સાથે સ્થાનિક ગાંધીધામ ડીઆરઆઈ પણ તપાસમાં સાથે જોડાઈ હોવાનુ સામેઆવવા પામી રહ્યું છે.
.........................
જો ફટાકડા આવ્યા હોય તો વધુ જોખમી કહેવાય :
સીધી ધરપકડ જ થાય : એકસ્પલોઝિવ કાયદાનો છે ભંગ
ગાંધીધામ : કંડલામાં બર્થ ડે સેલીબ્રેશનની વસ્તુઓની આયાત દેખાડી અને ઝોનમાં પ્રતિબંધિત ફટાકડા લેવામા આવ્યા હોવાની તપાસ ચાલી રહી છે જો આ વાત સાચી ઠરે તો ખુબજ ગંભીર કહેવાય. કારણ કે તે એકસ્પલોઝિવ વિસ્ફોટક કાયદા હેઠળ પણ આવી જાય છે. ભારતમાં ફટાકડાની આયાત કરવી પ્રતિબંધિત છે. છતા પણ આ પેઢીએ આયાત કરી હોય તો ખુબજ ચિંતાજનક કહેવાય તેમ છે. જાણકારો કહે છે કે , આ બાબતમાં તો સીધેસીધી ધરપકડની જ જોગવાઈ રહેલી છે.
..................
મહારાષ્ટ્ર ડીઆરઆઈના હેડ પાંડેજી મચક
આપે તેમ નથી :અગાઉ સુરતમાં હતા સેવારત
ગાંધીધામ : કાસેજમાં ફટાકડાની આયાત ગેરકાયદેસર રીતે કરવામ આવી હોવાની આશંકાના પગલે તપાસ ચાલી રહી છે તેમાં ખાસ કરીને મુંબઈની ટુકડી જેમના માર્ગદૃશન હેઠળ તપાસ કરી રહી છે તે મહારાષ્ટ્ર ડીઆરઆઈના હેડ એડીજી શ્રી પાંડે છે. તેઓ કડક અને તટસ્થ અધિકારીની છબીધરાવી રહ્યા છે. તેઓ અગાઉ ગુજરાત-કંડલા સહિતમાં સેવા બજાવી ગયા છે. જો હકીકતમાં પ્રતિબંધીત ફટાકડા આયાત થયેલા સામે આવ્યા તો જે-તે પેઢીની સામે ધાક બેસાડતી કાર્યવાહી ચોકકસથી થવા પામશે તેવી સંભાવનાઓ દર્શાવાય છે.

Comments