માતાનામઢથી કોટડા રોડ ઉપર વાહનોની અવર જવર પ્રતિબંધિત કરાઈ
ભુજ : પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજની તા.૨૬/૬ તથા કાર્યપાલક ઈજનેર, પંચાયત માર્ગ અને મકાન વિભાગ, ભુજ-કચ્છની તા.૨૪/૬ દરખાસ્તની વિગતે કાર્યપાલક ઈજનેર, પંચાયત માર્ગ અને મકાન વિભાગ, ભુજ-કચ્છના પેટા વિભાગ હસ્તકના માતાનામઢથી કોટડા રોડનાં ચે.૦/૬૦૦ થી ૩/૬૦૦ વચ્ચે ખનીજનો જથ્થો આવેલ હોઈ, ચે.૦/૬૦૦ થી ૩/૬૦૦ કુલ ૩.૦૦ કિ.મી. રસ્તો જીએમડીસીને સુપ્રત કરવાનો હોવાથી આ રસ્તો સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ કરવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા હંગામી જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજૂ થયેલ છે, જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા બહાર પડાયેલા જાહેરનામા મુજબ તા.૧/૧ સુધીના સમયગાળા માટે રસ્તા - માર્ગ પરથી વાહનોની અવર-જવર બંધ રહેશે તેમજ વૈકલ્પિક રસ્તા - માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. વૈકલ્પિક માર્ગ-રસ્તા તરીકે ચે.૦/૬૦૦ થી ડાબી તરફ પાસે ડામર રસ્તો કોટડા ગામ તરફ ચે.૩/૬૦૦ પર હયાત રસ્તાને મળે છે તે રસ્તા પાસેથી વાહનો અવર-જવર કરી શકશે.
-------

Comments