Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લા કોંગ્રેસે જિલ્લા - તાલુકા - નગરપાલિકા ચૂંટણીઓની તૈયારીઓ આરંભી

03 July


૭ જુલાઈના નવા વરાયેલા પ્રમુખ વી. કે. હુંબલના પદગ્રહણ સમારોહમાં વિશાળ સંખ્યામાં પ્રજાજનો જોડાશે : જિલ્લા પ્રમુખે જિલ્લા વ્યાપી પ્રવાસ કરી પ્રજાના પ્રશ્નો જાણ્યાઃ  ઉકેલ માટે લડતની ખાતરી આપી

ભુજ : અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ મલિકઅર્જુન ખડગે, ગુજરાત પ્રભારી મુકુલ વાસનીક તથા પ્રદેશ આગેવાનો શક્તિસિંહ ગોહિલ, અમીત ચાવડા દ્વારા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે વી.કે.હુંબલની વરણી કરાતા સમગ્ર કચ્છ જિલ્લાના કોંગ્રેસ પરિવાર તથા આમ પ્રજાજનોમાં જોમ જુસ્સો આવ્યો છે. નવા વરાયેલા પ્રમુખના પદગ્રહણ સમારોહને સફળ બનાવવા માટે જિલ્લા પ્રમુખ દ્વારા જિલ્લાના પાંખ - સેલના વડાઓ તથા ભુજ તાલુકા - શહેરના ચૂંટાયેલા તથા લડેલા પ્રતિનિધિઓ કિશોરદાન ગઢવી, લાખાજી સોઢા, કાસમ સમા, નારાણ બડીયા, રસીદ સમા, રાજેશ આહીર, રામદેવસિંહ જાડેજા, આઈસુબેન સમા, પુષ્પાબેન સોલંકી વિગેરે સાથેની બેઠકો બાદ શ્રી હુંબલ તથા રામદેવસિંહ જાડેજા દ્વારા અબડાસા - લખપત તાલુકાનો પ્રવાસ ખેડાયો હતો, જેમાં રાજેશભાઈ આહીર, અલી મહંમદ જત, અજીતસિંહ જાડેજા દ્વારા વધુમાં વધુ લોકો પદગ્રહણમાં જોડાય તથા આ બેઠકો દરમિયાન ભાજપ સરકારની નિષ્ફળતા અંગે તથા પ્રજાને કનડતા પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી અને શ્રી હુંબલ દ્વારા તમામ લોકપ્રશ્નો જેવા કે આરોગ્ય કર્મીઓ અને શિક્ષકોની ઘટ, નર્મદા યોજનામાં વિલંબ, કાયદો વ્યવસ્થાની કપરી પરિસ્થિતિ, ખુલેઆમ દારૂનું વેચાણ, લખપત - અબડાસા વિસ્તારમાં જંગલ ખાતા દ્વારા આયોજનબદ્ધ ભ્રષ્ટાચાર વગેરે મુદ્દે આગામી દિવસોમાં લડત ચલાવવા ખાતરી આપી હતી
દયાપર ખાતે દેશુભા જાડેજા, પૂજુભા જાડેજા, કાસમ પડ્યાર, ઇભરામ કુંભાર, કાસમ કુંભાર, જીતુભાઈ પટેલ, સુરાજી જાડેજા, જકરીયા જત ઉપરાંત અબડાસા પ્રવાસ દરમિયાન અજીતસિંહ જાડેજા, ઈભરામ મંધરા, તકીશા સૈયદ, સુરેશસિંહ જાડેજા, અરવિંદ ગઢવી, ઈકબાલ મંધરા, અબુ હિંગોરા, મનજી મહેશ્વરી, અનવર મંધરા, દાદા જત વગેરે આગેવાનો સાથે રહ્યા હતા એવું જિલ્લા પ્રવકતા ગનીભાઈ કુંભાર દ્વારા જણાવાયું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM