Trending News
સ્થાનિક સમાચાર

લાયન્સ ડીસ્ટ્રીકટ કાર્યાલય ભુજમાં મધ્ય શુભારંભ

03 July



ભુજ : લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીકટ ૩૨૩૨-જેના નવા ડીસ્ટ્રીકટ ગવર્નર તરીકે લાયન અભય શાહે ૧ જુલાઈથી પદભાર સંભાળ્યો છે. આ અવસરે ભુજના હોસ્પિટલ રોડ પર આવેલા ઝવેરબેન કાંતિલાલ ઠક્કર લાયન્સ ભવનમાં ડીસ્ટ્રીકટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રીજીયન-૧ની તમામ લાયન્સ ક્લબમાંથી મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યાલયનું ઉદ્ઘાટન પૂર્વ ગવર્નર ભરત મહેતા, મીના મહેતા, લાયન્સ ક્લબ ભુજના પ્રમુખ ચંદ્રકાંત બુદ્ધભટ્ટી, લાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન સંજય દેસાઈએ રીબન કાપી કર્યું હતું. ત્યારબાદ યોજાયેલા સમારંભમાં ડીસ્ટ્રીકટ ગવર્નર લાયન અભય શાહે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૨૫-૨૬ માટે ડીસ્ટ્રીકટ ૩૨૩૨ જેનું નેતૃત્વ ભુજને મળ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન રીજીયન-૧ની તમામ ક્લબોનો સહયોગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. અભય શાહે ૧૯૮૯-૯૦માં લિયો તરીકે લાયનવાદમાં પ્રવેશ કર્યો હતો. આજે ડીસ્ટ્રીકટ ગવર્નર પદ સુધીની સફર દરમિયાન મળેલા સહયોગ માટે સૌનો આભાર માન્યો હતો. નવા વર્ષમાં વધુ ક્લબો શરૂ કરીને સેવા કાર્યનો વ્યાપ વધારવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ઉદ્દઘાટન સમારંભમાં રીજીયન-૧ના ચેરપર્સન કમલબેન જોશી, ઝોન-૧ના કિંચન ઠક્કર, ઝોન-૨ના રોહિત જોશી, લિયો ડીસ્ટ્રીકટ પ્રેસિડેન્ટ હરિસિંહ દયાતર ઉપસ્થિત રહ્યા. ફર્સ્ટ લાયન લેડી રીના શાહ, ડીસ્ટ્રીકટ કેબિનેટ ટ્રેઝરર વાડીલાલ ઠાકરાણી, ડેપ્યુટી ટ્રેઝરર અતુલ શાહ, ડીસ્ટ્રીકટ પીઆરઓ નરેશ રાઠી, ડેપ્યુટી પીઆરઓ શૈલેન્દ્ર રાવલ અને ડેપ્યુટી સેક્રેટરી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મહેમાનોને પુષ્પગુચ્છ અને શાલથી સન્માનિત કર્યા હતા. પૂર્વ ગવર્નર લાયન ભરત મહેતા, લાયન મીના મહેતા અને ચેરમેન સંજય દેસાઈએ અભય શાહને શુભેચ્છા પાઠવી હતી. સંચાલન ડીસ્ટ્રીકટ કેબિનેટ સેક્રેટરી લાયન સંજય ઠક્કરે કર્યું હતું.  
--

Comments

COMMENT / REPLY FROM