Trending News
સ્થાનિક સમાચાર

જો જો...સુરત જેવી જ બદસુરત વરસાદી કહેરમાં  ગાંધીધામના શિણાય પટ્ટાની સોસાયટીઓમાં ન થાય?

03 July



ગાંધીધામને તો નગરપાલિકાથી મહાનગરપાલીકા મળી તે મુસીબત રૂપ જ સ્થિતી સર્જી ગઈ છે, શરૂઆતી વરસાદમાં જ આ મનપાતંત્રના પ્રિમોનસુન પ્લાન પાણીમાં ગયા, મોટાપેટવાળા અધીકારીઓની બલીહારીથી આ સંકુલે તો વરસાદી પીડાઓ ભોગવી છે, ઉપરાંત તાજેતરમાં જ મેટ્રોસીટી સુરત પણ પ્રથમ વરસાદમાં પાણી.પાણી થઈ ગયુ હતુ, સુરતમાં પાણી, કે પાણીમાં સુરત તે જ સમજાતુ ન હોતુ, પરંતુ આ સોસાયટીઓ-લોકોના ઘરોમાં પાણી ભરાયાની સ્થિતીનું કારણ, વહેણ પર સોયાસટી નિર્માણો બાબતે કોઈ જ બોલ્યુ નહી, પૂર્વ કચ્છનો પ્રબુદ્ધવર્ગ પણ કહી રહ્યો છે કે, જો જો, કયાંક આવી જ સ્થિતી હવે શિણાય પટ્ટામાં આવેલી આલીશાન સોસાયટીઓમાં રહેતા લોકોની ન થઈ જાય..!



આ પ્લોટ લેનાર ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખરીદે કે ત્યાં રહેવા જેવુ હશે કે પછી ડેમનુ પાણી ત્યાં નીંચાણવાળા ભાગમાં આવી જશે, તો વડોદરા-સુરતવાળી થતા વાર નહી થાય..!



ગાંધીધામ : મેઘરાજા, આસમાની સુલતાન અને ધરતીનો લાડો કુદરતી રીતે જોરદાર હેત વરસાવી અને લોકોને પુલંકિત કરી રહ્યો છે, પ્રકૃતી, અબોલજીવો, વન્યસૃષ્ટી પણ સોળે કળાએ ખીલી રહી છે ત્યારે બીજીતરફ આજ મેઘો વિવિધ રીતે સરકારીતંત્રો અને તેમાં બેઠેલા અધિકારીઓની બેદરકારીના લીધે કઈક રીતે મુસીબત પુરવાર થવા પામી રહ્યો છે. આપણે તાજેતરમાં જ રાજયના મેટ્રોસીટી એવા સુરતની બદસુરત સ્થિતી જોઈ છે. વિશ્વ કક્ષાએ જે શહેરની નોધ લેવાય છે તે હાલમાં આખેઆખુ પાણીમાં ગરકાવ હોય અથવા તો તેમાં પુરના ઘોડાપુર જ આવી ગયા હોય તેમ જનજીવનનીગતિને ન માત્ર બ્રેક લાગી ગયો બલ્કે વરસાદી પાણી મુસીબતરૂપ બની ગયુ હોય તેમ લોકોને સમસ્યાઓ વેઠવાનો વારો આવી ગયો હતો. ખાડીના પાણી સુરતની કેટલી સોસાયટીઓમાં ફરી વળ્યા, કેડસમા અને છાતીસમા પાણી ભરાઈ ગયા, કેટલાયના ઘરોમાં પાણી ઘુસ્યા અને ઘરવખરી સહિતને નુકસાન કરી દીધુ હતુ. આ બધી જ સ્થીતીની પાછળ જાણકારો કહે છે કે, જે આલીશાન અને મોટી મોટી સોસાયટીઓ બંધાઈ છે તે મોટાભાગે વરસાદી પાણીના વહેણ પર બનવા પામી છે. જે બાબતે કોઈ જ બોલતુ નથી અને કુદરતી વહેણ અવરોધાતા પાણી ઘરોમાં ઘુસી રહ્યુ હોય તેમ બન્યું છે. આવા જ સમયે પૂર્વ્‌ કચ્છનો પ્રબુદ્ધવર્ગ પણ લાલબત્તી ધરતા અહી કહી રહ્યો છે કે, સુરતમાં વરસેલા પ્રથમ જ વરસાદમાં ખાડીના પુર કઈક સોસાયટીઓમાં ઘુસ્યા, ઘરોમાં પાણી પ્રવેશ્યા, લોકોને પડી પારાવાર મુશ્કેલી, દર્દીઓને ઘરથી સોસાયટીના દરવાજા સુધી એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં દસથી વીસ લોકોની જરૂરી પડી જવાની દારૂણ્ય સ્થિતી ઉભી થવા પામી ગઈ હતી. આ સોસાયટીઓમાં આટલા પાણી કયાંક ને કયાંક કુદરતી વરસાદી વહેણ, પાણીના નાળાઓ દબાવી લેવાયા છે તેના લીધે જ બન્યુ છે તો ગાંધીધામ તાલુકાના શિણાય પટ્ટામાં વર્તમાન સમયે આલીશાન મકાનોની સોસાયટીઓના પ્રલોભનો ઉભા કરી અને કઈક રહેણાંક સોસાયટીઓના ખડકલાંઓ કરી દેવાયા છે? શિણાયમાં પણ જે આલીશાન સોસાયટી નિર્માણ કર્યાના દાવાઓ થાય છે ે પણ મોટાભાગની વરસાદી અથવા તો કુદરતી જળસ્ત્રાવના આવા જ તળાવો સહિતની જમીનો પર આસપાસના ડેમોમાથી માટીઓ આડેધડ ઉસેડી અને પુરાણ કરીને ખડકી દેવાઈ હોવાની ઉઠી ચુકી છે ફરીયાદ અને એટલે જ પ્રબુદ્ધવર્ગ કહે છે કે, સુરત જેવી જ સ્થિતી શિણાય પટ્ટામાં ન થાય તો સારું.! કારણ કે, વરસાદી વહેણ, તળાવોની જમીનોના પુરાણ કરી, રાજમાર્ગોના દબાણો કરી અને  જમીન દલાલો જમીન લે-વેચ કરી દે, બિલ્ડર્સ, ભુમાફીયાઓ, બાંધકામો ખડકી દે છે, ડેવલોપર્સ વિકસીત કર્યાના દાવાઓ કરી મોંઘાદાટ ભાવે વહેચી દે છે, અને અંતે આવી સ્થિતીમાં મરો થાય છે ઘર ખરીદનારાઓનો અથવા તો તેમાં રહેનારાઓનો...!. સુરતની ઘટનામાંથી શિણાયમાં રહેનારાઓ બોધપાઠ મેળવે, તેઓ જયા અને જે સોસાયટીઓમાં રહે છે ત્યાની વાસ્તવિક હકીકત-સ્થિતીની ચકાસણી કરી લે તે જ તેમના માટે હિતાવહ બની રહેશે તેવી લાલબત્તી પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM