Trending News
સ્થાનિક સમાચાર

લાકડિયામાં ૩૦ લાખની કિંમતી જમીન બોગસ નામો ધારણ કરી બારોબાર વેચી દેવાનો કારસો

03 July


લાકડિયા અને સામખિયાળીના શખ્સની ધરપકડ કરાઈ : મુંબઈવાસી તેમજ ખોટું આધારકાર્ડ અને ઓળખ આપનાર શખ્સોની શોધખોળ હાથ ધરાઈ 


ભુજ : ભચાઉ તાલુકાના લાકડિયા ગામે રેવેન્યુ સર્વે નં.૩૭૬/૧ એ વાળી જમીન બોગસ નામો ધારણ કરીને વેચી દેવામાં આવી હતી. ફરિયાદી મલાડમાં રહેતા મૂળ લાકડિયાના વિશનજી વિરજીભાઈ છાડવાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપી લાકડિયાના રોહિતગિરિ પ્રભુગિરિ બાવાજી, સામખિયાળીના હાસમભાઈ બાબુભાઈ મીર, મુંબઈના પરેશ ગડા, ફરિયાદીના ભાઈ શાંતિલાલ વિરજી છાડવાના નામે ખોટું આધારકાર્ડ બનાવી તેમની ખોટી ઓળખ ઊભી કરનાર ઈસમ, ફરિયાદીના ભાઈ શાંતિલાલની ખોટી ઓળખ ઊભી કરનાર ઈસમ સાચો હોવાની ઓળખ આપનાર સાક્ષીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓએ ભેગા મળી ફરિયાદીના ભાઈની ૩૦ લાખની કિંમત જમીન વેચવા માટે કાવતરૂં રચી બોગસ દસ્તાવેજો ઊભા કરી આ જમીન રાજેશભાઈ ભગુભાને વેચાણ માટે કરાર કરી ૧૧ લાખ રૂપિયા સોદા પેટે રોકડા મેળવી ખોટા દસ્તાવેજ બનાવી ઠગાઈ કરી હતી. જેથી લાકડિયા પોલીસમાં ગુનો દાખલ કરવામા આવ્યો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM