Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છની પ્લાયવુડ ફેકટરીમાં યુરીયા ખાતર કૌભાંડકારીઓ પર જીએસટીની વિજિલન્સ ટુકડી ત્રાટકી : ચોરોમાં ફફ..ડાટ..

03 July

સી.સસ..સસસસ કોઈને કહેતા નહીં...!




રંગોલી પ્લાય, સીપીએલ પ્લાય સહીતની ફેકટરીઓમાં રાજકોટ-અમદાવાદની જીએસટીની વિજિલન્સ ટુકડી એટલે કે ડીજીજીઆઈએ બોલાવી તવાઈ : વિવિધ સ્થળોએથી યુરીયાનો સ્ટોક કરાયો સિઝ : સેમ્પલીંગ 
પૃથકરણ માટે મોકલાયા : ઈન્ડીસ્ટ્રીયલના બદલે એગ્રીકલ્ચરલ યુરીયા વાપરનારા કઈક પ્લાયવાળાઓની છાતીના પાટીયા બેઠા


પ્લાયમાં ગ્લુ બનાવવામાં યુરીયા ખાતરની પડે છે તાતી જરૂરીયાત : ઈન્ડીસટ્રીયલ ગ્રેડન ગ્લુ વાપરે તો એક બેગ્સ ૪પ કેજીની ૯૦૦ રૂપીયામાં પડે જયારે એગ્રીકલ્ચર ગ્રેડની આ જ બેગ 
પ૦ કીલ્લોની ૩૦૦ રૂપીયા પડતરમાં મળે, અધરોઅધર ખેતીવાડી વપરાશનુ યુરીયા હોવાથી જીએસટી સહિતના ટેક્ષની પણ થાય છે મોટી ચોરી :  હવે રેજિનના પ્લાન્ટમાં જ આ પ્રકારની 
તવાઈ ઝુંબેશ શરૂ થતા કઈકના પ્લાન્ટને હાલતુરંત લાગી ગયા છે તાણાં

જો તટસ્થ અને ઘનિષ્ઠ તપાસ કરવામાં આવશે તો પંજાબ આખાય દેશમાં સબસીડીવાળા યુરીયા ખાતરનુ હબ તરીકે ખુલશે


ગાંધીધામ : એકતરફ દેશના ખેડુતોને તેમના હકકનું સબસીડીવાળુ યુરીયા ખાતર જોઈતી હોય તો કલાકો સુધી કાળજાળ ગરમીમાં ઉભા રહેવાની નોબત પડી રહી છે અને તેમ છતા પણ યુરીયા ખાતર મળતુ નથી ત્યારે બીજીતરફ ખાતરના ચોરોને યુરીયા ખાતરની બેફામ લ્હાણીઓ થવા પામી રહી હોવાની નોબત સામે આવતી રહી છે. 
કેન્દ્ર અને ગુજરાત સરકાર યુરીયા ખાતર સસ્તામાં ખેડુતોને મળી રહે તે માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે બીજીતરફ કેટલાક ભેજાબાજોની ટોળકી આ જ સબસીડીવાળા યુરીયા ખાતરની ધુમ કાળા બજારી કરી રહ્યા છે અને તેમાં પ્લાયની ઈન્ડીસ્ટ્રીઝ પણ આવી રહી છે. પ્લાયવુડની ફેકટરીઓમાં ખાસ કરીને રેજિન પ્લાનમાં યુરીયા ખાતરની જરૂરીયાત પડતી હોય છે. ગ્લુ બનાવવા માટે યુરીયા ખાતર જોઈએ છે. હકીકતમાં આ ગ્લુ ઈનડસ્ટ્રીયલ વપરાશનુ લેવાનુ હોય છે પરંતુ તેની એક બેગ ૯૦૦ રૂપીયાની થાય છે ત્યારે અમુક ભેજાબાજ તત્વો ખેતીવાડી માટે અપાતા યુરીયા ખાતર કે જેની એક બેગ ૩૦૦ રૂપીયા પડતરવાળ છે તેની કાળાબજારીથી ખરીદી કરી અને ધુમ નફો કમાઈ રહ્યા છે. આ પ્રકારની ફરીયાદો સતત વધતા જીએસટી વિભાગની વિજિલન્સ એટલે કે, ડીજીસીઆઈની ટુકડીઓએ હાલમાં દેશવ્યાપી તવાઈ બોલાવી હતી અને દેશના ર૦૦ જેટલા આવા યુનિટ પર સાગમટે મોટાપાયે દરોડા પાડયા હતા. તેમાથી ગાંધીધામમાં પણ રાજકોટ ડીજીસીઆઈની ટુકડીઓ ત્રાટકી હતી અને પાંચેક દીવસ પહેલા અહીના વિવિધ પ્લાન્ટમા પણ તપાસ કરવામા આવી હતી. ડીજીજીઆઈના સુત્રો કહી રહ્ય છે કે, અનેક જગ્યાએથી યુરીયાનો જથ્થો મળ્યો છે અને ત્યાથી સેમ્પલીંગ લેવામા આવ્યા છે તથા જયા સુધી સેમ્પલનો રીપોર્ટ ન આવે ત્યાં સુધી આ યુરીયાનો જથ્થો સીઝ કરવામા આવી ગયો છે. દેશવ્યાપી આ મુજબની તવાઈના પગલે રેજિનમા સબસીડીવાળા યુરીયાનો ઉપયોગ કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાયેલો છે.



.....................


અમારી ટીમો સતર્ક છે, બે સ્થળોએ અમે પણ સેમ્પલ 
લીધા છે : શ્રી પ્રકાશ પટેલ (જિલ્લા ખેતીવાડી અધિકારી)


લક્ષ્મી અને અન્ય એક પેઢીમાંથી સેમ્પલો લેવાયા છે 



ગાંધીધામ : જીએસટીની ટીમો પ્લાયની ઈન્ડીસ્ટ્રીઝમાં સબસીડીાવાળા યુરીયા ખાતર પર તવાઈ બોલાવાઈ જાય અને સ્થાનિકે ખેતીવાડી વિભાગના જવાબદારો અંધારામાં રહે, તેવો સવાલ પણ આ તબક્કે ઉઠવા પામ્યો હતો જો કે, જિલ્લા નાયબ ખેતીવાડી નિયામક શ્રી પ્રકાશ પટેલે આ બાબતે કહ્યુ હતુ કે, જીએસટીની ટીમો ત્રાટકી હોવાનુ અમારા ધ્યાને નથી આવ્યુ પરંતુ અમારી ટીમ દ્વારા પણ સેમ્પલ લેવામા આવ્યા છે. એટલે અમારી ટીમો સતર્ક જ હેાવાનુ તેઓએ જણાવ્યુ હતુ.


 

Comments

COMMENT / REPLY FROM