Trending News
સ્થાનિક સમાચાર

તેરાપંથ એક ગુરુ તથા એક આચાર્યથી વણાયેલો ધર્મસંઘ છે

02 July


જૈન શ્વેતામ્બર તેરાપંથ ધર્મસંઘમાં સાધ્વીશ્રીજીનો ચાતુર્માસિક પ્રવેશ કરાવવામાં આવ્યો
  
ભુજ : અહીં તેરાપથ ધર્મસંઘ ભુજમાં સંઘના સદસ્યો તથા પધારેલા મહેમાનો તથા અગ્રણીઓની ઉપસ્થિતિમાં ચાતુર્માસિક પ્રવેશ પ્રસંગ યોજાયો હતો, જેમાં ભુજના જૈન સમાજની તથા ગાંધીધામ, અંજાર, માંડવી, માધાપર વિગેરેની ઉપસ્થિતિ પણ નોંધનીય રહી હતી.
જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંથ એક ગુરુ તથા એક આચારથી વણાયેલો ધર્મ સંઘ છે. એક જ ગુરુની છત્રછાયામાં ૮૦૦થી વધુ સાધુ-સાધ્વી, શ્રમણ-શ્રમણીઓ ભારત તથા દેશની બહાર પણ ગુરુઆજ્ઞા પ્રમાણે વિચરણ કરી રહે છે. તેવી જ રીતે ગુરુઆજ્ઞા થકી ચાતુર્માસ પ્રસંગે ભુજ આવી પહોંચતાં આચાર્યમહાશ્રમણજીના સુશિષ્યા સાધ્વી હેમલતાશ્રીજી (કચ્છ), સાધ્વી મુક્તિશ્રીજી (કચ્છ), સાધ્વી રુચીરપ્રભાજી (કચ્છ), સાધ્વી અર્ચનાશ્રીજી (કચ્છ), સાધ્વી સાત્વિકપ્રભાજી (જસોલ - રાજસ્થાન) આદિ ઠાણા - ૫ના સાંનિધ્યમાં કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભમાં ધનશ્યામનગરથી અનુશાસન રેલી નીકળી મહેરલી ચોક મધ્યે સ્થિત તેરાપંથ ભવનમાં પહોંચી હતી. સાધ્વીશ્રીજીએ નવકારમંત્ર દ્વારા કાર્યક્રમની શરૂઆત કરાવીહતી.
 તેરાપંથ ભવન મધ્યે સાધ્વી ભગવંતોનું સ્વાગત શ્રાવક સમાજ દ્વારા રાખવામાં આવ્યું હતું .મહિલા મંડળ દ્વારા મંગલાચરણ કરવામાં આવ્યુ હતું. સભાધ્યક્ષ દ્વારા સ્વાગત પ્રવચન વાડીભાઈ મહેતાએ કર્યું હતું. ત્યારબાદ મહાસભા વતીથી શાંતિલાલજી જૈન, મર્યાદા મહોત્સવના અધ્યક્ષ કિર્તીભાઈ સંઘવી,મહિલા મંડળના અધ્યક્ષા જાગૃતિબહેન બાબરીયા, તેયુપ અઘ્યક્ષ જીગ્નેશ દોશી, અણુવિભા ટીમના રાષ્ટ્રીય કાર્યકારીણી સદસ્ય તેમજ અણુવ્રત કાવ્યધારાના રાષ્ટ્રીય સહસંયોજક તથા અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ મહેશ પ્રભુલાલ મહેતા, ટીપીએફના અધ્યક્ષ સ્નેહલ મહેતા તથા સર્વે સાધ્વીશ્રીજીઓએ આ સ્વાગત કાર્યક્રમમાં પોત પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. ગાંધીધામથી બાબુલાલજી સિંઘવી, માંડવી સભાના અધ્યક્ષ રાજુભાઈ દોશી, માધાપર સભાના અધ્યક્ષ સુરેશ મહેતાએ પોતાના ભાવો વ્યકત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન ધનસુખ કુબડીયા તથા આદર્શ સંઘવીએ કર્યું હતું.
----------

Comments

COMMENT / REPLY FROM