વીડી ગામની નાનકડી બંસીને આયુષ્માન કાર્ડથી કેન્સર સામે મળ્યું નવજીવન
લીંક
નોંધ : માહિતી ખાતાનો મેલ છે. કમ્પોઝ : બિપિન
નોંધ : બંસી નામનો ફોટો છે. તા.ર-૭-રપ
હેડીંગ :
વીડી ગામની નાનકડી બંસીને આયુષ્માન કાર્ડથી કેન્સર સામે મળ્યું નવજીવન
અંજાર : આયુષ્યમાન ભારત યોજના ગંભીર બિમારીનો ભોગ બનેલા નાગરિકો માટે વરદાનરૂપ સાબિત થઇ છે. કોઇપણ ખર્ચ વગર સરકારના સહયોગથી સારવાર, દવા સહિતની સુવિધાના કારણે અનેક દર્દીઓ રોગ સામે જીત મેળવીને સામાન્ય જીવન જીવવા સક્ષમ બન્યા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી ગરીબ પરિવારની બંસી કેન્સર સામેનો જંગ જીતીને હાલ ફરી સામાન્ય જીવન જીવી રહી છે.
અંજાર તાલુકાના માથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના વીડી ગામમાં રહેતા શૈલેષગર ગુંસાઈની ૮ વર્ષની પુત્રી બંસીને ઘણી વખત માથું દુઃખાવાની તકલીફ રહેતી હતી. માતા-પિતાને લાગતું કે સામાન્ય તકલીફ હશે, પણ ગામના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મુંજાલભાઈ પરમારે આ મુદ્દે ગંભીરતા દાખવી આરોગ્ય વિભાગની આરબીએસકે ટીમને જાણ કરી હતી. ડૉ.સ્વાતિ પટેલ અને ડૉ.રોનક પરમાર સાથે આરોગ્ય કર્મચારી બંસીના ઘરે જઈ તપાસ કરતા કંઇ અસમાન્ય હોવાનું જણાતા તેઓએ તાત્કાલિક આગળની સારવાર માટે ભલામણ કરી હતી. જ્યારે ટેસ્ટ કરાવ્યા ત્યારે બાળકીને બ્રેન ટ્યુમર (કેન્સર) હોવાનું નિદાન થતાં મા-બાપ પર આભ ફાટી પડ્યું હતું.
બંસીના પિતા શૈલેષગર જણાવે છે કે, હું ખાનગી નોકરી કરું છું, સામાન્ય આવક હોવાથી હંમેશા એક સાંધો તો તેર તુટે તેવી પરિસ્થિતિ વચ્ચે બંસીને સારવાર કેમ અપાવીશ તે મારા માટે ચિંતાનો વિષય હતો. પરંતુ આરોગ્ય વિભાગના માર્ગદર્શન તથા મદદના કારણે બંસીના કેસ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી સારવાર માટે મંજૂરી મેળવવામાં આવી હતી. તા. ૩ મે ૨૦૨૫ના રોજ બંસીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા તેણીની સફળ સર્જરી કરીને સારવાર કરવામાં આવતા વર્તમાન સમયમાં બંસી સામાન્ય જીવન જીવી રહી છે.
-----

Comments