Trending News
સ્થાનિક સમાચાર

આશાપુરા ફાઉન્ડેશન દ્વારા બાલવાટિકાના છાત્રોને શૈક્ષણિક કીટનું વિતરણ

02 July



ભુજ : આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંચાલિત આશાપુરા ફાઉન્ડેશન દ્વારા કચ્છના મુન્દ્રા, માંડવી, લખપત, અબડાસા, ભુજના મળીને ૮૦ ગામની શાળાઓને નોટબૂક વિતરણ કરવામાં આવી હતી, જેમાં દસ હજાર વિદ્યાર્થીઓ સામેલ છે. સરકાર દ્વારા કન્યાકેળવણી અને પ્રવેશોત્સવ યોજાય છે તેમાં પણ પ્રવેશ મેળવતા બાલવાટિકાના ૧૧૦૦ જેટલા બાળકોને સ્કૂલબેગ, પાટીપેન, અંકોડી સાથેની કીટ આપવામાં આવી. હતી. સ્કૂલબેગની ખાસિયત એ છે કે સિન્ગલ યુઝ પ્લાસ્ટીકને આપણે જ્યાં-ત્યાં ફેકી દઈએ છીએ. અમે તેને એકત્ર કરીને, ધોઈ, કટીંગ, વિવિંગ, સિલાઈ કરીને થેલા બનાવ્યા હતા., જેમાં દસ જેટલા કારીગરોને સીધી રોજગારી મળી. સંસ્થાનો હેતુ છે કે સિન્ગલ યુઝ પ્લાસ્ટીક વાપરીએ નહીં. જો વાપરીએ છીએ તો તેને જ્યાં-ત્યાં ફેકીએ નહી.
આશાપુરા ફાઉન્ડેશન દ્વારા શિક્ષણને લગતી પ્રવૃત્તિઓને હંમેશા વેગ આપવામાં આવે છે. આશાપુરા કંપનીના અધિકારીઓ પ્રકાશભાઈ ગોર, જયેશભાઈ ઠાકર, આનંદભાઈ પરમાર, સુધીરભાઈ પાઠક, હિતેશભાઈ જોષી, જીતેન્દ્રભાઈ કુશવાહા, હરીશભાઈ હુરમાડે વગેરેએ પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું. આ પ્રવૃત્તિ હસ્મિતાબેન ત્રિવેદીના માર્ગદર્શનથી નૈમિષાબેન, વંદનાબેન, હિનાબેન, હુસેનભાઈ, શકીલભાઇ વગેરેએ જવાબદારીઓ ઉપાડી હતી. આશાપુરા ફાઉન્ડેશનના દીનાબેન ચેતનભાઈ શાહે શિક્ષણની પ્રવૃત્તિઓનો વ્યાપ વધે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. 
----

Comments

COMMENT / REPLY FROM