Trending News
સ્થાનિક સમાચાર

સૌરાષ્ટ પ્રો ટી-૨૦ લીગમાં કેસીએ ભુજના ક્રિકેટર ધ્રુવમ પટેલનું શાનદાર પ્રદર્શન રહ્યું 

02 July


ભુજ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તાજેતરમાં સૌરાષ્ટ્ર પ્રો ટી-૨૦ લીગ ૨૦૨૫ સિઝન -૪નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સૌરાષ્ટ અને કચ્છમાંથી રણજી લેવલના અને સ્ટેટ રમતાં ખેલાડીઓની ૫ ટીમ બનાવવામાં આવી હતી. આ પાંચ ટીમો વચ્ચે તા. ૬થી ૨૦ જૂન દરમિયાન રાજકોટ ખાતે મિનિ આઈપીએલ જેવા માહોલમાં જંગ જામ્યો હતો. કચ્છ ભુજ ડિસ્ટ્રીકટવતી રમતાં ખેલાડી ધ્રુવમ પટેલનો સમાવેશ જે.એમ.ડી. કચ્છ રાઇડર્સ ટીમમાં કરવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્ર પ્રો ટી-૨૦ લીગ ૨૦૨૫ની ફાઇનલ મેચ ૨૦મી જૂનના રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં જેએમડી કચ્છ રાઇડર્સ ટીમએ અનમોલ કિંગ્સ હાલાર ટીમને હરાવીને ચેમ્પિયન બની હતી, જેમાં કચ્છ ભુજના ધ્રુવ પટેલે પોતાના શાનદાર પ્રદર્શનથી નોંધનીય સિદ્ધિ હાંસલ કરી છે. જેએમડી કચ્છ રાઇડર્સ ટીમ ફાઈનલની વિજેતા બની હતી. ધ્રુવમ પટેલ ટીમનો એક મહત્વપૂર્ણ ખેલાડી રહ્યા હતા. ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ધ્રુવમ પટેલએ ૯ મેચમાં ૧૦ વિકેટ ઝડપી હતી. 
ધ્રુવમ અને જેએમડી કચ્છ રાઇડર્સ ટીમને કચ્છ ક્રિકેટ એસોશિયેશનના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરતભાઈ ધોળકિયા, મંત્રી અતુલભાઈ મહેતા, સહમંત્રી પ્રવીણભાઈ હોરાણી, સિલેક્ટરો અશોકભાઈ મહેતા, ગિરીશભાઇ ઝવેરી, મહિપતસિંહ રાઠોડ, નવલસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, મહેશ પંડ્યા અને અમિત રાઠોડ તરફથી ચેમ્પિયન બનવા બદલ ખુબ ખુબ અભિનંદન હતા.
--------

Comments

COMMENT / REPLY FROM