Trending News
સ્થાનિક સમાચાર

સૌરાષ્ટ્ર અંડર ૧૬ ટીમના ફીટનેશ કેમ્પમાં કેસીએ ભુજના ખેલાડી અનિશ કેરાઈની પસંદગી

02 July


ભુજ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તાજેતરમાં રમાયેલ આંતર જીલ્લા અંડર - ૧૬ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કેસીએ ભુજ ટીમના ખેલાડી અનિશ કેરાઈએ ૨ મેચમાં ૧૭ વિકેટ લઈને ઉત્કૃષ્ટ દેખાવ કરેલ હતો, જેના ફળ સ્વરૂપે અનિશને હાલમાં રાજકોટ ખાતે શરૂ થતાં ઓફ સિઝન ફીટનેશ કેમ્પ માટે પસંદગી કરવામાં આવી છે. કેમ્પ રાજકોટ ખાતે તા. ૩થી ૧૦ જુલાઈ સુધી ચાલશે.
અનિશ કેરાઈને કચ્છ ક્રિકેટ એસોશિયેશનના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, ઉપપ્રમુખ  ભરતભાઈ ધોળકિયા, મંત્રી અતુલભાઈ મહેતા, સહમંત્રી પ્રવીણભાઈ હિરાણી,  અશોકભાઈ મહેતા, ગિરીશભાઇ ઝવેરી, નવલસિંહ જાડેજા, મહિપતસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ જાડેજા, મહેશભાઈ પંડ્યા, અમિત રાઠોડ અને ભવ્ય ઠક્કરે પસંદગી થવા બદલ શુભેચ્છા સહઅભિનંદન પાઠવ્યા હતા.
------

Comments

COMMENT / REPLY FROM