Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં દબાણ હટાવ નામે વ્હાલા દવલા : ભારતનગરમાં  વરસાદી નાળા પર બની બેઠેલ તબીબનું દબાણ કેમ છોડી દેવાયુ ?

02 July

છે ને મનપાના મોટા પેટવાળા અધિકારીની બલિહારી..! : પૂર્વ પ્રમુખની લાજ કાઢી કે શું ?




જે-તે સમયે નપામાં હતા ત્યારે પણ પ્રજાનું ભરપુર લોહી પીધુ, હવે વરસાદના પાણીના નીકાલ પર દબાણ કરીને પ્રજાને રંઝાડવાનું બાકી રાખતા નથી, આ લોકોને લાજ શરમ જેવુ હોતુ જ નથી કે શું? ભારતનગર આખે આખું આવા લોકોના લીધે હેરાન-પરેશાન થવા પામી ગયુ છે, છતા આવા તત્વોને જરા સહેજ પણ દયા આવતી જ નથી, આડેધડ દબાણો ખડકીને બેઠા છે..!


વરસાદી નાળાઓ સફાઈ કરવા, દબાણો દુર કરવાના નાટક બે દીવસ મનપા તંત્રના મોટાપેટવાળા બની બેઠેલા અધિકારીઓએ ઉભા રહી, ફોટોસેસન કરી અને છોડી દીધી હોવાનો વર્તારો, ભારતનગર વરસાદમાં બેટમાં ફેરવાઈ ગયુ, આવા જ વરસાદી નાળા ચોકઅપ પડયા છે, કુદરતી વહેણ પર દબાણો છે, એટલે જ, અને મનપાના મોટાપેટવાળા અધિકારીઓ રાખી ખ્યા છે શેહ-શરમ-સાડાબારી? : નહી તો ભારતનગરમાં વરસાદી નાળા પર જ ખડકાઈ ગયેલી હોસ્પિટલ પર બુલડોઝર ફરી જ ગયુ હોય..!



ગાંધીધામ :  પૂર્વ કચ્છના ઔદ્યોગકી પાટનગર ગાંધીધામને નગરપાલીકામાંથી મહાનગરપાલિકાનો દરજજો તો મળવા પામ્યોછે પરંતુ જાણે કે આ દરજજો નગરપાલિકાના સમયકાળ કરતા પણ વધારે ને વધારે માનવસર્જિત સમસ્યાઓનો પણ ભરડો લાવ્યો હોય તેવી સ્થિતી સંકુલની બનવા પામી ગઈ છે. નગરપાલીકાને પણ સારૂ વહીવટી પ્રશાસન કહેવડાવે તે રીતે મનપાના બની બેઠલા મોટાપેટવાળા અધિકારીઓ વર્તી રહ્યા છે અને પ્રજાજનો-સંકુલવાસીઓને સમસ્યાઓના હવાલે જકરી રહ્યા છે. 
વરસાદ પહેલા ગાંધીધામમાં વરસાદી નાળાઓ ખુલ્લા કરવાના નામે નાટક હાથધરવામ આવ્યુ અને તેમા ઈફકો પ્રવેશ દ્વારા આસપાસ ટાગોર રોડ પર તો અનેક નાળાઓ દબાયેલા હતા એટલે કે દબાણમાં હતા અને મનપાનુ તંત્ર આ દબાણો દુર કરવાના ડિંડક કરી રહ્ય્ુ હતુ જે બાબતે અખબારાના મથાડાઓ બની જવા પામતા દબાણો દુર તો કરાયા પરંતુ વરસાદી દબાણોને દુર કરવામાં પણ મનપાએ વ્હાલા દવલાની જ નીતી રીતીઓ અપનાવી હોવાની નારાજગી લોકોમાંથી ઉદભવતી જોવાઈ રહી છે. 
જાણકારો કહી રહ્યા છે કે, વરસાદમાં આપણે સૌએ જોયુ કે ભારતનગર બેટમાં ફેરવાઈ જવા પામ્યુ હતુ. અહી તળાવ જ હોય તેવી સ્થિતી સર્જાઈ ગઈ હતી. તેનુ કારણ વરસાદી નાળાઓ ખુલ્લા ન કરવા અને તે કાર્યવાહી પણ વ્હાલાઓને છોડી દેવા, દવલાઓની સામે બુલડોઝર ફેરવી દેવાની નીતીઓથી જ આચરવામા આવી હોય તેમ કહેવાય છે. જાણકારો કહી રહ્યા છે કે મનપા તંત્ર ભારતનગરમાં  દબાણ હટાવવા અવ્યુ તો વરસાદી નાળા પર એક મહાકાય આલીશાન હોસ્પીટલ ચણાઈ ગઈ હોવાનું ન દેખાયુ? આ દબાણ કેમ દુર કરવામાં ન આવ્યુ? મનપાના મોટાપેટવાળાને અધિકારીઓને પૂર્વ પ્રમુખની લાજ નડી ગઈ કે શું? કેમ આ વરસાદી નાળા પર જ બરાબર મોેટી ખકડી દેવાયેલી હોસ્પિટલ ન દેખાઈ? આ પ્રકારના દબાણો ન હટાવાતા જ ભારતનગર પાણી પાણી થઈ ગયુ હોવાનો વર્તારો ઉભો થવા પામી રહ્યો હોવાનો કચવાટ ઉભો થવા પામી રહ્ય છે. હકીકતમાં મનપાએ આવા દબાણો મામલે કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વિના જ બુલડોઝર ફેરવી અને પ્રજાજનો માટે વરસાદમાં પારાવાર સમસ્યાઓ સર્જતી જળ ભરાવની તકલીફથી મુકત કરવા જોઈએ. 

Comments

COMMENT / REPLY FROM