કચ્છમાં હિજરતી પરીવારોની જમીનો પર અમદાવાદ-મહેસાણા-ભુજના ભુ-માફીયાઓનો મલિન ડોળો : કરોડોના કૌભાંડને અંજામની ચર્ચા
જિલ્લા વહીવટીતંત્ર કરાવે તપાસ ...! : સેંકડો એકર જમીન કયા સ્થાનિક વચેટીયાઓએ પધરાવી દીધી?
દાયકાઓ અગાઉ પાકિસ્તાન સ્થળાંતર કરી ગયેલા લોકોની જમીન બનાવટી દસ્તાવેજોના આધારે વેચી મારવાનો કારસો : વિકાસના પગલે કચ્છમાં જમીનના ભાવો આસમાને પહોંચતા બિનવારસુ જમીન પર જમીન માફિયાઓએ નાખી નજર : અમદાવાદ - મહેસાણાના રોકારણકારોને બનાવટી દસ્તાવેજો ઉભા કરી જમીન પધરાવી દેવા રચાયું ષડયંત્ર : જમીનના સરકારી રેકર્ડ કોમ્પ્યુટરાઈઝડ થયા બાદ નવી મોડસ ઓપરેન્ડી અપનાવાઈ : તટસ્થ તપાસ થાય તો મોટા કૌભાંડનો થાય ખુલાસો : જાણકારોએ વ્યક્ત કર્યો મત
કચ્છમાં ખાસ કરીને અબડાસા, લખપત, નખત્રાણા, ભુજ, માંડવી અને મુંદરા તાલુકા વિસ્તારમાં પાકિસ્તાન હિજરત કરી ગયેલાઓની સંખ્યા વધુ હોવાથી આ તાલુકામાં કરોડોની જમીનોના બોગસ દસ્તાવેજોના
મારા કાર્યકાળ પહેલાના કોઈ કેસો હોઈ શકે, છતા પણ ચોકકસથી ઝીણવટભરી તપાસ કરવામા આવશે : શ્રી સી જે પીરોલીયા(મામલતદારશ્રી અબડાસા)
આ મેટર બાબતે અબડાસા પ્રાંત અધિકારી શ્રી વાધેલાએ ફોન ઉપાડવાની તસ્દી જ ન લેતા તેમની પ્રતીક્રીયાઓ જાણી શકાઈ નથી..!
ભુજ : સરકારી કચ્છ જિલ્લામાં જમીન સબંધી અનેક કૌભાંડો પ્રકાશમાં આવી ચુકયા છે. છેલ્લા અઢી દાયકામાં થયેલા ઔધોગિક વિકાસના
પગલે કચ્છમાં જમીનોની કિંમત આભને આંબી રહી છે, ત્યારે જમીન સબંધી કૌભાંડ વધ્યા છે. ભૂમાફિયાઓએ ગૌચર, સરકારી પડતર જમીન પચાવી પાડ્યા બાદ હવે કચ્છમાંથી
પાકિસ્તાન હિજરત કરી ગયેલા પરિવારોની કચ્છમાં આવેલી જમીન પર નજર બગાડી હોવાનું જાણવા મળી રહ્યું છે. જિલ્લા બહારના રોકાણકારોને સસ્તા ભાવે જમીન અપાવી દેવાની લાલચ આપી બનાવટી આધારો ઉભા કરી સ્થળાંતર કરી ગયેલા પરિવારોની જમીન વેચી મારવાની પેરવી ચાલી રહી હોવાનું આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે.
આ અંગે મળતી વિગત મુજબ ભારત - પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છ જિલ્લાના ભૂતકાળમાં સરહદ પારના લોકો સાથે રોટી- બેટીના વ્યવહારો રહ્યા હતા. વર્ષ ૧૯૪૭માં દેશનું વિભાજન થયું હતું. કચ્છ જેવી સાંસ્કૃતિક અને ભાતીગળ સામ્યતા ધરાવતો સિંધ પ્રદેશનો ભારતથી અલગ થઈ પાકિસ્તાનમાં સમાવેશ થયો હતો. વર્ષ ૧૯૪૭ના વિભાજન બાદ ભારત-
પાક વચ્ચે થયેલ ૧૯૬પ અને ૧૯૭૧માં યુધ્ધ થયું હતું. જોકે બંને દેશો વચ્ચે સંબંધો સામાન્ય ન રહ્યા હોવા છતાં સરહદી વિસ્તારના લોકોનો આપસનો વ્યવહાર યથાવત રહ્યો હતો. કચ્છમાં વસવાટ કરતા સિંધિ જત, સોઢા વગેરે સમુદાયના લોકોના સંબંધીઓ
પાકિસ્તાનમાં વસવાટ કરે છે. જો કે વિભાજન અને ત્યારબાદના સમયગાળામાં કચ્છના સરહદી તાલુકાઓ માંથી પણ અનેક
પરિવારો પાકિસ્તાન હિજરત કરી ત્યાં સ્થાયી થયા છે. અબડાસા, લખપત, નખત્રાણા, ભુજ, માંડવી અને મુંદરા તાલુકા વિસ્તારમાં
પાકિસ્તાન હિજરત કરી ગયેલા અનેક પરિવારોની મિલકત જમીનો આવેલી છે. જે જમીન અંગેની વર્ષો જુની નોંધ સરકારી દફતરે હિજરતીની મિલકત તરીકે
પડી હતી. ટેકનોલોજીના યુગમાં મિલકત નોંધણીઓના જુના દફતરોનું સ્થાન હવે કોમ્યુટરે લીધું છે. ત્યારે કચ્છમાં અનેક ભૂમાફિયાઓએ કચ્છથી હિજરત કરી ગયેલા લોકોની બિનવારસુ પડેલી જમીનો પર નજર બગાડી છે. આજથી ત્રણેક દાયકાઓ અગાઉ કચ્છમાં જમીન પાણીના મૂલે મળી રહેતી તે સમયગાળામાં હિજરતીઓની મિલકત સરવાયેલી રહી હતી. પરંતુ હવે કચ્છના સર્વાગી વિકાસ બાદ જમીનોની કિંમત આસમાને પહોંચી છે ત્યારે કોઈ ધણી ધોરી વગરની સોનાની લગડી સમાન મિલકતો પર જમીન માફિયાઓએ નજર બગાડી છે. આવી મિલકતોની નોંધોમાં વર્ષ ર૦૧૦ બાદ ભેદી ફેરફાર થયો છે. કેટલીક જમીનો ભૂમાફિયાઓએ ભળતા નામો કે અન્ય ગેરરીતિઓ આચરી વેચી મારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જમીન માફીયાઓએ સીધિ લીટીના વરસાદર ન હોવા છતાં ભરતા નામનો ઉપયોગી કર્યો હોવાનો વિગતો મળી
રહી છે. ખાસ કરીને અબડાસા, લખપત સરહદ વિસ્તારમાં બિનવારસુ પડેલી હિજરત ગયેલા પરિવારની મિલકતો અમદાવાદ, મહેસાણાના વેપારીઓને વેચવાનો કારસો રચાયો છે. જમીન માફિયાઓ પૈસાના જોરે ભ્રષ્ટાચાર આચરી જમીનોને વેચવા સક્રિય થયા છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રતેને ગંભીરતાથી લઈ દાયકાઓથી બિનવારસુ હાલતમાં પડી રહેલી
પાકિસ્તાન હિજરત કરી ગયેલા પરિવારોની મિલકતોને સુરક્ષિત રાખવા કાર્યવાહી કરે તે ઈચ્છનીય હોવાનું જિલ્લાના જાગૃત નાગરીકો
જણાવી રહ્યા છે.
આ બાબતે અબડાસા મામલતતદારશ્રી સી જે પારોલીયાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, પાકીસ્તાની કે હિજરતી પ્રોપર્ટી તરીકે સરકારી રેકર્ડ પર જે મિલ્કત ચડી જવા પામી હોય તે અમારા તબક્કેથી તબદલી કે વેચસાટ થવા પાત્ર રહેતી નથી, હિજરતી જમીન ગ્રામ પંચાયતને લગતી હોય તો તેના આકારણી રજીસ્ટર્ડમાં નોધ હોય, શહેરી વિસ્તારની જમીન હશે તો સીટી સર્વેમાં તેની નોધ થવા પામે જો એ રહેણાંકની જમીન હોય અને ખેતીની જમીન હોય તો એ છ-અ, ૭/૧રમાં નોધમાં દર્શાવવામાં આવતુ હોય છે.
અને જો એ દર્શાવેલ હોય તો તે પ્રોપર્ટી ઈવેકયુ પ્રોપર્ટી છે જે તબદલી થવા પામી શકતી નથી. તેઓએ કહ્યુ કે, અબડાસામાં મે કાર્યભાર સંભાળ્યો તેને બહુ સમય નથી થયો એટલે કદાચ અહીના કોઈ ગામડાઓમાં કે કયાંય આવા કિસ્સાઓ બન્યા હશે તો મારા સમયકાળ પહેલાના હશે, ઉપરાંત પણ ચોકકસથી આ અંગેની ક્રોસ વેરીફીકેશનની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાત્રી અબડાસા મામલતદારશ્રીએ આ તબક્કે આપી હતી. તો વળી આ બાબતે બીજીતરફ અબડાસા પ્રાંત અધિકારી શ્રી વાઘેલાનો સંપર્ક સાધવાનો પ્રયાસ તેમના ફોનની ઘંટડીઓ જ રણકતી રહી હોવાથી વિફળ નીવડયો હતો.
..........................
કલેકટરશ્રી કરાવે જાત તપાસ : હિજરતી
સર્વે નંબર વાળા ૭/૧ર જ કરાવો બ્લોક
વેળાસર આ અંગે તપાસ નહી થાય તો કઈક નિદોર્ષ જમીન ખરીદનારાઓ આ વચેટીયા ભુ માફીયાઓની જાળમાં ફસાઈ જશે : કારણ કે જેઓ ફસાયેલા છે તેમણે જમીન વેચવા કાઢી ત્યારે ખ્યાલ આવ્યો કે તેઓ તો ફસાઈ ગયા છે, આવામાં વચેટીયાઓનું ગળુ આ જમીન માલિકોએ પકડતા, ભુ-માફીયા વચેટીયાઓએ હિજરતીઓ વાળી આ જમીનમાથી ફસાયેલાઓનો હાથ કઢાવી દેવે અને નવા મૂર્ગાઓ શોધી તેમને પેણાવી દેવાની જવાબદારી લીધી હોવાની છે ચર્ચા
જો આમ થશે તો નિદોર્ષ જમીન ખરીદનારાઓ કરોડોની છેતરામણીમાંઆવી જતા બચી જશે :
તપાસ પછી થશે તો ચાલશે, પહેલા સર્વે નંબર બ્લોકની સુચના કલેકટર આપે તે અનિવાર્ય છે
કલેકટરશ્રી અબડાસા પ્રાંતને તપાસના કેમ ન આપે કડક આદેશ?
ગાંધીધામ : ઈવેકયુ અથવા એનીમી પ્રોપર્ટી તરીકે મહેસુલ દફતરે ચડી ગયેલી પ્રોપર્ટી સરકારની પૂૃર્વ પરવાનગી વગર તબદલી-વેચસાટ થઈ જ શકતી નથી. છતા કચ્છના અબડાસા સહિતના તાલુકાઓમાં આવુ થયુ હોવાની ચર્ચાએ વેગ પકડયો છે. આ બાબતે સત્ય હોય તો ખુબજ ગંભીર કહેવાય. જિલ્લા કલેકટરશ્રીએ આ બાબતે જાત તપાસ કરાવી જોઈએ. હિજરતી મિલ્કત બોલતી હોય તેવા સર્વે નંબરના હવે ૭/૧ર જ ન બનવા જોઈએ તે વેરીફીકેશન કરાવી અને કલેકટરે કડક સુચનાઓ જ આપવી જોઈએ.
..................................
હિજરતી મીલ્કતો(એનીમી પ્રોપર્ટી)ની તબદીલી -વેચસાટ
થઈ જ ન શકે : સરકારશ્રી તબક્કેથી જોઈએ મંજુરી...!
ઈવે કયુ-એનીમી પ્રોપર્ટી તરીકે મહેસુલી દફતરમાં રહે છે અનામત : હિજરત કરી ગયાની નોંધ જે તે ગ્રામ પંચાયતના આકારણી રજીસ્ટ્ર્ર્ડમાં બોલતી હોય તે બાદ આ જમીન ટ્રાન્સફર થઈ શકે નહી
ગાંધાધીમ : આ બાબતે મહેસુલી તજજ્ઞોની જો વાત માનીએ તો ભારત-પાકીસ્તાનના ભાગલા પડયા તે બાદ ૧૯૪૮, ૧૯૬પ તથા ૧૯૭૧ બાદ અલગ અલગ રીતે ત્રણેયે વખત લોકો ભારત દેશ છોડીને જતા રહ્યા છે. મુળ પાર્ટીશન જે વખતે થયુ, જેમણે તે વખતે દેશ છોડયો એ વખતે સર્વે કરવામા આવ્યો હતો અને ૧૯૭૧માં પણ ફરીથી સર્વે થવા પામ્યો છે. હિજરત કરી જનારની મિલ્કતો સરકાર દ્વારા રજીસ્ટર્ડમાં હિજરત કરી ગયા હોવાની નોંધ કરી દેવામા આવી છે, નિયુકિત મિલ્કતો થઈ જવા પામી છે. તેનો કબ્જો ભોગવટો સરકારની પરવાનગી વિના તબદલી થવા પામી શકતો નથી.મહેસુલી કાર્યપદ્વતીમાં આ જમીનોને એનીમી પ્રોપર્ટી કહેવાય છે. ભારતના દુશ્મન દેશ પાકીસ્તાનમાં જે તે લોકો ચાલ્યા ગયા હોવાથી તે વખતે આવી જમીનોને એનીમી પ્રોપર્ટી અથવા તો ઈવેકયુ પ્રોપર્ટી તરીકે મહેસુલ તંત્રની ભાષામાં ઉચ્ચારણ કરવામા આવતો હોય છે. કચ્છમાં હાલમાં દસ તાલુકાઓ છે તો આ તમામે તમામ તાલુકાઓની આવી એનીમી પ્રોપટીનુ લીસ્ટ જિલ્લા કલેકટરશ્રીનીકચેરીમાં નોંધણી થયેલ હોય છે. આ મિલ્કતોની ગામ નમુનો નંબર છમા તથા ગ્રામ પંચાયતની આકારણી રજીસ્ટર્ડમાં નોધ થયેલી જ હોય છે. આવી પ્રોપર્ટીઓ તબદલી કરવાની સત્તા મામલતદારશ્રી, પ્રાંત અધિકારી કે કલેકટરશ્રી કક્ષાએ પણ રહેલી ન હોવાનુ જાણવા મળી રહ્યું છે. જો કોઈ વ્યકિત એપ્રોચ કરે તો ગુજરાત સરકારના મહેસુલ વિભાગમાં એ દરખાસ્ત મોકલવી પડતી હોય છે જેના માટે અનકવીધ મહેસુલી નિતીનીયમોના કોઠા વિધવા પડે તે બાદ સરકાર મંજેુરી આપી શકે છે. જો કે જાણકારો તો એમ પણ કહે છે કે, કચ્છમાં આ રીતે હિજરતી મિલ્કતોમાં કોઈને મંજુરી આપી હોય તેવા કીસ્સાઓ ધ્યાને આવતા નથી.
............................
જુની નોંધણી ચકાસણીમાં થયા હતા ચોંકાવનારા ખુલાસા
ભુજ : કચ્છ જિલ્લામાં જમીનોની તબદીલી વખતે જુની નોંધની ચકાસણીમાં બોગસ ખેડૂત ખાતેદારનું મોટૂં કૌભાંડ બહાર આવ્યું હતું. સમાન જણાતા નામના આધારે બનાવટી પુરાવાઓ ઉભા કરી કેટલાક લોકો ખોટા ખેડૂત ખાતેદાર બની બેઠા છે, જે રીતે ખેડૂત ખાતેદાર બનવા માટે સમાનતા ધરાવતા નામોનો ઉપયોગ થયો છે, તેવી મોડસ ઓપરેન્ડી પાકિસ્તાન હિજરત કરી ગયેલા પરિવારોની જમીનના વેચાણમાં થતો હોવાનું જાણકારો ચર્ચી રહ્યા છે.
..............
માત્ર અબડાસાના વાગોઠ-ચરોપડી- વાયોર સહિતના પટ્ટામાં પ૦૦ એકર જમીનનો પડી ગયો છે ખેલ
જો ઝુંબેશરૂપ તપાસ કરાશે તો લખપત - સુઈ - બનાસકાંઠા સહીતના સીમાવર્તી વિસ્તારોમાં ખુશલે મોટું કૌભાંડ
ગાંધીધામ : હિજરીત કરી ગયેલા લોકોની અજાણતાથી તેમના નામે બોગસ દસ્તાવેજો અને ડમી વારસદારો ઉભા કરી અને જમીન કૌભાડને વીવિધ સરહદી ક્ષેત્રમાં અજામ અપાયો હોવાની ચર્ચા સામે આવવા પામી રહી છે.
જાણકારો કહી રહ્યા છે કે, આ રીતની જમીનોનું એકમાત્ર અબડાસા પટ્ટામાં જ પ૦૦ એકરથી વધુ જમીનનુ નામુ નંખાઈ ગયુ છે એટલે કે કૌભાંડો આચરાઈ ગયા છે અને જો
તપાસ વધારે લંબાવાય અને સારી રીતે કરવામા આવશે તો લખપત, સુઈ, બનાસકાંઠા સહિતના સીમાવર્તી વિસ્તારોમાં પણ આ જમીન કૌભાંડને અંજામ અપાઈ ચૂકયો હોવાનો ખુલાસો થઈ શકે છે.
......................
વધુ જમીન માલીકોને છેતરાતા અટકાવવા આટલુ કરે જિલ્લા વહીવટી પ્રશાસન..!
ભુજ-અમદાવાદ-મહેસાણા-રાજકોટ સહિતની જમીન ખરીદનારી પાર્ટઓ પ૦-પ૦, ૧૦૦ કરોડમાં આવી ગયા હોવાની છે ચર્ચા, કૌભાંડની રકમનો આંક કયા જતો હશે, વિચાર તો કરો?
ગાંધીધામ : હિજરીતી મિલ્કતોના ડમી આધારો અને વારસદારો મારફતે વેંચવામાં આવી રહ્યા છે તેને અટકાવવુ હોય તો સૌ પ્રથમ તો જે-તે વખતે તલાટીઓના રેકર્ડ પર હિજરતી એનીમી-ઈવેકયુ પ્રોપર્ટી બોલતા હોય તે સર્વે નંબર અલગ તારવવા જોઈએ. તે સર્વે નંબરો ઓનલાઈન થયા, કોમ્યુટરાઇજ રેકર્ડ બન્યા તેમાં એના એ જ બોલે છે કે નવા ૭/૧ર બનેલા છે? આ ક્રોસ વેરીફીકેશન કરવુ જોઈએ અને હવે પછી આવા ૭/૧ર કોઈ નવાને જમીન પધરાવી દઈ અને નવી નોંધ ન પડે તે માટે બ્લોક જ કરાવી દેવા જોઈએ. ઉપરાંત વચ્ચેના સમયકાળમાં જેટલા પણ ૭/૧ર નવી નોધો હિજરતી મિલ્કતોમાં પડી હોય તે બધાયને તપાસ હેઠળ લેવા જોઈએ અને ખરાઈ કરવી જોઈએ કે, વારસદારો ખરા છે, વેચસાટમાં સરકારની મંજુરી લેવાઈ છે ખરી? જો ન લેવાઈ હોય તો તે નોધો રીવીઝનમાં લઈ રદ કરી અને આવા કૃત્યને અંજામ આપનારાઓની સામે સરકાર સાથેની ગંભીર છેતરપીંડીના કેસમં ફોજદારી રાહે લાલઆંખ કરવી ઘટે.
......................
ર૦૧૦માં મહેસુલી રેકર્ડ ઓનલાઈન થયુ તે પહેલા
ભ્રષ્ટ સરકારી બાબુઓની મદદથી આચર્યા કૌભાંડો!
ગાંધીધામ : હિજરતીઓ ભારતમાં ૧૯૪૭થી લઈ અને ત્રણ વખત અલગ અલગ સ્થિતી સંજોગામં કરી ગયા હતા. અને તેઓની હિરજત કર્યાની અને તેમના વારસા કોઈ ન હોવાની નોધ જે તે વખતે ગ્રામ પંચાયતના આકારણી રજીસ્ટર્ડમાં ચડાવી દેવાઈ અને તે નોંધને માન્ય કરી દેવાઈ હતી. પરંતુ જયારે સરકારે મહેસુલીતંત્રન કોમ્યુટરાઇજ બનાવ્યુ એટલે કે અંદાજીત ર૦૧૦ આસપાસ તે પહેલા અબડાસા કહો કે લખપત અમુક વચેટીયા જમીન કૌભાંડીઓ સક્રીય થયા, તંત્રના તે વખતના સર્કલ ઓફીસર, નાયબ મામલતદારો સહીતનાઓની સાથે સેટીંગ કરી અને આવી હિજરતી મીલ્કતોનો ખેલ વારસદારો ગમે તે નામે ઉભા કરી અને પાડી દીધા હોવાનુ ચર્ચાય છે.
..................
છ માસ પહેલા જ લેતી-દેતીના ડખ્ખામાં
અબડાસામાં કરાયા છે આવા સર્વે નં.બ્લોક.!
ગાંધીધામ : જાણકારો કહી રહ્યા છે કે હિજરતી મિલ્કતો સરકારની જાણ વગર બારોબાર વેેચસાટનુ કૌભાંડ ચાલી જ રહ્યુ છે અને તેમાં લાગતા વળગતાઓની સાંઠગાંઠ હોવાની પુષ્ટી કરતી ચર્ચા પણ તેજ બનેલી છે. કહેવાય છે કે અબડાસામાં જ આવા ચારથી પાંચ સર્વે નેબંરને છ માસ પહેલા જ બ્લોક કરી દેવામા આવ્યા છે અને તેમાં તંત્રના જવાબદાર સાથેની લેતીદેતીનો જ ડખ્ખો કારણભુત હોવાનુ કહેવાય છે.

Comments