Trending News
સ્થાનિક સમાચાર

શેખપીર ત્રણ રસ્તા પાસે ૩૮ હજારના ગાંજા સાથે ભુજના બે યુવક પકડાયા 

02 July



ભુજ : ભુજ - ભચાઉ હાઈવે રોડ પર શેખપીર ત્રણ રસ્તા પાસે એસઓજી વાહન ચેકિંગમાં હતી, ત્યારે કારમાંથી ગાંજા સાથે બે યુવકને ઝડપી લેવામાં આવ્યા હતા. 
ભચાઉથી ભુજ તરફ આવતી હ્યુન્ડાઈ કાર નંબર જી.જે. ૦૩ સીએ ર૩૧૯ને ઉભી રાખવી કારમાં તપાસ કરતાં ૩.૮રપ કિલો ગાંજો મળી આવ્યો હતો. ૩૮,રપ૦ના ગાંજા સાથે ભુજના સંસ્કારનગરમાં  રહેતા હેત સોમપુરી ગુંસાઈ અને ગણેશનગરના ઓમગિરિ અરવિંદગિરિ ગોસ્વામીની અટક કરવામાં આવી હતી. કાર સહિત ર,૭૬,૬પ૦નો મુદામાલ કબ્જે કરી એસઓજી દ્વારા પદ્ધર પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. 
----

 

Comments

COMMENT / REPLY FROM