મુરચબાણ માં પશ્ચિમ કચ્છ ખાણખનિજ વિભાગે કાર્યવાહી કરી : સવા કરોડનો દંડ ફટકાર્યો
હવે અબડાસાના ખીરસરા - નુંધાતડ પટ્ટાના ખનીજમાફીયાઓને શીખવાડો શબક
માપણી બાદ કસૂરદારોને નોટિસ ફટકારી મુરચબાણમાં ગેરકાયદે ખનન-વહનમાં બે લોકોને રૂ.૧.૨૭ કરોડની દંડ કરાયો : બંને સાદી માટી અને બેન્ટોનાઈટનું ગેરકાયદે ખાણકામ કરતાં ઝડપાયેલા
ગાંધીધામ : અબડાસા-લખપત પટ્ટામાં ખનીજચોરો બેફામ બનેલા હોવાની ચકચાર વચ્ચે જ ખનીજવિભાગે આ દીશામાં કાર્યવાહી કરી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ અંગે મળતી વિગતો અનુસાર ખાણ ખનિજ વિભાગ દ્વારા તાજેતરમાં મુરચબાણ ખાતે બે અલગ અલગ જગ્યાએ ગેરકાયદે ખાણકામ- વહન ઝડપી વાહનાનો સહિતનાં મશીનોને જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિભાગની ટીમ દ્વારા સ્થળ પર માપણી કરીને જેટલા પ્રમાણમાં સાદી માટી તથા બેન્ટોનાઇટ ખનિજનો જથ્થાનું ગેરકાયદે ખાણકામ કરવામાં આવ્યું તે મુજબ બંને કસૂરવારોને રૂ.૧.૨૭ કરોડનો દંડ કરાયો હતો. ખાણ ખનિજ વિભાગ ભુજની તપાસ ટીમ દ્વારા તાજેતરમા પેટ્રોલિંગ દરમ્યાન લખપત તાલુકાના મુરચબાણમાં ગેરકાયદે ખાણકામ-વહન કરતા એક્સકેલેટર મશીન, જે.સી.બી. કંપનીનું બેકહોઈ મશીન, ડમ્પરને પકડી પાડવામાં આવ્યું હતું. જે અન્વયે સ્થાનિક ટીમ દ્વારા માપણી સહિતની કાર્યાવાહી પૂર્ણ કરવામાં આવતાં ૨૦,૧૭૨.૨૭ મેટન સાદીમાટી અને બેન્ટોનાઈટ ખનિજનુ ગેરકાયદે ખાણકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
જે બદલ ખનન-વહન કરનાર કસૂરદારને
બિનઅધિકૃત રીતે ખોદકામ, સંગ્રહ કરવા સબબ દંડ, સમાધાન પેટે રૂ. ૧,૦૩,૧૮,૮૩૦ની નોટિસ ફટકારવામાં આવી હતી. આ રકમ કસૂરદાર દ્વારા ભરપાઈ કરવામાં આવી હતી. ખાણ ખનિજ વિભાગ અને ભુજ એલ.સી.બી.ની ટીમ દ્વારા મુરચબાણમાં જ ગેરકાયદે ખાણકામ-વહન કરતા એસકેવેટર મશીન અને હ્યુન્ડાઈ કંપનીનું એકસકેવેટર મશીન તેમજ ત્રણડમ્પરને જપ્ત કરવામાં આવ્યા હતાં. જે અન્વયે સ્થાનિકે માપણી સહિતની કાર્યવાહી કરવામાં આવતાં કુલ ૪,૦૯૨.૨૪ મે.ટનસાદી માટી અને બેન્ટોનાઈટ ખનિજનુ ગેરકાયદે ખાણકામ કરવામાં આવ્યું હોવાનુ સામે આવતાં ખનન-વહન કરનાર સૂરદારોને બિનઅધિકૃત રીતે ખોદકામ, સંગ્રહ સબબ દંડ, સમાધાન
પેટે રૂ. ૨૬,૮૯,૪૧૦ ભરપાઇ કરવાની નોટીસ અપાઇ હતી. જે કસૂરદાર દ્વારા ભરપાઈ કરી દેવામાં આવી હતી.
.......................
સૌથી મોટો સવાલ : મશીનો કેમ લાંબા સમય માટે સીઝ નથી કરાતા?
ગાંધીધામ : પશ્ચીમ કચ્છ અને તેમાંય પણ ખાસ કરીને અબડાસા-લખપત વિસ્તરામાં ખનીજમાફીયાઓ ફાટીને ધુમાડે ગયા છે. કરોડોની ખનીજચોરી કરી રહ્યા છે ત્યારે અહી સમ ખાવા પુરતી કાર્યવાહી તો થાય છે પરંતુ ધાક બેસાડતા પગલા લેવાના અભાવે ખનીજચોરો ફરી ફરીને સક્રીય થઈ જાય છે. હાલમાં પણ મુરચબાણમાં જે સવા કરોડનો દંડ સમાધાનકરાી વલણે ભરાવાયો છે તે થયેલી ખનીજચોરીની સામે કંઈ જ ન કહેવાય. હકીકતમાં તો જે જેસીબી સહિતના મોંઘાદાટ મશીનો પકડાયા છે તેને લાંબા સમય માટે સિજ કરી દેવા જોઈએ. એકાદ-બે વર્ષ આવા મશીનો જો મુકત ન થાય તો અને તો જ ખનીજચોરો પર લગામ કસી કહેવાય.
....................
કચ્છ પોલીસના ઉચ્ચ અધીકારીઓ કેમ ન કરે લાલઆંખ :
ન્ઝ્રમ્ ત્રાટકી તો સ્થાનિક પોલીસ શું કરી રહી હતી?
ગાંધીધામ : ખનીજચોરી કચ્છમાં બેફામ પણે વકરી ચુકી છે અને તેમાં ભ્રષ્ટ સરકારી બાબુઓની એક યા બીજી રીતે મીલીભગત હોવાની ઘટનાઓની ચાડી ખાતી બીનાઓ પણ સતત સામે આવવા પામતી જ રહે છે. મુરચબાણમાં પણ જે સવા કરોડનો દંડ હાલમાં બે પાર્ટીઓને ફટકારાયો છે, તેમાં ખનીજ વિભાગ સાથે એલસીબીની ટીમો ત્રાટકીને પ્રથમ કાર્યવાહી કરવા દોડી ગઈ હતી. તેનો અર્થ શું થાય? શું સ્થાનિકે કોઈ પોલીસતંત્ર કે માળખું જ નથી? તેમને કેમ આવી ખનીજચોરી ન દેખાઈ? કે પછી ખનીજચોરોના સલીયાણા સ્થાનિક ખાખીતંત્રના મોઢા બંધ કરી દે છે માટે સ્થાનિક પોલીસને કરોડોની ખનીજચોરી દેખાવવા પામતી નથી? હવે જયારે દંડ ફટકારાઈ જ ગયો છે એટલે ખનીજચોરી તો થતી હતી તે નકકી થઈ ગયુ છે, તો એલસીબીએ કરેલી કાર્યવાહીની નોધ લઈ અને સ્થાનિક પોલીસના બની બેઠલા વહીવટદારો સામે ઉચ્ચ પોલીસ અધિકારીઓ કેમ લાલઆંખ ન કરે?
....................

Comments