Trending News
સ્થાનિક સમાચાર

રાપરના ખટલાવાંઢમાં કટીંગ થતો ર૧.૪પ લાખનો દારૂ પકડાયો 

02 July



અંજાર અને ગાંધીધામના શખ્સોએ રાજસ્થાનથી દારૂ ભરેલી ટ્રક મંગાવી હતી : બોલેરોમાં કટીંગ કરતા હતા, ત્યારે પોલીસનો દરોડો : પોલીસનું ધ્યાન રાખવા માટે બે માણસો રાખ્યા હતા : વાહન સહિત ૩૬.૯પ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો 

રાપર : તાલુકાના ખટલાવાંઢ ગામે બાવળોની ઝાડીમાં છુપાવેલ અને કટીંગ થતો દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. ગાગોદર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં રાજસ્થાનથી આવેલો મોંઘેરો શરાબ પકડાયો હતો. અલબત આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. એક માલ મંગાવનાર આરોપી પકડાયો હતો. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ અંજારના દબડા વિસ્તારમાં રહેતા અને મૂળ કિડિયાનગરના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા જોરૂભા વાઘેલાએ ગાંધીધામના ભારતનગરમાં રહેતા ઓમદાન ગઢવી સાથે મળીને રાજસ્થાનથી પકારામ પાસેથી દારૂ મંગાવ્યો હતો. ટ્રક નંબર આર.જે. ૦૬ જીડી ૮૪ર૩માં દારૂ આવ્યો હતો. ખટલાવાંઢમાં માલ કટીંગ થતો હતો, ત્યારે અંજારનો વિજય ઠાકોર પીકઅપ ડાલો લઈને આવ્યો હતો. માલની હેરાફેરી કરવામાં આવતી હતી, ત્યારે કિડિયાનગરના નિલેશ ઉર્ફે કાગો પ્રભુભાઈ અને અશ્વિન ડાંગરને પોલીસનું ધ્યાન રાખવા માટે જણાવાયું હતું. જો કે, પોલીસ પહોંચી ત્યારે બધા જ આરોપીઓ ભાગી ગયા હતા. એક માત્ર હિતેન્દ્રસિંહ પકડાયો હતો. સ્થળ પરથી ૧૮૦ એમએલના ૭૧પર કવાટરિયા કિ.રૂા. ર૧,૪પ,૬૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ સાથે ૧૦ લાખની ટ્રક, પાંચ લાખની બોલેરો મળી ૩૬.૯પ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપીઓ સામે ગાગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ  કરવામાં આવ્યો છે. જેની આગળની તપાસ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે. 
હિતુભા જોરૂભા વાઘેલાએ ગાંધીધામના ભારતનગરમાં રહેતા ઓમદાન ગઢવી સાથે મળીને રાજસ્થાનથી પકારામ પાસેથી દારૂ મંગાવ્યો હતો. 
ટ્રક નંબર આર.જે. ૦૬ જીડી ૮૪ર૩માં દારૂ આવ્યો હતો. ખટલાવાંઢમાં માલ કટીંગ થતો હતો, ત્યારે અંજારનો વિજય ઠાકોર પીકઅપ ડાલો લઈને આવ્યો હતો. માલની હેરાફેરી કરવામાં આવતી હતી, ત્યારે કિડિયાનગરના નિલેશ ઉર્ફે કાગો પ્રભુભાઈ અને અશ્વિન ડાંગરને પોલીસનું ધ્યાન રાખવા માટે જણાવાયું હતું. જો કે, પોલીસ પહોંચી ત્યારે બધા જ આરોપીઓ ભાગી ગયા હતા. એક માત્ર હિતેન્દ્રસિંહ પકડાયો હતો. સ્થળ પરથી ૧૮૦ એમએલના ૭૧પર કવાટરિયા કિ.રૂા. ર૧,૪પ,૬૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ સાથે ૧૦ લાખની ટ્રક, પાંચ લાખની બોલેરો મળી ૩૬.૯પ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપીઓ સામે ગાગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ  કરવામાં આવ્યો છે. જેની આગળની તપાસ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે. 

Comments

COMMENT / REPLY FROM