Trending News
સ્થાનિક સમાચાર

અંજારની નટરાજ ડાન્સ એકેડમીની નૃત્યાંગનાઓ ઝળકી

01 July


દાર્જિંલીંગમાં યોજાયેલ ઓલ ઈન્ડિયા નેશનલ ડાન્સ કોમ્પિટિશનમાં 



ભુજ : તરંગન - નાટય નર્તન કથક રોકર્સ દ્વારા ઓલ ઇન્ડિયા નેશનલ ડાન્સ કોમ્પિટિશનનું દાર્જિલિંગ ખાતે ૩૦ મેથી ૨ જૂન દરમ્યાન આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં અંજારની નટરાજ ડાન્સ એકેડેમીની નૃત્યાંગનાઓએ નૃત્ય હરિફાઈમાં ભાગ લીધો હતો, જેમાં ૮ નૃત્યએ પ્રથમ ક્રમાંક મેળવેલ છે. તમામ નૃત્યનું સંચાલન રાધિકા સાહિલ પઢિયાર દ્વારા કરવામાં આવ્યું હતું. નટરાજ ડાન્સ એકેડેમીના સંચાલિકા રાધિકા સાહિલ પઢિયારનું નૃત્ય સાધિકા એવોર્ડ તથા ગુરુ આચાર્ય શ્રેઠ સન્માન દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. માહી પુનિત મારું નૃત્ય રંજની એવોર્ડ તથા નૃત્ય રત્નાકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. બેન્સ ગુરપ્રીત કોરનું લોક રંજની એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. વિશ્વા પરેશ પરમારનું લોક રંજની એવોર્ડ તથા નૃત્ય રંજની એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. રીત ભાવેશ વરૂનું નૃત્ય રત્નાકર એવોર્ડ તથા નૃત્ય રંજની એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. હેલી મિતલ પટેલનું નૃત્ય રંજની તથા નૃત્ય રત્નાકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. ઉમા મિતલ પટેલે વોકલમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. નટરાજ ડાન્સ એકેડેમી દ્વારા અલગ અલગ ફોક - સેમી ક્લાસિકલ નૃત્ય સોલો - ડ્યુએટ - ગ્રુપ - ફેસ્ટિવલ પરફોર્મન્સ કૃતિ પ્રસ્તુત કરવામાં આવી હતી. નટરાજ ડાન્સ એકેડેમી અત્યાર સુધી ૧૮૯ નેશનલ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે. રાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ નટરાજ ડાન્સ એકેડેમીની નૃત્યાંગનાઓને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.
---------

Comments

COMMENT / REPLY FROM