Trending News
સ્થાનિક સમાચાર

કચ્છી જૈનાચાર્યનો અમદાવાદમાં ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો 

01 July



ભુજ : લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત  પ.પૂ.પ્રકાશ ચંદ્રજી સ્વામી આદી ઠાણા પાંચનો એલીસબ્રીજ સ્થા. જૈન સંઘમાં ચાતુર્માસ પ્રવેશ ભવ્યતાથી થયો હતો. નવલ પ્રકાશ ઉપાશ્રયથી જૈન ધર્મના સુત્રોચ્ચાર અને ધર્મના જયકારા સાથે એલિસ બ્રિજ ઉપાશ્રયમાં ચાતુર્માસ પ્રવેશ કર્યો હતો.
  આ પ્રસંગે પ્રવેશ કાર્યક્રમ હરખચંદભાઈ લાલજી સાવલાના અધ્યક્ષપદે યોજાયો હતો. પ્રારંભે સંઘ પ્રમુખ નીલેશભાઈ પાટડીવાળાએ સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકાર આપ્યો હતો. ચાતુર્માસ દરમિયાન ગુરૂ ભગવંતોની આરોગ્ય સુખાકારી જળવાઈ રહે એવી શુભેચ્છા પાઠવી હતી. અજરામાર સંપ્રદાયના વડીલ ટ્રસ્ટી દામજીભાઈએ ગુરુદેવોને સંપ્રદાય વતી ચાતુર્માસની શુભકામના પાઠવી હતી ચાતુર્માસ દરમિયાન સંપૂર્ણ ખર્ચ સાથે સાધર્મિક ભક્તિનો લાભ દેવશીભાઈ દેવરાજ ગડા લાકડીયાવાળાએ લીધો હતો. આ પ્રસંગે મુંબઈથી માજી નાણામંત્રી બાબુલાલ મેઘજી શાહ, રામજીભાઈ ગાલા, લખમશીભાઈ ગાલા, શાંતિલાલભાઈ રીટા, હરેશભાઈ ખીમસિયા, નેમચંદભાઈ છેડા, ભરતભાઈ ગાલા, કચ્છથી કિશોરસિંહ પરમાર, સંજય મહેતા, કીર્તિ મોરબિયા તેમજ સમાઘોઘા અને ભોરારાના સરપંચ અને ક્ષત્રિય અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુભક્તિના દર્શન કરાવ્યા હતા 
આ પ્રસંગે કાર્યક્રમ ઉદ્દઘોસક સુપ્રસિદ્ધ સંગીતકાર સંજય શાહને જૈન સમાજ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જાણીતા દાનવીર જગસી ભાઈ સામત ગાલાએ યશસ્વી ચાતુર્માસની શુભેચ્છા પાઠવી હતી. ચાતુર્માસ પ્રવેશ કાર્યક્રમ પ્રસંગે ૯૦૦થી વધારે શ્રાવક શ્રાવિકાઓએ  ઉપસ્થિત રહી આચાર્યનું ચાતુર્માસ તપ ત્યાગ અને આરાધનાથી ઉજવવા હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.  પ્રવેશ કાર્યક્રમને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ જીગ્નેશભાઈ તેમજ તેજસ પટેલની આગેવાની હેઠળ સમગ્ર ટીમે સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે પ્રભાવના પુણ્ય શ્લોકી રૂક્ષ્મણીબેન તરુણભાઈ રતનશી ગાલા પ્રાગપુર વાલા દ્વારા કરવામાં આવી હતી હતી એવું અજરામર સંપ્રદાય ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સંજય જે. મહેતા દ્વારા એક યાદીમાં જણાવાયું હતું 
--------

Comments

COMMENT / REPLY FROM