Trending News
સ્થાનિક સમાચાર

વાલ્કા અને લફરામાં ચાલુ વરસાદે પવનચક્કીમાં આગ બાદ પાંખડા પડ્યા

01 July



સદનસીબે આસપાસ કોઈ ન હોવાથી જાનહાની ટળી : કચ્છમાં ગ્રામીણ વિસ્તારોમાં મનફાવે તેમ પવનચક્કીઓ લગાવાઈ પરંતુ લોકોની સુરક્ષા માટે તકેદારીના કોઈ સુવિધા કે, સાધનો ઉપલબ્ધ નથી 


ભુજ : જિલ્લામાં ગઈકાલે વરસાદ વચ્ચે પવનચક્કી તુટવાના બનાવો બની રહ્યા છે. નખત્રાણા તાલુકાના વાલ્કા નજીક આવેલ ખાનગી કંપનીની પવનચક્કીમાં આગ બાદ પાંખો ધરાશાઈ થતા ગ્રામજનોને ભયજનક અવાજ સંભળાતા દોડી આવ્યા હતા. 
આ બાબતે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મોટા વાલ્કા ગામ નજીક આ બનાવ બન્યો હતો, જેમાં ઉંચાઈએ રહેલો પવનચક્કીના પંખાનો કેટલોક ભાગ નીચે ધરાશાઈ થયો હતો. ઉંચાઈએથી પડતાં ધડાકાભેર અવાજ આવ્યો હતો. સદનશીબે કોઈ નુકશાન થયું નથી. આ તરફ મુંદરા તાલુકાના લફરામાં આવેલી પવનચક્કીમાં આગ લાગી હતી. વરસાદ બાદ પવનચક્કીમાં આગ લાગી હતી. ચાલુ વરસાદે પવનચક્કીના ટર્બાઈનમાંથી કાળા ડિંબાગ ધુમાડા નિકળતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. અવાર નવાર આ પ્રમાણે પવનચક્કીઓમાં આગની ઘટનાઓ સામે આવે છે. પરંતુ કચ્છના એક પણ ગામડાઓમાં પવનચક્કીના કારણે થતી દુર્ઘટના બાબતે આગ બુઝાવવા કે અન્ય કોઈ કામગીરી માટે કોઈ રાહત બચાવના 
સાધનો નથી.

Comments

COMMENT / REPLY FROM