ડીઝલ ચોરીના ગુનામાં મોટા દિનારાનો શખ્સ પકડાયો
ભુજ : ભીરંડિયારા-લુડિયા રોડ પર એક ટ્રેઈલર અકસ્માતે રોડ નીચે ઉતરી જતા તેમાંથી રાત્રિ દરમિયાન ડીઝલ ચોરાઈ ગયું હતું જે બાબતે ફરિયાદ થયા બાદ ખાવડા પોલીસે બાતમીના આધારે મોટા દિનારાના જાવેદ શકુર સમાના ઘરે જઇ પૂછપરછ કરતાં તેણે ચોરી કરી હોવાનું જણાવી તેની પાસેથી ૧૦૦ લિટર ડીઝલ કબજે કરવામાં આવ્યું હતું, તેની સાથે અન્ય આરોપી આમદ ઉર્ફે ભાભો સિધિક સમા (રહે. નાના દિનારા) અને નાલેચંગા ઓસમાણ હાજી (રહે. ધ્રોબાણા) સામેલ હોવાથી તેને ઝડપવા પોલીસ ચક્રો ગતિમાન કર્યાં છે.

Comments