Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણા-ભુજના મામલતદાર નિવૃત થતા

01 July



નખત્રાણા મામલતદાર પદે પાર્થ જોષી, ભુજમાંં અરૂણ શર્માને ચાર્જ સોંપાયો

ભુજ : ગઈકાલે રાજયના ર૬ જેટલા મામલતદારો વવય મર્યાદાના લીધે નિવૃત થતા તેમાં નખત્રાણાના ભરત શાહ 
નિવૃત થયા છે. તેની જગ્યાએ નખત્રાણા મામલતદારનો ચાર્જ ગઢશીશાના વતની અને બ્રહ્મ સમાજનું ગૌરવ એવા પાર્થકુમાર ડી. જોષીને મામલતદારનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જયારે ભુજ સીટી મામલતદાર પદે ડી.કે. રાજપાલ વય નિવૃત થતા તેમનો ચાર્જ ગ્રામ્ય મામલતદાર અરૂણભાઈ શર્માને સોંપવામાં આવ્યો છે. કચ્છઉદય સાથે વાતચીત કરતા બન્ને મામલતદારોએ કહ્યુૃં કે તાલુકા કક્ષાના વહીવટી કામોને વેગ અપાશે. જન સેવા કેન્દ્રને લગતી કામગીરી જેવી કેે પુરવઠા, રાશનકાર્ડ, ઈ-ધરા તથા એટીવીટી સહિતના પ્રજાલક્ષી કામો વહેલી તકે નિકાલ થાય તેવા સુચારૂ પ્રયાસોને તેઓ અગ્રતા આપશે. નખત્રાણા મામલતદાર પાર્થકુમાર ડી. જોષી અગાઉ સોમનાથ ખાતે ના.મા. પદે ફરજ બજાવી ચુકયા છે. જયારે અરૂણ શર્મા અગાઉ નખત્રાણા મામલતદાર તરીકે સેવા આપી ચુકયા છે. બ્રહ્મસમાજના બન્ને મામલતદારોએ સમાજનુંં ગૌરવ વધાર્યું છે.

Comments

COMMENT / REPLY FROM