Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ-કંડલા કોમ્પલેક્ષમાં રેલવેની હદમાં દેશી - અંગ્રેજીદારૂની ફરી રેલમછેલ : વહીવટદાર રાજુનો ખેલ?

01 July

ધીરે ધીરે બોલ કોઈ સુનના લે..સુનના..લે...!


આ રહ્યા પોઈન્ટના નામ ઠામ-ખાખીના વહીવટદારોની યાદી : કડલા મેઈન ગેટ પર જુના રેલવે સ્ટેશન પાસે સાજીદનો પોઈન્ટ શરૂ- આદિપુર-ગાંધીધામમાં પણ એ જ રીતે અડ્ડાઓ ધમધમ્યા : કંડલામાં મહેન્દ્ર-હરપાલ વહીવટદારની બલીહારી

સુંદરપુરીમાં એસએમસીએ રેડ પાડયાના થોડા જ દીવસમાં કારાનો પોઈન્ટ રોડ પર જ ફરી થઈ ગયો શરૂ : તો ૪૦૦ કવાર્ટર આસપાસમાં આલાનો અડ્ડો 
છે બેફામ



પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા કડક, પ્રજાભિમુખ હોવાથી ધંધાર્થીઓ હવે રેલવે બાજુ વળ્યા : ભ્રષ્ટ વહીવટદારોની બલિહારીથી ધંધાર્થીઓ ઘેલમાં


ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર કાયદાનિષ્ઠ છે, કડકાઈથી  ગુનેગારોની સામે કોઈની પણ સાડાબારી રાખ્યા વિના કામગીરી કરી રહ્યા હોવાથી હવે દારૂના ધંધાર્થીઓ રેવલેની હદમાં પડાવ નાખી રહ્યા હોય તેવી ચર્ચાઓ સામે આવવા પામી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, રેલવેની હદમાં વહીવટદાર રાજુની બોલબોલા છે, રાજુના સેટીંગ, સેકસન-હપ્તાથી રેલવેની હદમાં બુટલેગરો હવે માથુ ઉચકવાનુ શરૂ કરી ચૂકયા હોવાની ચર્ચા સામે આવી 
રહી છે. કહેવાય છે કે, રેલવેની હદમાં કંડલામાં મેઈન ગેટ નંબર ૧ પાસેના જુનારેલવે સ્ટેશન પાસે સાજીદ નામના બુટલેગરોનો દારૂનો મોટો પોઈન્ટ શરૂ થવા પામી ગયો છે. એ જ આદિપુર-ગાંધીધામમાં પણ આવા પોઈન્ટ રેલવે વિસ્તારની હદમાં જ ચાલુ કરવામાં આવી ચૂકયા છે. તો વળી સુંદરપુરી જેવો વિસ્તાર કે જયા થોડા સમય પહેલા જ એસએમસીએ રેડ કરી અને કેસ કરેલો હતો ત્યાં જ ફરીથી બુટલેગર કારાનો અડ્ડો ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે. રોડ પર જ કારો દારૂનું હવે તો બિનધાસ્ત વેંચાણ કરતો હોવાનુ ચર્ચાય છે. 
જયારે કે ૪૦૦ કવાર્ટર વિસ્તામાં એલાનો અડ્ડો બેફામ થયો છે. જાણકારો કહી રહ્યા છે કે, ખાખીની અજાણતાથી આ બધા ધંધાઓ થઈ શકે તેમ નથી ત્યારે કંડલામાં મહેન્દ્ર-હરપાલ ભ્રષ્ટ વહીવટદારો બનીને બેઠા છે અને તેઓની મહેરબાનીથી આ બુટલેગરો પહેલવાન બની ગયા હોયત ેમ ચર્ચાય છે. હરપાલ તો અગાઉ પણ વહીવટોને લઈને ચર્ચામાં આવી ચૂકયો છે, હવે કડલામાં તેના માર્ગદર્શન હેઠળ મહેન્દ્ર ધંધાઓને છુટ અપાવી રહ્યો હોવાની ચર્ચા ઉઠવા પામી રહી છે.

Comments

COMMENT / REPLY FROM