શું કેરામાં અનોપસિંહનો દારૂનો અડ્ડો રાજયભરનું એપીસેન્ટર બની ચૂકયો છે? હવે લાજ બચાવવા સ્થાનિક પોલીસ પણ કુદી.?
એસએમસીએ નાક કાપ્યા બાદ હવે માનકૂવા પોલીસે કટીંગ વખતે દરોડો પાડી દારૂનો જથ્થો કબજે કર્યો : જોકે રાબેતા મુજબ કુખ્યાત
બૂટલેગર સહિત એક પણ આરોપી ન મળ્યા : રર જૂનના એસએમસીએ રેડ કરી હોવા છતાં હજુ પણ અનોપસિંહનો દારૂનો ધંધો બેફામ
કટીંગ ચાલુ હતું ત્યારે જ માનકૂવા પોલીસે દરોડો પાડી વાહન સહિત ૩૪.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો : પશ્ચિમ કચ્છમાં દારૂના બેફામ ધંધા સામે એસએમસીની વખતો વખતની કાર્યવાહીથી સ્થાનિક પોલીસનું નાક કપાયા બાદ દારૂ શોધાયો : એલસીબી સહિતની એજન્સીઓની નિષ્ક્રીયતાથી સવાલો ઉઠ્યા
ભુજ : તાલુકાના કેરા ગામે અનોપસિંહ રાઠોડ રીઢો અને કુખ્યાત બુટલેગર તરીકે પંકાયેલો હોવાનુ મનાય છે. વર્ષોથી પોલીસને સાચવીને કરોડો રૂપિયાનો દારૂનો ધંધો બિનધાસ્ત કરી રહ્યો હોવાની પણ ચર્ચા છે. તાજેતરમાં રર જૂનના એસએમસીએ દરોડો પાડી સવા કરોડનો શરાબ કબજે કર્યો હતો. જોકે, તેને કોઈ ફરક પડ્યો નથી અને ફરી દારૂનો ધંધો ચાલુ કરી દેવામાં આવ્યો છે ત્યારે માનકૂવા પોલીસે કરેલી કાર્યવાહીમાં ર૭ લાખનો દારૂ મળ્યો હતો.
કેરા ગામે એસએમસીની કાર્યવાહી બાદ માનકૂવા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. જે બાદ પીઆઈ અને પીએસઆઈને લિવ-રિઝર્વમાં મુકીને સંતોષ માની લેવામાં આવ્યો હતો. આ પૂર્વે ત્રગડીમાં જ્યારે ૮૦ લાખનો શરાબ મળ્યો ત્યારે પીઆઈ અને બીટ જમાદાર સસ્પેન્ડ થયા હતા પરંતુ કેરામાં ત્રગડી કરતા વધારે દારૂ અને પશ્ચિમ કચ્છનો અત્યાર સુધીનો મોટો દારૂ હોવા છતાં સસ્પેશન સહિતના કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. જેના કારણે પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી સવાલો ઉઠી રહ્યા છે. કેરા ગામે અનોપસિંહનો દારૂ પકડાયા બાદ બીજા દિવસથી જ તેનો ધંધો ચાલુ થઈ ગયો છે.
કારણ કે, જવાબદારો સુધી તેના હપ્તા પહોંચી રહ્યા હોવાનુ પણ મનાય છે. તાજેતરમાં હળવદ પાસે એસએમસીએ દારૂ પકડ્યો હતો. જે ભુજ આવતો હોવાનું સામે આવ્યું હતું. આ વચ્ચે માનકૂવા પોલીસના થાણા અધિકારી બદલાતા દારૂ શોધવામાં આવ્યો હતો. માનકૂવાના ઈન્ચાર્જ પીઆઈ પી.પી.ગોહિલના માર્ગદર્શનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. કેરા ગામે બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડે પોતાના માણસો સાથે અંગ્રેજી દારૂનો જથ્થો મંગાવી કટીંગ કરતો હતો ત્યારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ર૭,૧૯,૦રર નો દારૂ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે સાત લાખની બોલેરો નંબર જીજે૧૩ - એએક્સ- રપ૬૮ કબજે કરવામાં આવી હતી. રેડ દરમિયાન બુટલેગર સહિત કોઈ આરોપી પોલીસને મળ્યા નથી. માનકૂવા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આમ ઉપરોકત કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી.પી.પી.ગોહિલનાઓની રાહબરી હેઠળ એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ રાણા, અજયસિંહ ઝનકાંત તથા પો. હેડ કોન્સ. જયપાલસિંહ જાડેજા, અશોકભાઇ ડાભી, વિનોદજી ઠાકોર તથા પો. કોન્સ. કીરણભાઇ
પુરોહીત તથા પો. કોન્સ. મહેશભાઇ જાદવ તથા ડ્રા.હે.કો. વિજયભાઇ ખાંટનાઓ જોડાયેલ હતા.
............
ર૦૦ પેટી દારૂ અનોપ જેવા બુટલેગરને પોષાય ખરો : શું આ દરોડો છે
કે પછી ગોઠવણી? કડક-તટસ્થ ઉચ્ચ અધિકારી કેમ ન કરાવે ઉંડી તપાસ..?
કયા બની બેઠેલાઓ ઉચ્ચ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓને ઉલ્ટા ચશ્મા પહેરાવી રહ્ય છે? અનોપના અડ્ડા પર એસએમસી કટીંગ વખતે જ ત્રાટકી તે
માલ સવા કરોડથી વધુનો હતો, ર૦૦ પેટી મંગાવવી આ બુટલેગરને પરવડે તેમ જ નથી ? તપાસ કરો તો ૧૦૦૦ પેટીઓ રફેદફે થઈ ગઈ, અને
ર૦૦નો કેસ થયો? એવુ તો નથી ને? આરોપીઓ પણ સ્થળ પરથી કોઈ જ ન પકડાયા? તેના પાછળનું પણ રહસ્ય શું?
અનોપ કોઈ નવો સવો બુટલેગર કે ફોલ્ડરીયો નથી કે, ર૦૦ પેટી દારૂ મંગાવી જાણે, આ માધ્યમ-અખબારમાં પણ પુના પાસેથી ગાડીઓ ર૦ ટકા કમીશન પર લઈ અનોપ કેરા-ગજોડ પટ્ટામાં ગાડીઓની ગાડીઓ ઉતારી રહ્યો હોવાના બુમબરાડા -પોલીસના ધ્યાન દોરતા અહેવાલો આશરે બે વર્ષથી પ્રકાશિત થઈ રહ્યા છે, તો આ બુટલેગર ર૦૦ પેટી મંગાવીને શું કમાઈ લેવાનો હતો? ર૦૦ પેટીનો કેસ કરવાનું કોઈ છાનુ કાવતરું તો નથીને? એસએમસી સફળ મોટો દરોડો પાડી ગઈ એટલે સ્થાનિકે હવે કેસ દેખાડી દેવાની કોઈ વેતરણો તો આ પ્રકરણમાં નથી થઈને?
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં એસપીશ્રી ધંધાર્થીઓની સામે ધોક્કા પછાડતા હોવાથી બુટલેગરો સહિતનાઓમાં નાશભાગની સ્થિતી છે અને કેટલાક ચમરબંધીઓ તો સ્થળ બદલાવવાની ફરજમાં આવી ગયા અને પુનો તે પેકીનો એક મનાય છે. પુના પર ર૯થી વધુ પ્રોહીના કેસો નોધાયેલા છે, તે ચકચારી બની ગયો એટલે તેણે કેરા પટ્ટામા અનોપને પાછલા અમુક વરસોથી પોતાનો ધંધો કમીશન પર આપી દીધો. અનોપ કોઈ નાનો સુનો ફોલ્ડરીયો નથી. પુનાનો જેટલો પણ કચ્છ તથા અહીથી જ મોરબી અને સૌરાષ્ટ્ર સુધી સપ્લાય થતો તગડો દારૂનો ધંધો ગાડી દીધી રપ ટકા કમિશનથી પુનો જ સંભાળી રહ્યો હતો. હવે એસએમસીના નીડર અધિકારીઓએ અમદાવાદ બેઠા બેઠા પુના-અનોપ જેવા મોટા બુટલેગરોના સવા કરોડથી વધુના દારૂને કટીંગ થતે જ પકડી લીધો, સફળ દરોડો પાડયો અને તે બાદ હળવળ પાસે પણ બીજી ખેપમાં કેરા જ આવી રહેલ દારૂની ખેપ પણ અટકાવી દીધી, તે બાદ જાણે કે, સ્થાનિકે પોલીસે લાજ-શરમ આવી હોય તેમ આ જ કેરામાં દારૂનો કેસ કર્યો છે. જેમાં ર૦૦ જેટલી પેટી પકડાઈ હોવાનુ દર્શાવાય છે પરંતુ અહી સવાલ એ થાય છે કે, આટલા મોટા કચ્છના બુટલેગરો કે જે ગુજરાતના સૌથ્ મોટા બુટલેગરો અનિલ પંડયા સહિતનાઓથી મંગાવે છે તેઓને ર૦૦ પેટી દારૂ મંગાવવો પાલવે કે પોષાય ખરો? આ પ્રકારની થયેલી કાર્યવાહીની સામે પણ સવાલો જ ઉભા થવા પામી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, ૧૦૦૦-૧ર૦૦ પેટી માલ આવ્ય હોય અને તેમાથી ર૦૦નો જ કેસ થયો હોય બાકીની સગેવગે કરી દેવાઈ હોય તેવુ તો નથી ને? કારણ કે આ દરોડામાં સ્થળ પરથી પણ માનકુવા પોલીસને કોઈ જ શખ્સ હાથમાં આવ્યો નથી? કટીંગ થતી અવસ્થાએ પકડયો હાયે તો કેમ કોઈ વ્યકિત પકડાય નહી? ખૈર, લોકો કચ્છના તટસ્થ અને કડક ઉચ્ચ અધિકારી સામે આશભર્યા મીટ માંડી બેઠા છે અને કોણ આવી રીતે આ પટ્ટામાં ધંધાઓ ચલાવે છે કે પછી દરોડાઓના નામે લાલીયાવાડી કરી રહ્યા છે તે તેઓએ તપાસ કરવી જોઈએ. ઉચ્ચ અધિકારીને કોણ ઉલ્ટા ચશ્મા પહેરાવી રહ્યુ છે?
......................
નહી તો પુના-અનોપને અટકાવવા અઘરા જ છે..!
વહીવટદારોના સડ્ડાને દુર કરો : નરેન્દ્ર-મયુર-વિજય સહિતનાઓને સરહદ દેખાડો
સરહદ ન દેખાડી શકો તો એલઆઈબીમાં મુકી દયો, સરહદી રેન્જ અને એસએમસીમાં સીમાવર્તી જિલ્લાની કચ્છની ગંભીરતા સમજી અને સરહદના રખોપા કરી શકે, વિશાળ નેટવર્ક ધરાવતા હોય, અધિકારીઓને ઉલ્ટા ચશ્મા પહેરાવે તેવા નહી પણ સાચી માહીતીઓ આપી શકે તેમને નિયુકિત કરો
પશ્ચીમ કચ્છ એસપીશ્રી એ એસએમસીની રેઈડ બાદ તરત જ માનકુવા પીઆઈ અને એલસીબી પાઆઈ પર પગલા લીધા તો
આ વિજય પર કેમ લાલઆંખ નહી?
ગાંધીધામ : પશ્ચીમ કચ્છમાં કયાંક ને કયાંક દારૂ તથા ખનીજ ચોરી સહિતના વિષયોમાં વહીવટદાર પ્રથા ભારે ઘર કરી ગઈ હોય તેવી રીતે એક મુકીને બીજો અને બીજો મુકીને ત્રીજો કેસ સરકારી ચોપડે જ નોંધાવવા પામી રહ્ય હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. દારૂની વાત કરીએ તો પાછલા અઠવાડીયામાં જ ભુજ સમીપે કેરા પટ્ટાના બુટલેગરો અને તેમના કાવતરા ભારે ચર્ચામાં આવવા પામી ગયા છે. આ તબક્કે પુનો-અનોપ જેવા મોટા મોટા બુટલેગરોના નામો બહાર આવી રહ્યા છે ત્યારે જાણકારો કહે છે કે આટલી બધી દારૂની ખેપ ખાખીના ભ્રષ્ટ અમુક તત્વોની મદદગારી વિના સંભવ નથી? આ બુટલેગરોને અહી દારૂની મોટી ખંપ આપતા અપાવતા અટકાવવા હોય તો નરેન્દ્ર-મયુર અને વિજય જેવા બની બેઠેલા વહીવટદારોને એલઆીબીમાં મુકી દયો અથવા તો તેમને સરહદ દેખાડો. જો આમ કરવામાં નહી આવે તો પુના-અનોપ જેવાઓના દારૂને કચ્છ તરફ આવતો ડામવો કપરૂ જ બની રહેશે.? સવા કરોડના દારૂ ઠલવાતા હોય અને તેના કટીંગ થતા હોય તે કેાઈ ગણતરીનીમીનીટોના કામો નથી, આમ કરવા માટે મોટા સાધનો, માનવશ્રમ, નાની ગાડીઓના ધમધમાટ બધુ જ થતુ હોય છે અને તેની ખબર સ્થાનિક ખાખીધારીઓને ન પડે તે કેવી રીતે બને?
......................
આરોપીની વિગત
(૧) અનોપસિંહ અભેસિહ રાઠોડ રહે- કેરા તા.ભુજ (૨) અજાણ્યો માણસ (દારૂનો જથ્થો ભરેલ બોલેરો પીકઅપ મોકલનાર અજાણ્યો માણસ) (૩) બોલેરો પીકઅપ વાહન રજી.નં.ય્ત્ન-૧૩-છઠ-૨૫૬૮ નો નાસી જનાર ચાલક (૪) બોલેરો
પીકઅપ વાહન રજી.નં. ય્ત્ન-૧૩-છઠ-૨૫૬૮ નો માલીક (૫) તપાસમા ખુલે તે તમામ
.................
કબ્જે કરેલ મુદામાલ
(૧) મેકડોનલ્સ નં.૧ કંપનીની વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ. ની બોટલ નંગ ૧૪૪ કીં.રૂ.૧,૫૭,૫૩૬/- ,(૨) રોયલ ચેલેન્જ કંપનીની વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ. ની બોટલ નંગ ૧૮૬૦ કી.રૂ.૨૪,૪૫,૯૦૦/-,(૩) રોયલ સ્ટેગ કંપનીની ૧૮૦ એમ.એલ. ના કવાટરીયા (બોટલ) નંગ ૪૮ કીં.રૂ.૧,૧૫,૫૮૬/-,અલગ-અલગ બ્રાન્ડન નાની-મોટી કલ બોટલ નંગ-૨૧૯૬ કી.રૂ.૨૭,૧૯,૦૨૨/- નો મુદામાલ,(૪) મહિન્દ્રા બોલેરો પીક-અપ વાહન કિં.રૂ.૭,૦૦,૦૦૦/-,- એમ કુલ કિં.રૂ. ૩૪,૧૯,૦૨૨/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
.................
અનોપસિંહ અભેસિંહ રાઠોડનો ગુનાહિત ઇતિહાસ
(૧) મુન્દ્રા પો.સ્ટે. ૧૧૨૦૫૦૩૨૨૨૦૯૩૮/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ એ,ઇ,૮૧,૯૮(૨) વિ. મુજબ,(૨) મુન્દ્રા પો.સ્ટે. ૧૧૨૦૫૦૩૨૨૩૧૫૯૨/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ એ,ઇ,૮૧,૯૮(૨) વિ. મુજબ,(૩) મુન્દ્રા પો.સ્ટે. ૧૧૨૦૫૦૩૨૨૩૧૫૨૯/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ એ,ઇ,૮૧,૯૮(૨) વિ. મુજબ,(૪) અંજાર પો.સ્ટે. ૧૧૯૯૩૦૦૩૨૩૦૩૯૩/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ એ,ઇ,૮૧,૯૮(૨),(૫) માનકુવા પો.સ્ટે પાર્ટ સી ગુ.ર.નં-૧૧૨૦૫૦૧૩૨૫૦૩૮૯/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫ (એ)(ઇ), ૧૧૬ (બી),,૮૧, ૮૩, ૯૮ (૨) બી.એન.એસ ક.૧૧૧ (૨),બી (૩) (૪) મુજબ

Comments